Home Crime કચ્છ શિવસેનાના પ્રમુખ સહિત 12 લોકો ઝુરામા જુગાર રમતા ઝડપાયા

કચ્છ શિવસેનાના પ્રમુખ સહિત 12 લોકો ઝુરામા જુગાર રમતા ઝડપાયા

5367
SHARE
કચ્છમાં જુગારની મોસમ હાલ પુર બહાર ખીલી છે અને પોલિસ વિવિધ વિસ્તારોમા જુગારના દરોડા પાડી રહી છે તેવામાં ભુજ તાલુકાના ઝુરા કેમ્પ વિસ્તારમા LCB એ પાડેલા એક દરોડામા કચ્છ જીલ્લા શિવસેના ના પ્રમુખ સહિત 12 ખેલી જુગાર રમતા ઝડપાયા છે જેના વિરૂધ પોલિસે કાર્યવાહી શરૂ કરી છે આજે પોલીસ અધિક્ષકશ્રી એમ.એસ.ભરાડા પશ્ચિમ કચ્છ ભુજની સુચના અને માર્ગદર્શન મુજબ એલ.સી.બી., પશ્ચિમ કચ્છ-ભુજની એક ટીમ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે.એમ.આલની સુચના અને માર્ગદર્શન તળે ભુજ તાલુકા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.
તે દરમ્યાન ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, ભુજ તાલુકાના ઝુરા કેમ્પ ગામે સવાઇસિંહ પથુજી સોઢાના કબ્જા ભોગવટાના બેઠકના મકાનમાં બહાર થી જુગાર રમવા માટે ખેલીઓ બોલાવી રૂપિયાની હાર જીતનો જુગાર રમી રમાડતા હોઇ જે બાતમી અન્વયે રેડ કરતા *(૧) સવાઈસિંહ પતુજી સોઢા, ઉ.વ.પ૦, રહે.ગામ-ઝુરા કેમ્‍પ, તા.ભુજ., (ર) સુરતસિંહ લાડુજી રાઠોડ,ઉ.વ.૩૦, રહે.ગામ- ઝુરા કેમ્‍પ, તા.ભુજ. (૩) કરશનજી ઈજતાજી સોઢા, ઉ.વ.૪૦, રહે.ગામ-ઝુરા કેમ્‍પ, તા.ભુજ. (૪) કુંભાજી ઈજતાજી સોઢા, ઉ.વ.૩ર, રહે.ગામ- ઝુરા કેમ્‍પ, તા.ભુજ. (પ) ભૈરવસિંહ માંનાજી સોઢા, ઉ.વ.૪૦, રહે.ગામ- ઝુરા કેમ્‍પ, તા.ભુજ. (૬) ગોરધનસિંહ ખાનજી રાઠોડ, ઉ.વ.૪૦, રહે.ગામ- ઝુરા કેમ્‍પ, તા.ભુજ. (૭) પ્રવિણસિંહ મંગલજી સોઢા, ઉ.વ.૪૦, રહે.ગામ- ઝુરા કેમ્‍પ, તા.ભુજ. (૮) ધર્મેન્‍દ્રસિંહ તોગાજી સોઢા, ઉ.વ.ર૬, રહે.જુની રાવલવાડી, વ્‍યામ શાળાની બાજુમાં, ભુજ. (૯) સવાઈસિંહ રાણાજી સોઢા, ઉ.વ.૪૧, રહે.ગામ-ઝુરા કેમ્‍પ, તા.ભુજ. (૧૦) સોમજી સવાઈસિંહ રાઠોડ, ઉ.વ.૪ર, રહે. વૃદાવન સોસાયટી, નખત્રાણા-કચ્‍છ. (૧૧) ઘનશ્‍યામસિંહ મંગલજી સોઢા, ઉ.વ.૩૦, રહે.ગામ-ઝુરા કેમ્‍પ, તા.ભુજ. (૧ર) માધુભા રાણાજી સોઢા, ઉ.વ.૪૦, રહે.ગામ-ઝુરા કેમ્‍પ, તા.ભુજ.* વાળાઓને રોકડા *રૂા.૩૧,૦૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૦૯, કિં.રૂા.૬,૫૦૦/- ગંજીપાના નંગ-૫૨, કિં.રૂા. ૦૦/- એમ કુલ્લે રૂપિયા ૩૭,૫૦૦/- ના મુદ્દામાલ સાથે* પકડી તમામ આરોપીઓ વિરૂધ્ધ ભુજ શહેર એ ડી.વી. ખાતે જુગાર ધારા હેઠળ ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આમતો કચ્છમા શ્રાવણની શરૂઆત સાથે પોલિસ જુગારીઓ પર ત્રાટકી રહી છે પરંતુ આજે ધમધમતા જુગારધામ પર પોલિસે પ્રથમ મોટામાથાઓની સંડોવણી ધરાવતું જુગારનું પડ ઝડપ્યુ છે જેમા શિવસેનાના પ્રમુખ માધુભા સોઢા પણ આબાદ ઝડપાઇ ગયા છે જો કે સામાન્ય પોલિસ કાર્યવાહિ દરમ્યાન આરોપીના સ્પષ્ટ ફોટો મોકલતી ક્રાઇમબ્રાન્ચે ક્યાંક લાજ રાખી મોટા માથાનો બચાવ કર્યુ હોય તેવુ ક્યાંકને ક્યાક લાગી રહ્યુ છે જો કે હાલ પોલિસે તમામ 12 વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.