ગુન્હેગાર ગમે તેટલો ખુંખાર અને ચપળ હોય અંતે તેની દોડ હમેંશા ચોક્કસ જગ્યાએ આવી અટકી જાય છે અને આવુજ થયુ લતીફના કિસ્સામાં લતીફ પોલિસ પર હુમલો કરી ભાગ્યો તો ખરો પરંતુ અંતે 3 દિવસની દોડ બાદ તે થાકી ગયો અને પોલિસે 7 કિ.મી સુધી દોડી તેને ઝડપી પાડ્યો જો કે ત્રણ દિવસ સુધી પોલિસે તેને દિવસ રાત શોધ્યો પરંતુ ભુખ્યા પેટે 3 દિવસ સુધી ખિસ્સામાં 100 રૂપીપા લઇ લતીફ અબડાસાથી ભુજ સુધી જ પહોંચી શક્યો જો કે અગાઉ પણ લતીફ અનેક ગુન્હાઓને અંજામ આપી પોલિસને દોડાવતો રહ્યો છે. પરંતુ પશ્ર્ચિમ કચ્છ પોલિસે સંયુક્ત ઓપરેશન હાથ ધરી તેને ઝડપી પાડ્યો જેમાં ભુજ SOG,LCB ના ઝાંબાજ જવાનો કાર્યવાહીમાં જોડાયા હતા.
લતીફના ખિસ્સામાં 100 રૂપીયા હતા પોલિસને કહ્યુ જમાડો સાહેબ
આમતો લતીફ પકડાયો અને તેના ગુન્હાહીત ઇતિહાસથી તો સૌ કોઇ વાકેફ છે. પરંતુ ખુંખાર આરોપીનુ પણ પેટ તો જવાબ આપે જ ને… લતીફ પોલિસ પર હુમલો કરી ભાગ્યો તો ખરો પરંતુ જ્યારે તે ભાગ્યો ત્યારે તેના ખિસ્સામાં માત્ર 100 રૂપીયા હતા. અબડાસાથી પગેપગે તે નિકળ્યો એક સ્થળે તે ટ્રકમા બેઠો અને ભુજના જદુરા સુધી પહોંચ્યો જો કે ત્રણ દિવસ સુધી લતીફ ખાલી પેટજ પોલિસથી ભાગતો રહ્યો.. તેથી જ્યારે પોલિસે તેને ઝડપ્યો અને પોલિસ સ્ટેશન લવાયો ત્યારે તેને કહ્યુ સાહેબ ભુખ લાગી છે. કાઇક જમવાનુ તો આપો.
ખુંખાર ગુન્હેગાર લતીફ ઘોડેસવારીનો શોખીન
લતીફનો ગુન્હાખોરીનો ઇતિહાસ તો જાણીતો છે પરંતુ લતીફ ઘોડેસવારીનો પણ શોખીન હતો ધંગ્ર નજીક યોજાયેલી પશુદોડમાં તેણે પોતાના અશ્ર્વ સાથે સ્પર્ધામાં ભાગ લઇ પહેલો નંબર મેળવ્યો હતો પરંતુ ઘોડાને કાબુમાં રાખનાર લતીફ પોતે ગુન્હાખોરીમાં બે લગામ બન્યો હતો જો કે હવે તેની પકડ પોલિસના હાથમાં આવી છે. અને હવે પછી તે બે લગામ નહી બને તે નક્કી છે.
પુર્વ કચ્છમાં અનેક ગુન્હાઓને અંજામ આપી ફરાર લતીફને એમજ હતુ કે પોલિસ તેને પકડી નહી શકે જો કે પોલિસ પકડથી બચવા તેણે હુમલો તો કર્યો પરંતુ 3 દિવસમાં પોલિસના હાથે તે ઝડપાઇ ગયો કદાચ લતીફનો કિસ્સો તેમની જેમ જ ગુન્હેગારીની દુનીયામાં દોડ લગાવતા અપરાધીઓ માટે શીખ સમાન છે. કેમકે ગુન્હેગાર ગમે તેટલુ દોડશે પરંતુ અંતે કાયદાના સંકજામાં તેને આવવુ જ પડશે ભલે એક સમયે તે બે ડગલા પોલિસથી આગળ નિકળશે પરંતુ અંતમાં ફરી તેને પોલિસની ગીરફ્તમાં આવવુજ પડશે.