Home Crime IG ની હેલ્પલાઇન શરૂ થતા બોર્ડર રેન્જ કન્ટ્રોલરૂમ એક્શનમાં : ભુજના 9...

IG ની હેલ્પલાઇન શરૂ થતા બોર્ડર રેન્જ કન્ટ્રોલરૂમ એક્શનમાં : ભુજના 9 વ્યાજખોર સામે એક જ ફોનથી ફરીયાદ

2913
SHARE
સમગ્ર રાજ્યમાં હાલ વ્યાજના વિષચક્રમાં અનેક લોકો ફસાયા હોવાના કિસ્સા અને ત્યાર બાદ પઠાણી ઉઘરાણી,મજબુર લેણદારના આપઘાતના કિસ્સા છાસવારે પ્રકાશમા આવી રહ્યા છે. અને તેના પર પોલિસ તવાઇ પણ બોલાવી રહી છે. જો કે કચ્છમાં પણ આ વ્યાજનું વિષચક્ર ખુબ મોટુ છે. અને છાસવારે પૈસા આપ્યા બાદ પઠાણી ઉઘરાણી અને ઊંચા દરના વ્યાજના મુદ્દે ધાકધમકી અને મારામારી સહિતના બનાવો પ્રકાશમા આવ્યા છે. હાલમાંજ ગાંધીધામની ફાઇનાન્સ પેઢી દ્વારા એક વેપારીના અપહરણની ઘટના તાજી જ છે. પરંતુ અહીં વાત કરવી છે. IG ડી.બી.વાઘેલાએ શરૂ કરેલા કન્ટ્રોલરૂમની અને શરૂ થયાની સાથે અસરકારક કામગીરીની બસ મહિલાએ એક ફોન કર્યો અને ભુજના અલગ-અલગ વિસ્તારોના પઠાણી ઉઘરાણી કરતા 9 વ્યાજખોર સામે ભુજ એ ડીવીઝન પોલિસ મથકમાં ફરીયાદ પણ નોંધાઇ ગઇ યુવકને 60 લાખની ઉઘરાણીના મુદ્દે 9 શખ્સો અવારનવાર હેરાન કરતા હતા અને તેના ત્રાસથી યુવક ગુમ થયો અને ત્યાર બાદ યુવકની માતાએ IG દ્વારા શરૂ કરાયેલી હેલ્પલાઇન પર ફોન કરીને ફરીયાદ કરી અને IGના આદેશ બાદ પોલિસે 9 શખ્સો સામે ફરીયાદ નોંધી તપાસ પણ શરૂ કરી દીધી.
આમતો છાસવારે સમાચાર માધ્યમોમાં આવા કિસ્સા સામે આવતા હોય છે. પરંતુ ક્યાકને ક્યાક તેની સામે પોલિસ કાર્યવાહી ન થતી હોવાની ઘટના પણ સામે રહે છે પરંતુ પ્રજાના હિતમા સારા ઉદ્દેશ માટે શરૂ કરાયેલા આઇ.જી બોર્ડર રેન્જના કન્ટ્રોલ રૂમ શરૂ થવાની સાથેજ મોટો ધડાકો કર્યો છે. મહાવીર નગરમાં રહેતી મહિલા ડોલરબેન હર્ષદરાય ત્રિવેદીએ રેન્જ IGની હેલ્પલાઇનના કન્ટ્રોલરૂમાં ફોન કરી વિગત આપી હતી કે તેના પુત્ર નરેન્દ્ર હર્ષદરાયને કેટલાક વ્યાજખોરો 60 લાખ રૂપીયાની ઉઘરાણી મામલે ધાકધમકી, તેમજ મિલ્કત પંચાવી પાડવાના કામ કરી રહ્યા છે બસ ગણતરીની કલાકોમાં રેપીડ રીસ્પોન્સ સેલ એક્ટીવ થયુ અને ભુજ એ ડીવીઝન પોલિસ મથકે 9 શખ્સો વિરૂધ્ધ ફરીયાદ નોંધાઇ ગઇ જેની તપાસ ભુજ એ ડીવીઝન પી.એસ.આઇને સોંપાઇ છે.
ફરીયાદમાં જણાવાયા મુજબ ડોલરબેનનો પુત્ર નરેન્દ્ર બેવરેજીસના વ્યવસાય સાથે સંકડાયેલો છે. અને તેણે ધંધાના ઉપયોગ માટે  (1)પ્રવિણસિંહ જામભા જાડેજા,(2)પુલીન વિજય ઠક્કર,(3)ભરત પ્રાગજી મોડ,(4)ગોપાલ વરસાણી,(5) ચંદ્રસિંહ જોરાવરસિંહ ઝાલા,(6)હિતેષ શાહ,(7)વિપુલ ભાટીયા,(8) હિરેન ભાવસાર,(9)ધમેન્દ્રસિંહ ભેરૂભા જાડેજા પાસેથી 60 લાખ રૂપીયા 20 ટકાના દરે વ્યાજે લીધા હતા. જો કે તેના બદલામાં આ શખ્સો ફરીયાદીના પુત્ર પાસેથી પૈસાની સાથે તેના ધંધાના સ્થળે જઇ ધાકધમકી પૈસાની ઉઘરાણી અને વાહનો જપ્ત સહિત મિલ્કત પંચાવી પાડવાના પ્રયાસો કરી રહ્યા છે. સતત ધાકધમકી અને વ્યાજની પઠાણી ઉઘરાણીના ત્રાસ બાદ નરેન્દ્ર લાપતા બન્યો છે પોલીસે ગુમ થનાર યુવકની માતાની ફરિયાદ લઈને 9 શખ્સો વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે જો કે આ તો માત્ર ફરીયાદ થઇ તે નામ છે. પરંતુ જો પોલિસ આ મામલે ઉંડી ઉતરે તો ભુજમા અનેક લોકો આવા વ્યાજખોરોના ત્રાસથી ત્રસ્ત હોવાનુ સામે આવે તેમ છે.અગાઉ પણ આવા કિસ્સાઓ બન્યા છે. અને ફરીયાદો પણ થઇ છે. પરંતુ મોટા માથાના કિસ્સામા ક્યારેક દબાઇને ફરીયાદ નથી થતી અને જો ફરીયાદ થાય છે તો કાર્યવાહીમાં વિલંબ થાય અથવા ફરિયાદીને પૂરતો સહયોગ ન મળે જો કે આઇ.જી બોર્ડર રેન્જે એક ફોનથી કરેલી આ ધાક બેસાડતી કામગીરીથી કન્ટ્રોલરૂમની શરૂઆત સાર્થક થતી દેખાઇ રહી છે. જો કે ફરીયાદની સાથે રાજકોટ સુરત જેવા મેટ્રો શહેરોની જેમ પોલિસ આવા વ્યાજખોરો ઉપરપણ તવાઇ બોલાવે તો અનેકના બરબાદ થયેલા ઘર બચી શકે તેમ છે.