Home Crime કાસમ,રીયાઝ બાદ હવે લતીફનો પોલિસ પર હુમલો : પશ્ચિમ કચ્છમાં 8 મહિનામાં...

કાસમ,રીયાઝ બાદ હવે લતીફનો પોલિસ પર હુમલો : પશ્ચિમ કચ્છમાં 8 મહિનામાં પોલિસ પર હુમલાના પાંચ બનાવ

5633
SHARE
એક તરફ પશ્ચિમ કચ્છ પોલિસ હાલ ભુજના એક યુવાન ગુમ થયા મામલે રાજ્યભરમાં ચર્ચામાં છે ત્યાં બીજી તરફ પપશ્ચિમ કચ્છ પોલિસ વિભાગના કોઠારા પોલિસની ટીમ પર હુમલાની ઘટનાથી ફરી પોલિસ ચર્ચામાં આવી છે ગઇકાલે રાત્રે અબડાસા તાલુકાના આરીખાણા વિસ્તારમાં આવેલી એક વાડીમાં કોઠારા પોલિસની ટીમ એક આરોપીની તપાસ માટે ગઇ હતી પરંતુ વાડીમા રહેલા લતીફ નુરમામદ કક્કલ અને તેની પત્નીએ પોલિસને જોઇ તેના પર હુમલો કર્યો હતો જેમાં સંજય દેસાઇ નામના પોલિસ જવાનને ઇજા પહોંચી હતી જો કે બનાવની ગંભીરતા માત્ર પોલિસ હુમલા પુરતી સિમીત નથી લતીફે પોલિસ પર તેની પાસે રહેલા દેશી તંમચાથી ફાયરીંગ કરવાનો પણ પ્રયત્ન કરી જીવલેણ હુમલાનો પ્રયાસ કર્યો હતો તો તેની પત્ની સાથે કુહાડી વડે વાર કરી કોન્સ્ટેબલને ઇજા પહોંચાડી હતી જો કે પોલિસ માટે આ હુમલાની ઘટના નવી નથી ચાલુ વર્ષે-2018માં પોલિસ પર હુમલાની આ ચોથી ઘટના છે જે કાયદો વ્યવસ્થાની સ્થિતી માટે ચિંતાજનક છે.

જાન્યુઆરીમાં કાસમ એપ્રીલમાં રીયાઝ અને ઓગસ્ટમાં લતીફનો વાર

પુર્વ કચ્છ ચોક્કસ આવા અનેક પોલિસ હુમલાનુ સાક્ષી બન્યુ છે પરંતુ હવે જાણે પશ્ચિમ કચ્છ પોલિસ વિભાગમા પણ જાણે ગુન્હેગારોને કાયદાનો ડર રહ્યો ન હોય તેમ છાસવારે પોલિસ પર હુમલા થઇ રહ્યા છે. માત્ર વર્ષ 2018ની વાત કરીએ તો ભુજ બી ડીવીઝન,માનકુવા પોલિસ સ્ટેશન ભુજ એ ડીવીઝન પોલિસ સ્ટેશન અને છેલ્લે માંડવી પોલિસ મથકે આવા બનાવો બન્યા છે જેમાં હવે અબડાસાના આરીખાણામાં લતીફના હુમલાથી પોલિસ દોડતી થઇ છે પોલિસ પર હુમલાના પ્રયાસનો ઘટનાક્રમ આ મુજબ રહ્યો.
(1) તારીખ 19 જાન્યુઆરી ભુજ બી-ડીવીઝન પોલિસના 3 કોન્સ્ટેબલ બાતમી આધારે ભુજના હંગામી આવાસ નજીક કાસમ નામના રીઢા ગુન્હેગારની ધરપરડ માટે જાય ગયા હતા પરંતુ ત્રણ પોલિસ કોન્સ્ટેબલ પર છરી વડી હુમલો કરી કાસમ નાશી ગયો હતો . તેના થોડા દિવસો બાદ ફરી એજ કાસમ માનકુવા પોલિસની હદ્દમાં દેખાય હતો . જેને શોધવા પોલિસ ગઈ હતી અને ફરી તે હુમલો કરી ત્યાથી પલાયન થઇ ગયો હતો . જો કે એક મહિના પછી પોલિસે તેને આબાદ ઝડપી લીધો હતો.
(2) દુર્ગમ વિસ્તારમાં પોલિસ પર હુમલો થાય તે વાત કદાચ માની શકાય તેવી વાત છે. પરંતુ ભુજ જેવા ભરચક વિસ્તાર કે જ્યા પોલિસની મહત્વની બ્રાન્ચો અને પોલિસવડાની કચેરી આવેલી છે. ત્યા આરોપીમાં ડર ન હોય તેવુ બને પરંતુ ભુજ એલ.સી.બી બાઇક ચોરી સહિત લુંટના ગુન્હામાં રીયાઝ મમણ નામના રીઢા ગુન્હેગારને પકડવા ગઈ ત્યારે રીયાઝ પણ પોલિસના એક જવાનને છરી વડે ઇજા કરી હતી . જો કે 29 એપ્રીલે હુમલો કરનાર રીયાઝ ગણતરીની કલાકોમાં પોલિસની ગીરફ્તમા હતો.
(3) તો માંડવીમાં રાત્રી પેટ્રોલીંગ દરમ્યાન બાઇક રસ્તા પર હટાવવા જેવી નજીવી બાબતે યુવકોએ પોલિસને માર માર્યો હતો. જે ઘટના પણ તાજી છે. જેમાં એક કોન્ટ્સ્ટેબલને ઇજા પહોંચી હતી. જો કે પોલિસ એ મામલે ગણતરીની કલાકોમાં આરોપીની ધરપકડ કરી હતી. પરંતુ આ ઘટનાએ પણ પોલિસને દોડતી કરી હતી.
(4) આ ચાર ઘટનાના કચ્છમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા. પરંતુ પોલિસનુ મોરલ થોડું ઊંચું થાય ત્યાં ફરી લતીફે ખાખી પર હુમલો કરી પોલિસની શાખ ખરડી છે. જો કે પોલિસ પર હુમલો કરવા મામલે લતીફને શોધવા પોલિસે ચક્રો ગતિમાન કર્યા છે પરંતુ તેની પત્ની પોલિસની ગીરફ્તમાં છે.
આ કિસ્સા માત્ર ચાલુ વર્ષના છે. એ પહેલા પણ પશ્ચિમ કચ્છ પોલિસ પર હુમલાની ઘટના બની ચુકી છે. પરંતુ પ્રશ્ન અહી માત્ર એટલોજ છે કે જે પોલિસ દેશ વિરોધી પ્રવૃતિ અટકાવવા માટે પણ સક્ષમ છે તે પોલિસ પર અચાનક ગુન્હેગારો કેમ હાવી થઇ રહ્યા છે ચોક્કસ પોલિસે મર્યાદામાં રહીને કાયદો જાળવવાનો હોય છે પરંતુ જ્યારે ગુન્હેગારો કાયદાનો ડર ભુલી ખાખી પર હુમલાને અંજામ આપતા હોય ત્યારે પોલિસે પણ કડક હાથે કામ લઇ કાયદાનુ ભાન કરાવવા સાથે ગુન્હેગારને કાબુમાં લેવાનો પડકાર ઝીલવાની જરૂર છે નહી તો આવા હુમલાથી અન્ય ગુન્હેગારોને ચોક્કસ બળ મળશે.