રાપરના ગાગોદર,આડેસર,પલાંસવા,કાનમેર સહિત 25થી વધુ ગામોના પિવાના પાણીના પ્રશ્ર્નોને લઇને અનેક રજુઆતો અને વિનંતી છંતા નર્મદાની ગાગોદર બ્રાન્ચ કેનાલમાં પાણી ન છોડાતા વરસાદ તરસ્યા કચ્છના આ વિસ્તારના ખેડુતો,સરપંચ અને આગેવાનો કાલથીજ આ મામલે ધરણા પર બેઠા હતા. અને વિરોધ નોંધાવવા સાથે જ્યા સુધી પાણી ન છોડાય ત્યા સુધી વિરોધ ચાલુ રાખવાની ચિમકી ઉચ્ચારી હતી. ત્યારે આજે માંડવી વિસ્તારના ધારાસભ્ય અને પુર્વ ધારાસભ્ય પંકજ મહેતા ડોલરરાય ગોર અને કચ્છના સાંસદની રજુઆતો રંગ લાવી હતી. અને આગેવાનોની વિનંતી બાદ રાજ્ય સરકારે બ્રાન્ચ કેનાલમાં પાણી છોડવાના આદેશ આપ્યા છે. આજે સંલગ્ન તંત્ર દ્રારા નર્મદા બ્રાન્ચ કેનાલમાં પાણી છોડવા સાથે આસપાસના ત્રણ ડેમો પિવાના પાણીની જરૂરીયાત પુર્ણ કરવા ભરાય તેવી પ્રાથમીક માહિતી ડોલરરાય ગોરે આપી હતી આમતો એક મહિનાથી આ મુદ્દે સ્થાનીક કલેકટર સહિત ચુંટાયેલા પ્રતિનીધીઓ આ મામલે અસરકારક રીતે રજુઆત કરી રહ્યા છે. પરંતુ રજુઆત પછી ધીરજ ખુટલા ખેડુતો અને આગેવાનો કેનાલ પાસેજ ધરણા પર બેસી ગયા હતા. જે મામલે એક દિવસમાંજ ઉકેલ આવી ગયો છે. આજે રાજ્યના નાયબ મુખ્યમંત્રીએ આ બાબતને ગંભીરતાથી લઇ તાત્કાલીક પાણી છોડવાના આદેશ નર્મદા નિગમને આપ્યા છે.
પ્રશ્ર્ન એક મહિનાથી નથી ઉકેલાયો રાપરના ધારાસભ્ય ક્યાં ગયા?
આમતો ભાજપના આગેવાનોની રજુઆત અને લોકોના વિરોધની અસર રહી પરંતુ અહી પ્રશ્ર્ન ચોક્કસ થાય કે ચુંટાયા ત્યારે રાપર વિસ્તારના ધારાસભ્ય સંતોકબેન અને તેના પતિ આજ મુદ્દે નર્મદા કેનાલ પર ધરણા પર બેઠા હતા. અને પાણીની માંગ કરી હતી. પરંતુ આ સમગ્ર વિરોધમાં તેઓ ક્યાય દેખાયા નહી એટલુજ નહી જો એક મહિનાથી આ પ્રશ્ર્ન હતો તો શા માટે કોગ્રેસના ધારાસભ્યની રજુઆત સરકારે સાંભળી નહી પણ હવે જેની રજુઆતથી પાણી મળ્યુ છે ત્યારે પાણી બ્રાન્ચ કેનાલમાં છોડવાથી 25થી વધુ ગામોની પિવાના પાણીની સમસ્યા ચોક્કસ ઉકેલાઇ જશે.