હજુ અબડાસાના આરીખાણા વિસ્તારમા ગયેલી કોઠારા પોલિસ પર હુમલાની ઘટના તાજી છે ત્યા આજે જુગાર પકડવા ગયેલી પશ્ચિમ કચ્છ પોલિસ પર હુમલાની ઘટના બની છે જુગાર પકડવા સુમરાસર ગામે ગયેલી બી-ડીવીઝન પોલિસના એક કોન્સ્ટેબલ પર જુગાર રમી રહેલા પિતા-પુત્રએ હુમલો કર્યો હતો અને ઝપાઝપી કરી પોલિસની બોચી પણ પકડી હતી થયુ એવુ હતુ કે ભુજ તાલુકાના સુમરાસર ગામ નજીક બાવળની જાળીમા કેટલાક શખ્સો જુગાર રમતા હોવાની બાતમીના આધારે પોલિસ અધિકારીઓ અને સ્ટાફ જુગારના દરોડા માટે ગઇ હતી જેમાં પોલિસે હાથ ધરેલી જુગારની કાર્યવાહી દરમ્યાન ઉશ્કેરાઇ ગયેલા હરીભાઇ વેલજી ચાડ અને તેના પુત્ર સંદિપ હરીભાઇ ચાડે પોલિસને પડકાર ફેંક્યો હતો અને અહી જુગાર પકડવા કેમ આવ્યા છો તેવુ કહી પોલિસ કોન્સ્ટેબલ નિલેશભાઇ રાડા સાથે ઝપાઝપી કરી હુમલાનો પ્રયાસ કર્યો હતો જો કે જુગાર દરમ્યાન પિતા-પુત્ર સાથે 7 જુગારીઓ દરોડા દરમ્યાન પકડાઇ ગયા હતા જેની પોલિસે ધરપકડ કરી છે જેમા હરીભાઇ અને સંદિપ સહિત કાનજી ભચુ ચાડ,વેલુભા ખાનજી જાડેજા,કાનજી રામજી કોલી,બન્નેસિંગ શીવુભા જાડેજા,અભેરાજસિંહ ખાનજી જાડેજા પકડાઇ ગયા હતા જો કે પોલિસે હાલ જુગારધારા હેઠળ તમામની ધરપકડ કરી છે. અને હરી ચાડ અને તેના પુત્ર વિરૂધ્ધ ફરજમા રૂકાવટ સાથે પોલિસ પર હુમલા સહિતની કલમો તળે ફરીયાદ નોંધી બી ડીવીઝન આગળની તપાસ શરૂ કરી છે. જેમા જુગારધારા બાદ પોલિસ ફરજ રૂકાવટ અને પિતા-પુત્રના પોલિસ પર હુમલાના કેસમાં અલગથી કાર્યવાહી કરશે જો કે લતીફના હુમલા બાદ ફરી જુગારના દરોડામા જુગારીઓ પોલિસ સામે થતા પોલિસની ધાક સામે સવાલો ઉભા થયા હતા. જો કે પોલિસે ત્વરીત કાર્યવાહી સાથે પિતા-પુત્રને કાયદાનો પરચો આપ્યો હતો.