ભુજની ભાગોળે આજથી સાત મહિના પહેલા પોતાની ગાડીથી અકસ્માત સર્જી નાસી જનાર ઇકબાલ કાસમ નોડે 7 મહિના બાદ પેરોલ ફર્લો સ્ક્વોડના હાથે ઝડપાઇ ગયો છે. સામાન્ય રીતે આવા કિસ્સાઓમાં લાંબા સમય સુધી આરોપીઓ ઝડપાતા નથી. પરંતુ અકસ્માત બાદ નાસી ગયેલા ઇકબાલની શોધ માટે પેરલો ફર્લો સ્ક્વોડને પણ જાણ કરાઇ હતી. જે આધારે આજે નાગોર રોડ પર વોચ ગોઠવી પેરોલ ફર્લો ક્વોડે તેને ઝડપી પાડ્યો છે. સાત માસ પહેલા ભુજ બી-ડીવીઝન પોલિસની હદ્દમાં ઇકબાલે પોતાના મોપેડ નંબર-GJ-12-DC-1177 થી અકસ્માત સર્જયો હતો અને ત્યાર બાદ તે નાસી ગયો હતો બનાવ સંદર્ભે વાહનચાલક વિરૂધ્ધ બેદરકારીથી વાહન ચલાવવા સહિતની કલમો તળે ફરીયાદ દાખલ થઇ હતી જે બાબતે તપાસ કરતા આ વાહન ઇકબાલ કાસમ નાડે ચલાવતો હોવાનુ ખુલ્યુ હતુ પરંતુ તે લાંબા સમયથી ફરાર હોઇ આજે 7 માસ બાદ પેરોલ ફર્લો સ્ક્વોડના હાથે ઝડપાઇ ગયો છે જેને વધુ તપાસ માટે બી-ડીવીઝન પોલિસ મથકે સુપ્રત કરવામાં આવ્યો છે.