Home Current પોલિસે રાપર તાલુકા પંચાયત પ્રમુખની કારમાંથી બ્લેક ફિલ્મ દુર કરી કાયદો સમજાવ્યો

પોલિસે રાપર તાલુકા પંચાયત પ્રમુખની કારમાંથી બ્લેક ફિલ્મ દુર કરી કાયદો સમજાવ્યો

6577
SHARE
હેલ્મેટ પહેરવુ ટ્રાફીક નિયમોનુ પાલન કરવુ આવી ટ્રાફીક ડ્રાઇવ અને ઝુંબેશ તો પોલિસના વિવિધ વિભાગો સંમયાતરે રાખે છે પરંતુ જ્યારે મોટા માથાઓને આ નિયમોનુ ભંગ કરતા ખુલ્લેઆમ જોઇએ ત્યારે ચોક્કસ સવાલ થાય કે શુ કાયદો મોટામાથાઓ માટે નથી? પરંતુ રાપર પોલિસે જાહેર રસ્તા પર તાલુકા પંચાયત પ્રમુખની ગાડીમાં લાગેલી બ્લેક ફિલ્મ ઉતારી તેને કાયદાનો પરચો આપ્યો હતો આમતો છેલ્લા એક સપ્તાહથી રાપર પોલિસ ટ્રાફીક નિયમન અને અવેરનેશ માટે કાર્યવાહી કરી રહી છે ત્યારે આજે પણ પોલિસે દ્વારા એક ખાસ ડ્રાઇવ યોજી બ્લેક ફિલ્મ સાથે વાહન અધિનીયમનો ભંગ કરતા લોકો પર તવાઇ બોલાવાઇ હતી અને અનેક કારમાંથી બ્લેક ફિલ્મ દુર કરવા સાથે વાહનચાલકોની તપાસ કરાઈ રહી હતી અને ત્યાજ ત્યાથી રાપર તાલુકા પંચાયત ભાજપના પ્રમુખ હરખીબેન વાઘાણીની ગાડી પસાર થઇ હતી અને પોલિસે તેને અટકાવી હતી જો કે નવાઇ વચ્ચે તેમની કારના કાંચમાં પણ બ્લેક ફિલ્મ નિયમ વિરૂધ્ધ લાગી હોવાનુ ધ્યાને આવ્યુ હતુ અને પોલિસે એક સમયનો પણ વિચાર કર્યા વગર તેની કારમાંથી બ્લેક ફિલ્મ દુર કરી જો કે નવાઇ વચ્ચે આ તમામ કાર્યવાહી પોલિસે રાપરની ભર બઝાર કરી હતી અને પોલિસની આ કાર્યવાહીથી લોકો પણ આશ્ર્ચર્યમાં મુકાયા હતા જો કે જ્યારે તાલુકા પંચાયત પ્રમુખની કારમાંથી આ બ્લેક ફિલ્મ ઉતારતા લોકોએ જોયુ ત્યારે ચોક્કસ થયુ હશે વાહ…કાયદો તો બધા માટે સરખો છે જો કે પોલિસ કાર્યવાહી દરમ્યાન પ્રમુખ કારમા સવાર ન હોવાનુ પ્રાથમીક રીતે સામે આવ્યુ છે અને કારમાં સવાર તેમના પતિએ પોલિસ પર રોફ જમાવવાનો પ્રયત્ન પણ કર્યો હતો જો કે રાપરના પી.આઇ આર.એલ.રાઠોડની દોરવણી હેઠળ પોલિસની વિવિધ ટીમે રાપરના અલગઅગલ વિસ્તારોમા આવી કાર્યવાહી કરી હતી અને પોલિસ,રાજકીય નેતા અને આમ નાગરીકો તમામ સામે કાયદાની સમાન કામગીરી કરી હતી.