ચુંટણી અને રેતીની લીઝ જેવા અનેક મુદ્દે ભુજ તાલુકાના હબાય ગામે બે જુથ્થો વચ્ચે ચાલતા વિખવાદે આજે હિંસક સ્વરૂપ લીધુ હતુ અને હબાય ગામનાજ બે જુથ્થો ઘાતક હથિયારો સાથે ભુજના માધાપર નજીક સામેસામે આવી ગયા હતા બપોરે બનેલી ઘટનામાં કરૂણ વંણાક બપોર બાદ આવ્યો હતો જ્યારે હિસંક મારામારીમાં ઘવાયેલા એક યુવાનનુ સારવાર દરમ્યાન મોત થયુ હતુ. ઘટનામા બન્ને પક્ષે 8 લોકોને ઇજા પહોંચી છે જેઓ ભુજની અલગ અલગ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે તો હત્યા નીપજાવનાર જુથ્થના બે વ્યક્તિઓ હોસ્પિટલમાં દાખલ થયા બાદ ત્યાથી પલાયન થઇ ગયા છે જો કે પોલિસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે ધસી ગયા હતા અને બનાવની ફરીયાદ નોંધવા સાથે ગામમાં શાંતી જળવાઇ રહે તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે.
12 મહિનાથી બન્ને જુથ્થો લડવાના મુડમાં હતા ?
પોલિસ તરફથી પ્રાપ્ત માહિતી મુજબ આ બન્ને જુથ્થ વચ્ચે આમતો ચુંટણી સમયથી મનદુખ ચાલ્યુ આવે છે અને તેમા રેતીની લીઝ મુદ્દે પણ થોડા સમય પહેલા ઝધડો થયો હતો જે મામલે જનમાષ્ટ્મીના દિવસે પણ બન્ને જુથ્થોની આંખ લડી હતી પરંતુ મામલો શાંત થઇ ગયો હતો પરંતુ આજે માધાપર નળ વાળા સર્કલ નજીક આ બન્ને જુથ્થો સામે આવી ગયા હતા જેમાં એક જુથના પાંચ વ્યક્તિ જ્યારે બીજા જુથ્થના ત્રણ વ્યક્તિઓને ઇજા પહોંચી હતી હાલ પાંચ વ્યક્તિ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે ઘટનામા હરિ લખમણ કેસરીયા ઉ.42 નુ મોત થયુ છે જ્યારે તેમના પક્ષના પ્રેમજી લખમણ કેસરીયા, હરી હમીર,પ્રેમજી ધનજી, અને હમીર ગોપાલને ઇજા પહોંચી છે તો બીજી તરફ સામે પક્ષે એક હત્યા કરનાર ભુજની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
ગામ અને હોસ્પિટલમાં પોલિસ તૈનાત બી ડીવીઝનમાં હત્યાની ફરીયાદ
સુત્રો તરફથી પ્રાપ્ત માહિતી મુજબ હબાય ગામના આ બે જુથ્થો વચ્ચે થયેલી મારામારીની ઘટના આમતો લાંબા સમયથી ચાલતા મનદુખ આધારીત છે પરંતુ હત્યાના ચોક્કસ કારણ સહિત હત્યામાં કોણકોણ સામેલ છે તે સહિતની તપાસ બી ડીવીઝન પોલિસે શરૂ કરી છે જો કે ઘટનાના પગલે આહિર સમાજના આગેવાનો હોસ્પિટલ દોડી આવ્યા હતા તો બીજી તરફ હોસ્પિટલમાં પોલિસે ચુંસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે જેથી આરોપી ફરાર ન થઇ જાય તો ગામમા પણ કોઇ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલિસે બંદોબસ્ત ગોઠવ્યો છે સુત્રો તરફથી પ્રાપ્ત માહિતી મુજબ મરનાર અને મારનાર બન્ને કૌટુબીક સંબધી પણ થાય છે જો કે તપાસમા વ્યસ્ત પોલિસે આ અંગે વધુ વિગતો આપવાનુ ટાળ્યુ હતુ પરંતુ આ મામલે મોહન હરી,હરિ કાના, દામજી ભચા સહિત અન્ય એક વ્યક્તિ વિરૂધ્ધ હત્યા સહિતની કલમો તળે ફરીયાદ નોંધવાની પોલિસે તજવીજ હાથ ધરી છે.