Home Crime લ્યો બોલો આડેસર વનવિભાગની કચેરીમાંથી બોલેરો કાર ગુમ થઇ ગઇ: પોલિસની નાકાબંધી 

લ્યો બોલો આડેસર વનવિભાગની કચેરીમાંથી બોલેરો કાર ગુમ થઇ ગઇ: પોલિસની નાકાબંધી 

2836
SHARE
આમતો સરકારી કચેરીમાંથી ચોરીની ઘટના એ કોઇ નવી ઘટના નથી અને અનેકવાર આવા કિસ્સા પ્રકાશીત થતા હોય છે પરંતુ સરકારી કચેરીમાંથી કોઇ સરકારી કાર ચોરી કરી જાય તો આમતો એવા કિસ્સા અગાઉ કચ્છમાં બની ચુક્યા છે કે સરકારી કચેરીમાંથી કોઇ વ્યક્તિનુ વાહન ચોરાયુ હોય પરંતુ આવુ ભાગ્યેજ થતુ હોય કે સરકારી કચેરીમાંથી સરકારી વાહન ચોરાઇ ગયુ હોય પરંતુ આવી ઘટના બની છે આડેસર વનવિભાગની કચેરીમાં બન્યુ એવુ કે રોજના નિયમ મુજબ વનવિભાગની સરકારી બોલેરો કાર GJ 01 GA 0458 કચેરી કમ્પાઉન્ડમાં પાર્ક કરેલી હતી પરંતુ અચાનક તે કચેરીમાંથી ગુમ થતા દોડધામ મચી ગઇ હતી પહેલા તો વનવિભાગે આસપાસના વિસ્તાર અને ઝાંડીઓમાં તેની શોધખોળ કરી હતી પરંતુ તે ન મળતા આડેસર પોલિસને આ અંગે જાણ કરાઇ હતી જો કે હજુ સત્તાવાર રીતે આ મામલે પોલિસ ફરીયાદ નોંધાઇ નથી પરંતુ આડેસર પોલિસ મથકના પી.એસ.આઇ પરમારનો સંપર્ક કરતા તેઓએ કાર ગુમ થઇ હોવાની વાતને સમર્થન આપ્યુ હતુ સાથે જણાવ્યુ હતુ કે આડેસર અને તેની આસપાસની ચેકપોસ્ટ અને મહત્વના સ્થળો પર હાલ ચેકીંગ અને શોધખોળ ચાલુ છે આશા છે ગુમ થયેલી કાર મળી જાય નહી તો વનવિભાગની ફરીયાદ નોંધી પોલિસ વધુ તપાસ હાથ ધરશે જો કે પ્રાથમીક અનુમાન એવુ છે કે કોઇએ ટીખળ ખાતર પણ આવી હરકત કરી હોય તેથી શોધખોળ દરમ્યાન ગુમ બોલેરો કાર મળી આવે..જો કે સરકારી કચેરીમાંથી સરકારી વાહન ગુમ થઇ જવાની ઘટનાથી ખુદ વનવિભાગના ઉચ્ચ અધિકારીઓ અંચબીત થઇ ગયા હતા હાલ વનવિભાગ અને પોલિસે ગુમ બોલેરો કાર શોધવામાં કામે લાગી છે.