Home Crime ગાંધીધામમાં ચાલતા હાઈપ્રોફાઈલ જુગારધામ પર RR સેલનો દરોડો :...

ગાંધીધામમાં ચાલતા હાઈપ્રોફાઈલ જુગારધામ પર RR સેલનો દરોડો : 15 મોટા માથા ઝડપાયા

2908
SHARE
પુર્વ અને પશ્ચિમ કચ્છમાં આમતો શ્રાવણી જુગારના અનેક દરોડા પોલિસ પડી રહી છે પરંતુ આજે ભુજ બોર્ડર રેન્જ આર.આર.સેલ ગાંધીધામ ખાતે રમાઈ રહેલી હાઈપ્રોફાઈલ જુગાર ક્લબ પર ત્રાટક્યુ હતું, ગાંધીધામ-આદિપુર વચ્ચે આવેલા સિંધુ ભવન સ્થિત નેકશેસ ક્લબમાં દરોડો પાડી જુગાર રમી રહેલા 15 વેપારી,ઉદ્યોગપતીને પોલીસે ઝડપી પાડ્યા હતા. આદિપુર પોલિસ મથકેથી હાલમાંજ સેલમા બદલી થયેલા પોલિસ સબ ઇન્સપેક્ટર જી.એમ.હડીયાની આગેવાની હેઠળની સેલની ટીમે આ દરોડાની કાર્યવાહી કરી હતી જેમાં સિંધુભવન નેક્સેસ ક્લબ પર દરોડો પડાયો હતો જેમા આદિપુરની ખાનગી હોસ્પિટલના ટ્રસ્ટી અને જાણીતા ઉદ્યોગપતી પ્રમોદ રાધેશ્યામ બંસલ સહિત અનેક પ્રતિષ્ઠીત વેપારીઓ કોઇન વડે જુગાર રમતા ઝડપાઇ ગયા હતા. સુત્રોનુ માનીએ તો લાંબા સમયથી અહી ક્લબની આડમાં જુગાર ચાલતી હતી. તેના પર આ કાર્યવાહી કરાઇ હતી. પોલિસે દરોડા દરમ્યાન 1,50 લાખ રોકડ, તેમજ 88,500 ના મોબાઇલ અને 20,લાખની લક્ઝરીયસ કાર સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. અને વધુ તપાસ હાથ ધરી છે. સાંજે 7 વાગ્યા બાદ દરોડાની આ કાર્યવાહી શરૂ કરાઇ હતી. જે મોડી રાત સુધી ચાલી હતી.

જુગાર રમતા ઝડપાયેલ પ્રતિષ્ઠીત વેપારી-ઉદ્યોગપતીના નામ

(1) ત્રિભુવન શંકર પંડયા ઉ.31 રહેવાસી-સિંધુભવન નેકસેસ ક્લબ, ગાંધીધામ 
(2) અનિરૂધ્ધસિંહ બહાદુરસિંહ જાડેજા ઉ.50 રહેવાસી આદિપુર 
(3) અરવિંદ રામજી પરમાર ઉ.51 રહેવાસી,ગાંધીધામ 
(4) કમલ રામચંદ્ર શિવદાસાણી-ઉ.58 રહેવાસી ગાંધીધામ 
(5) અકબર રઝાક મુનશી ઉ.50 રહે ગાંધીધામ 
(6) નાશીરમામદ હાફિઝ ઉ.35 રહેવાસી ગાંધીધામ 
(7) પ્રમોદ રાધેશ્યામ બંસલ ઉ.67 રહેવાસી.ગાંધીધામ 
(8) નરેશ હઠીરામ સરાફ ઉં.60 રહેવાસી ગાંધીધામ 
(9) કાર્તીક હોરીપદા સરકાર ઉ.61 રહેવાસી ગાંધીધામ 
(10 )ધમેન્દ્ર દોલત છાસટીયા ઉ.52 રહેવાસી આદિપુર 
(11 )દેવરાજ શંભુ ચાવડા ઉ.38 રહેવાસી મોડવદર તા,અંજાર 
(12)હરિ વાલજી આહિર ઉ.40 રહેવાસી આદિપુર
(13) સુરેશ ભીખા આહિર ઉ.42 રહેવાસી આદિપુર 
(14) સામજી સવા આહિર ઉ.56 રહેવાસી ગોપાલનગર ટપ્પર,તા અંજાર 
(15 )સામજી મહાદેવા બબા ઉ.40 રહેવાસી આદિપુર 

ઝડપાયેલા તમામ આરોપીઓની હાલ બોર્ડર રેન્જ આર.આર.સેલે જુગારધારા હેઠળ ધરપકડ કરી છે. અને તેમના વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. જો કે એક સમયે જુગારધામમાં પ્રતિષ્ઠીત વ્યક્તિઓ ઝડપાયાના સમાચારને પગલે અન્ય મોટામાથાઓ પણ જુગાર સ્થળે અને પોલિસ સ્ટેશન દોડી આવ્યા હતા. અને લાગવગનો દોર પણ શરૂ થયો હતો. પરંતુ પોલિસ અડગ હતી અને કાર્યવાહી પુર્ણ કરી હાલ તમામ વિરૂધ વધુ તપાસ શરૂ કરી છે. ઝડપાયેલા વેપારી ઉદ્યોગપતીની ચોક્કસ ઓળખ અને તેના ઉદ્યોગીક એકમો અંગેની વિગતો બહાર આવી નથી. પરંતુ ઝડપાયેલા તમામ લોકો પુર્વ કચ્છમાં પ્રતિષ્ઠીત છાપ ધરાવતા વેપારી-ઉદ્યોગપતી છે.