ભુજ તાલુકાના મખણા ગામને અડીનેજ આવેલા સંત લાલબાપુ આશ્રમમાં બંધ ઓરડીમાંથી એક યુવકની ઇજાગ્રસ્ત હાલતમાં મળેલી લાશે અનેક રહસ્ય સર્જયા છે. આમતો ઓરડી બંધ હોવાથી પોલિસે પ્રાથમીક રીતે અકસ્માત મોતનો ગુન્હો નોંધ્યો છે પરંતુ શંકા એવી પણ છે કે હત્યા કર્યા બાદ બનાવને આત્મહત્યામાં ખપાવવા માટેના પ્રયત્નો થયા હોય આશ્રમના મંહત પચાણનાથ બાપુ અને આશ્રમમાં કામ કરતા અન્ય મહિલા તથા પુરૂષો હાલ શંકાના દાયરામાં છે અને પોલિસે તેના પરિવારને લાશનો કબ્જો સોપવા સાથે આશ્રમના લોકોની પુછપરછ શરૂ કરી છે આસપાસના ગામોમાં પ્રચતીલ એવા આ સ્થળ પર આવી ઘટના બનતા લોકોના મોટા ટોળા ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તો બીજી તરફ નખત્રાણાના એ.એ.પી સહિત ભુજ ડી.વાય.એસ.પી અને પોલિસવડાએ પણ ઘટના સ્થળે જાત તપાસ કરી બનાવના રહસ્ય પરથી પરદો ઉંચકવા અનુભવ અને તર્ક લગાવ્યા હતા જે મામલે માનકુવા પોલિસ હવે આગળની તપાસ હાથ ધરશે.
યુવક ગઇકાલે આવ્યો રાત રોકાણો અને સવારે લાશ મળી
મૃતક યુવક ધર્મેશ સાજણ રબારી મુળ વાગડ વિસ્તારનો રહેવાસી છે અને છેલ્લા થોડા સમયથી ડાકડાઇ નજીક પાંજરાપોળમાં વસવાટ કરે છે ગઇકાલે અચાનક સાંજે તે મખણા ગામે આશ્રમમા આવ્યો હતો અને ત્યા ભોજન પણ ગ્રહણ કર્યુ હતુ
અને ત્યાજ બાપુના આશ્રમમાં સુઇ રહ્યો હતો જો કે રાત્રે બાંકડા પર સુતેલો ધર્મેશ સવારે નીચે સુતો હતો અને ત્યાર બાદ અચાનક તે ગુમ થઇ ગયો હતો લાંબી શોધખોળ બાદ ધુણા નજીક આવેલી ઓરડીનો દરવાજો ન ખુલતા ત્યા આવતા લોકોએ પોલિસને જાણ કરી હતી જેથી માનકુવા પોલિસ ઘટના સ્થળે પહોંચી હતી અને એફ.એસ.એલ અને ડોગ સ્ક્વોડ સહિત મંહત સહિતના લોકોની પુછપરછ કરી હતી.
કઇ કઇ વસ્તુઓ શંકા પ્રેરે છે?
ઘટના સ્થળેથી પ્રાપ્ત માહિતી મુજબ પોલિસ માને છે કે પ્રાથમીક રીતે રૂમ બંધ હોવાથી આત્મહત્યાની શક્યતા વધુ છે પરંતુ જે રીતે રૂમની ઉપર નળીયા હોવાથી શક્યતા એવી પણ છે કે કોઇએ હત્યા કર્યા બાદ અંદરથી દરવાજો બંધ પણ કર્યો હોઇ શકે બીજી શંકા એ પ્રેરે છે કે યુવકને પેટ અને ગળા બન્ને જગ્યાએ ઇજાના નિશાન છે આપઘાત કરનાર આવુ કરે તેવી શક્યતા ઓછી છે ડોગ સ્ક્વોડની જ્યારે મદદ લેવાઇ ત્યારે જે હથિયારથી તે ઇજાગ્રસ્ત થયો છે તે સુંઘ્યા બાદ ડોગ સીધો મહંતના રૂમની અંદર ગયો હતો
તો રૂમની અંદરની વ્યવસ્થા અને ત્યાની સ્થિતી પણ આત્મહત્યાની ઘટના કરતા કઇક જુદુ થયુ હોવા તરફ પોલિસની શંકાને લઇ જાય છે જેથી પોલિસે ટેકનોલોજી સાથે આગવી ઢબે આ કેસને ઉકેલવાનો પ્રયત્ન શરૂ કર્યો છે.
ફરતારામ એવા યુવકની સગાઇ થયા બાદ તુટી છે અને એકલવાયુ જીવન જીવી તે અલગઅલગ જગ્યાએ ફરતો રહેતો જો કે આજે તેની રહસ્યમય લાશે સમગ્ર પશ્ર્ચિમ કચ્છ પોલિસને દોડતી કરી હતી જો કે હાલ અકસ્માત મોતની ઘટના સાથે પોલિસે તપાસ શરૂ કરી છે પરંતુ નજીકના સમયમાં આ કેસમાં નવો વઁણાક આવે તેવી પુરી શક્યતા છે જો કે ધાર્મીક સ્થાન પર બનેલી આ ઘટનાને પગલે આસપાસના અનેક લોકો આશ્રમ ખાતે દોડી આવ્યા હતા તો આસ્થા ધરાવતા વર્ગમા પણ આ ઘટનાને લઇને ચર્ચા હતી જો કે હવે જોવુ એ રહ્યુ કે પોલિસ તપાસમાં આ કેસમાં શુ સામે આવે છે. ?