કચ્છમાં હજુ ગઇકાલે ચિરઇ ,ભુજના કેરા અને રાપરના બાલાસર નજીક અકસ્માતોના કિસ્સા તાજા છે ત્યાં ભુજ નજીક પણ આજે એક અકસ્માતે તરૂણનો ભોગ લીધો છે. બનાવ આજે સાંજે ભુજના જયનગર રિંગરોડ પર બન્યો હતો જેમા બાઇક સવાર એક તરૂણને સારવાર મળે તે પહેલાજ મોત નીપજ્યુ હતુ તરૂણ બાઇક પર જઇ રહ્યો હતો ત્યારેજ તેને બાઇક પરથી કાબુ ગુમાવ્યો હતો અને સામેથી આવતી સ્વીફ્ટ કાર સાથે તેનો અકસ્માત થયો હતો. મૃતક કિશન પેથાભાઇ લોચા ઉ.16 મુળ ભચાઉનો રહેવાસી છે અને ભુજમાં હોસ્ટેલમાં રહી અભ્યાસ કરે છે. આજે સાંજે તે કોઇ કામસર જઇ રહ્યો હતો ત્યારેજ તેની બાઇકે કાબુ ગુમાવી કાર સાથે અકસ્માત કર્યો હતો જેમાં તેનુ મોત નીપજ્યુ હતુ. બનાવ સંદર્ભે ભુજ એ ડીવીઝન પોલિસે વધુ તપાસ હાથ ધરી છે. તો બીજી તરફ ગઇકાલે અકસ્માતોની વણજાર સર્જાઇ હતી. ભુજ તાલુકાના કેરા ગામે સર્જાયેલા અકસ્માતમા માતા-પુત્રીના મોત થયા હતા. તો બાલાસર પાસે ટ્રક અને ડમ્પર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં બન્ને ડ્રાઇવરના મોત થયા હતા. તો ચીરઇ પાસે પણ બાઇક સવારનુ અકસ્માતમા મોત થયુ હતુ આમ છેલ્લા 48 કલાકમા સર્જાયેલા અકસ્માતોમા કુલ 6 વ્યકિતએ પોતાના જીવ ગુમાવ્યા છે. અને અકસ્માતોની ઘટનાથી કચ્છમાં અરેરાટી ફેલાઇ છે.