કચ્છ બોર્ડર વિસ્તાર હોવાથી ચોક્કસ વિસ્તારોમાં દેશની સુરક્ષાની ગુપ્તતા જાળવવા માટે કેટલાક વિસ્તારોને પ્રતિબંધીત જાહેર કરાયા છે પરંતુ ક્યારેક ચોક્કસ ઇરાદા સાથે તો ક્યારેક જાણકારીના અભાવે લોકો સુરક્ષાને બાજુ રાખી તેની ગુપ્તતા ભુલી જતા હોય છે નારાયણ સરોવરમાં આવી જ પ્રતિબંધીત જગ્યા પર પ્રાન્ધોના એક યુવાનને વીડીયોગ્રાફી કરવી ભારે પડી છે નારાયણ સરોવર પોલિસે યુવાન સામે આ મામલે પોલિસ ફરીયાદ દાખલ કરી તેની અટકાયત કરી છે બનાવ કઇક એવો બન્યો હતો કે તારીખ 9 સ્પ્ટેમ્બરના સતીષસિંહ કરશનજી ચૌહાણ રહે.પ્રાન્ધો લખપત વાળો ચારિત્ર્ય સર્ટીફીકેટ લેવા માટે નારાયણ સરોવર પોલિસ મથકો ગયો હતો જો કે પોતાના કામ સિવાય તે અચાનક એલ.આઇ.બી ઓફીસ નજીક પહોંચ્યો હતો અને ત્યાના પ્રતિબંધીત જગ્યાઓનુ શુટીંગ કરવા લાગ્યો હતો જેથી પોલિસે તેને અટકાવી તેના મોબાઇલ ફોન સહિતની વસ્તુઓની ચકાસણી કરી હતી. અને તેના વિરૂધ્ધ ઇન્ફોર્મેશન ટેકોનોલોજી અધિનીયમ 2000 ની કલમ 72 તથા 84(સી) તથા સત્તાવાર રહસ્યની કલમ 7 મુજબ ફરીયાદ નોંધી આગળની તપાસ શરૂ કરી છે પરવાનગી વગર ઘુસી ગયેલા યુવાને વીડીયોગ્રાફી કરતા એક સમયે ફરજ પરના પોલિસ જવાનો પણ ડઘાઇ ગયા હતા અને ત્યારબાદ કોન્સ્ટેબલ કરણકુમાર ચાંગેલાની ફરીયાદ લઇ પ્રતિબંધીત વિસ્તારની વિડીયોગ્રાફી કરી વાયરલ અથવા કોઇને આપવાના ઉદ્દેશ સાથે કરી હોવાની શંકાએ પોલિસે તપાસ શરૂ કરી છે અને યોગ્ય કાર્યવાહી બાદ ધોરણસર કામગીરી પ્રાન્ધોના સષીતસિંહ સામે કરાશે એવું પોલીસે જણાવ્યું હતું.