Home Crime મીઠીરોહરના ખુંખાર લતીફ સામે બાથ ભીડી ખરેખર પશ્ચિમ કચ્છ પોલિસે બહાદુરી બતાવી

મીઠીરોહરના ખુંખાર લતીફ સામે બાથ ભીડી ખરેખર પશ્ચિમ કચ્છ પોલિસે બહાદુરી બતાવી

6522
SHARE
આમતો માત્ર કચ્છ નહી પરંતુ ગુજરાતમાં પોલિસ પર હુમલાઓની ઘટનાઓ વધી છે અને છાસવારે કાયદા સામે માથુ ઉંચકતા અસામાજીક તત્વો દિવસે દિવસે બેફામ બની રહ્યા છે અને આવુજ કઇક કચ્છમાં પણ થઇ રહ્યુ છે પશ્ચિમ કચ્છમાં 8 મહિનામાં પોલિસ પર હુમલાના પાંચ જેટલા બનાવ બન્યા છે ગઈકાલે પણ કોઠારા પોલીસ સ્ટેશનની ટીમ માથાભારે લતીફને પકડવા ગઈ ત્યારે એ માથાભારે શખ્સે પોલીસ કર્મી પર હુમલો કર્યો હતો જો કે સિક્કાની હમેંશા બે બાજુ હોય છે તેમ જેમ પોલિસ પર હુમલાની ઘટના નિંદનીય છે તેવીજ રીતે લતીફ સામે બહાદુરી પુર્વક લડનાર પોલિસ જવાન અને સમગ્ર પશ્ચિમ કચ્છ પોલિસની હિંમત પણ બિરદાવવા જેવી છે કેમકે જે રીતે હત્યા સહિતના અનેક ગુન્હાઓમાં કાસમની સંડોવણી હતી તેજ રીતે લતીફ પણ કચ્છમાં હિંસક ગુનાહીત ઇતિહાસ ધરાવે છે પોતાના મિત્રની મહિલા માટે હત્યા સહિત પોલિસ પર હુમલાની ઘટના પુર્વ કચ્છમાં તેના વિરૂધ્ધ નોંધાઇ ચુકી છે તેવામાં ગુન્હાહિત ઇતિહાસને જોતા કોઠારા પોલિસના એક બહાદુર જવાનોની હિંમતને દાદ આપવી જ રહી કેમકે આ ઘટના પછી કાયદાનો જેને ડર જ નથી તેવા ગુન્હેગાર લતિફને હવે પોલિસની શક્તિનો અહેસાસ થશે.

લતિફ નુરમામદ કકલનો ગુન્હાહિત ઇતિહાસ કાયદા વિરોધી

આજે ચોરી લુંટ અને મારામારી જેવી ઘટના તો સામાન્ય બની ગઇ છે પરંતુ વાત જ્યારે લતિફની છે ત્યારે હત્યાની કોશીષના તેના પર 3થી વધુ ગુન્હા નોંધાયેલા છે જે રીતે અમદાવાદમા લતિફ ગુન્હેગારી આલમમાં પોતાની છાપ છોડવા માંગતો હતો તેવી જ માનસિકતા કચ્છના મીઠીરોહર ગામના લતિફની હતી. અને તેથીજ ચોરી,લુંટ,ચિલઝડપ,હત્યા અને હત્યાના પ્રયાસની અસંખ્ય ફરીયાદો તેની સામે થઇ છે જેમાં સામખીયાળી,ભચાઉ,ગાંધીધામ,મુન્દ્રા અને માંડવી મરીન પોલિસ મથકે તેના વિરૂધ્ધ ફરીયાદો દાખલ થઇ ચુકી છે. માત્ર સામખીયાળીમાંજ અલગ-અલગ ગુન્હાની ચાર ફરીયાદ તેની સામે છે. જેમાં મારામારી પોલિસ પર હુમલો જેવા બનાવો તેના વિરૂધ્ધ નોંધાયા છે. તો હથિયાર રાખવા મામલે અગાઉ પણ તે પોલિસ ચોપડે ચડી ચુક્યો છે.

લતિફે ઝરીના માટે તેના ગુન્હેગાર મિત્રની હત્યા કરી નાંખી

સુત્રો પાસેથી મળેલી માહિતી મુજબ લતિફ આમતો છેલ્લા એક દાયકાથી નાના મોટા ગુન્હાઓને અંજામ આપતો રહ્યો છે પરંતુ થોડા વર્ષો પહેલા એક મહિલાને પામવા માટે લતિફે તેના મિત્ર અને તેને ગુન્હાઓમાં સાથ આપનાર એક યુવકની હત્યા કરી નાંખી હતી. આ એજ ઝરીના છે. જે ગઇકાલે પોલિસ પર હુમલા સમયે લતિફ સાથે હથિયારો લઇ પોલિસ પર તુટી પડી હતી. જો કે હાલ તે પોલિસની ગીરફ્તમાં છે. જો કે ઝરીનાને પામવા માટે તેને મિત્રની હત્યા કર્યાનુ પણ પ્રાથમીક રીતે સપાટી પર આવ્યુ છે. પોલિસે હાલ લતીફની ક્રાઇમ કુંડળી સાથે તેને શોધી રહી છે. જો કે ઝરીના માટે લતિફ ખુદ કાયદાની ચુંગાલમાં ફસાય તો પણ નવાઇ નહી.
ચોક્કસ પોલિસ પર હુમલાની ઘટના નિંદનીય છે અને તેના માટે પોલિસને ટકોર કરવી તે સમાજના હિતમાં છે પરંતુ સાથે સાથે પોલિસની હિંમતની દાદ પણ આપવી જોઇએ કેમકે જે ગુન્હેગાર લતિફના કોઇ મિત્ર નથી તે પોલિસનો સગો નજ થાય તેવામાં બિન હથિયારી પોલિસે હથિયારોથી સજ્જ લતિફ સામે હિમંત પુર્વક લડી તેને કાયદાનો ખોફ તો દેખાડ્યો જ છે… ચોક્કસ અંધારોનો લાભ લઇ લતિફ નાશી જવામાં સફળ રહ્યો છે પરંતુ લતિફ પોલિસની ગીરફ્તમાં જલ્દી આવશે તે પશ્ચિમ કચ્છ પોલિસના મનસુબા પરથી લાગી રહ્યુ છે.