અબડાસાના આરીખાણા ગામે એક વાડીમાં શંકાસ્પદ વ્યક્તિ છુપાયો હોવાની બાતમી આધારે તપાસ કરવા ગયેલી કોઠારા પોલિસની ટુકડી પર હુમલો કરવાના મામલે અંતે ખુંખાર લતીફ પોલિસની ગીરફ્તમા આવી ગયો છે. જો કે હજુ સુધી તેની સત્તાવાર ધરપકડ દેખાડાઇ નથી. પરંતુ પશ્ચિમ કચ્છની બે મહત્વની બ્રાન્ચના સયુક્ત ઓપરેશનમાં તે પોલિસના હાથે દુર્ગમ વિસ્તારમાંથી ઝડપાઇ ગયો હોવાનું આધારભૂત સુત્રોમાંથી જાણવા મળ્યું છે . જો કે તપાસના હિતમાં પોલિસે આ વાતને સમર્થન આપવાનો ઇન્કાર કર્યો હોય એવું જણાઈ રહ્યું છે . પરંતુ સુત્રો તરફથી મળેલી માહિતી મુજબ લતીફ હાલ પોલિસની ગીરફ્તમાં છે.
શુ હતો ઘટનાક્રમ?
26 તારીખે રાત્રે કોઠારા પોલિસને એક શંકાસ્પદ ગુન્હેગાર આરીખાણા ગામની સિમમાં આવેલી એક વાડીમાં છુપાયો હોવાની હકીકત મળી હતી જે આધારે કોઠારા પોલિસ ત્યાં તપાસ માટે ગઇ હતી દરમ્યાન ત્યા અન્ય કોઇ નહી પરંતુ અસંખ્ય ગુન્હાઓમાં સંડોવાયેલ આરોપી લતીફ નુરમામદ કકલ અને તેની પત્ની હતી. જેણે પોલિસ પર હુમલો કર્યો હતો. અને પોતાના પાસે રહેલા ઘાતક હથીયાર અને દેશી બંદુકથી પોલિસની હત્યાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. જે મામલે હુમલો કર્યા બાદ લતીફ ફરાર થઇ ગયો હતો. જ્યારે હુમલો કરનારની પત્ની પોલિસના હાથે ઝડપાઇ ગઇ હતી. ઘટનામાં એક પોલિસ કોન્સ્ટેબલને ઇજા પહોંચી હતી. લતીફ સામે તેના મિત્રની હત્યા સહિત પોલિસ પર હુમલો અને મારામારી લુંટ જેવા અંસખ્યા ગુન્હા નોંધાઇ ચુક્યા છે. જેમાં તે નાશતો ભાગતો હતો.
કઇ રીતે હાથ લાગ્યો લતીફ?
આ અંગે પોલિસે સત્તાવાર રીતે કંઈ કહેવાનો ઇન્કાર કર્યો છે. પરંતુ જો સુત્રોનુ માનીએ તો કોઠારા પોલિસ ઉપરાંત નખત્રાણા એ.એસ.પી રવી તેજા વાસમ સેટ્ટી આ અંગે તપાસ કરી રહ્યા હતા. અને તેમા પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને ભુજ સ્પેશીયલ ઓપરેશન ગ્રુપ પણ કામ કરી રહ્યુ હતુ. દરમ્યાન બન્ને એજન્સીએ આ મામલે એક સંયુક્ત ઓપરેશન હાથ ધર્યુ હતુ. જેમાં લતીફ ભુજ તાલુકાના જદુરા ગામના ડુંગરાળ વિસ્તારમાંથી મળી આવ્યો હોવાનુ સુત્રો તરફથી જાણવા મળી રહ્યુ છે.