પટ્રોલ-ડીઝલના સતત વધી રહેલા ભાવોની અસર આમ નાગરીકના જનજીવન પર પડી રહી છે ત્યારે આજે વિપક્ષી દળો અને કોગ્રેસે તેના વિરોધમાં ભારત બંધનુ એલાન આપ્યુ હતુ જો કે ગુજરાત સિવાયના રાજ્યોમાં બંધની અસર જોવા મળી હતી પરંતુ ગુજરાતના ચોક્કસ વિસ્તારો સિવાય ક્યાંક બંધને સફળ બનાવવામાં કોગ્રેસ સફળ રહી નહોતી .કચ્છમા પણ કોગ્રેસે બંધને સફળ બનાવવા માટેના પ્રયત્નો કર્યા હતા બંધ કરવાની અપિલ અને ક્યાંક બળજબરી કરવાનો પ્રયાસ કરી રહેલા કોગ્રેસના પ્રમુખ સહિતના અનેક હોદ્દેદારો અને કાર્યક્રરોની કચ્છમાં ઠેરઠેર અટકાયત પોલિસ દ્વારા કરવામાં આવી હતી. જો કે ચોક્કસ વિસ્તારોમાં બંધને સમર્થન મળ્યાના કોગ્રેસે દાવા કર્યા છે. પરંતુ એકલદોકલ વિસ્તારમાં થોડા સમય માટે દુકાન બંધ રહ્યા સિવાય ક્યાંય કચ્છમાં બંધની અસર જોવા મળી નથી આમતો પોલિસે પહેલાથીજ આયોજન સાથે ચુંસ્ત બંદોબસ્ત અને કોગ્રેસી કાર્યકરો પર નજર રાખી હતી અને બંધ કરવા નિકળેલા કોગ્રેસીઓની અટકાયત સાથે ક્યાંય પણ કાયદો વ્યવસ્થા જોખમાય તેવી સ્થિતી નિર્માણ થવા દીધી ન હતી.
ભુજ,મુ્ન્દ્રા,રાપર,ગાંધીધામ,અંજાર,નખત્રાણામાં કોગ્રેસીઓ રસ્તા પર ઉતર્યા
આજે ભારતબંધના એલાન પહેલાજ કોગ્રેસે સોશીયલ મિડીયા સહિતના માધ્યમો થકી લોકોને બંધમાં જોડાવા માટે અપિલ કરી હતી. પરંતુ આજ સવારથીજ બઝારો ખુલતા કોગ્રેસના કાર્યક્રરો બંધને સફળ બનાવવા માટે રસ્તા પર ઉતર્યા હતા જો કે ગાંધીધામની કેટલીક દુકાનો અને સ્કુલોએ સ્વેચ્છાએ બંધ પાડ્યો હોવાનો કોગ્રેસે દાવો કર્યો હતો પરંતુ તે સિવાયના વિસ્તારમાં લાંબા સમય સુધી દુકાનો બંધ રહી ન હતી.
-ભુજના વાણીયાવાડ,બસ સ્ટેશન વિસ્તારમાં કોગ્રેસના પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા,આદમ ચાકી,નરેશ મહેશ્વરી ,રાજેન્દ્રસિંહ જાડેજા,મુસ્તાક હિંગોરજા,ગની કુંભાર ઘનશ્યામસિંહ ભાટ્ટી,રફીક મારા સહિતના કોગ્રેસી કાર્યકરો બંધ કરાવવા માટે રસ્તા પર ઉતર્યા હતા. પરંતુ પોલિસે 40થી વધુ કાર્યક્રરોની અટકાયત કરી હતી અને પોલિસ તાલિમ ભવન ખાતે લઇ જવાયા હતા.
-મુન્દ્રાની બઝારમાં સલિમ જત,કિંશોર પીંગોલ સહિતના કોગ્રેસી આગેવાનો પણ ભારત બંધના એલાનને પગલે બઝાર બંધ કરવાની અપિલ સાથે નિકળ્યા હતા. પંરતુ પોલિસે ચુંસ્ત બંદોબસ્ત સાથે બંધ કરાવી રહેલા કોગ્રેસી કાર્યક્રરોની અટકાયત કરી હતી અને તમામને મુન્દ્રા પોલિસ મથકે અટકાયતી પગલા સાથે લઇ લઇ જવાયા હતા.
-અંજાર ગાંધીધામમાં જુમ્મા રાયમા,સમિપ જોષી,તુલસી સુઝાન સહિતના કોગ્રેસી આગેવાનો સવારથીજ બઝારમાં ઉતર્યા હતા અને બંધ કરવાના પ્રયાસો કર્યા હતા જો કે કેટલીક જગ્યાએ સંબધ અને ક્યાંકના નુકશાનીના ભયે થોડા સમય માટે વેપારીઓએ બંધ પાડી દુકાન બંધ કરી હતી પરંતુ થોડા સમયમાંજ પોલિસે કોગ્રેસના 60થી વધુ કાર્યક્રરોની અટકાયત કરી મામલો થાડે પાડી જનજીવન સામાન્ય કર્યુ હતુ.
-નખત્રાણા-લખપત તેમજ રાપરમાં બંધની અસર જોવા મળી ન હતી પરંતુ નખત્રાણામાં ધારાસભ્યએ કોગ્રેસી કાર્યક્રરો સાથે રેલી યોજી પેટ્રોલ-ડીઝલના સતત વધતા ભાવોનો વિરોધ કર્યો હતો અને સૂત્રોચ્ચાર બેનર સાથે રેલી નખત્રાણાં ફરી હતી. જેમા અનેક કોગ્રેસી કાર્યક્રરો જોડાયા હતા તો રાપરમાં પણ બંધને સમર્થન અપાવવા ધારાસભ્ય સંતોકબેન આરેઠીયા સહિત કોગ્રેસી કાર્યકરો રસ્તા પર ઉતર્યા હતા પરંતુ પોલિસે કેટલાકની અટકાયત કરતા ફરી જનજીવન રાબેતા મુજબનુ થયુ હતુ.
ચોક્કસ કોગ્રેસનો મુદ્દો કદાચ સાચો હશે અને સતત વધતા ભાવની અસર સામાન્ય જનજીવન અને તેના બજેટ પર પડી રહી છે પરંતુ આજે ભાજપના ગઢ ગણાતા ગુજરાત અને ખાસ કરીને કચ્છમાં કોગ્રેસને બંધ મુદ્દે જન સમર્થન મળ્યુ ન હતુ. અને લોકોએ સાચા મુદ્દે પણ કોગ્રેસના રાજકીય વિરોધને જાકારો આપ્યો હતો જો કે કોગ્રેસી કાર્યક્રરોને બંધ મુદ્દે કાયદાકીય પ્રક્રિયાનો સામનો કરવો પડ્યો હતો. અને સમગ્ર કચ્છમાં 200થી વધુ કોંગ્રેસી આગેવાનો અને કાર્યકરોની પોલિસે અટકાયત કરી હતી.