Home Crime મુન્દ્રામા રેતીચોરીનુ ધમધમતુ કારસ્તાન LCB એ ઝડપ્યુ 32.21 લાખના મુદ્દામાલ સાથે 10...

મુન્દ્રામા રેતીચોરીનુ ધમધમતુ કારસ્તાન LCB એ ઝડપ્યુ 32.21 લાખના મુદ્દામાલ સાથે 10 ઝડપાયા 

2176
SHARE
એક તરફ કચ્છમા ખાણખનીજ વિભાગ અને પોલિસ કચ્છમાં થતી બેફામ ચોરી મામલે ચર્ચામા છે તે વચ્ચે આજે પશ્ર્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચે મુન્દ્રાના કપાયા ગામની ભુખી નદીના પટમાં થતી ગેરકાયેદસર રેતી ચોરી પર તવાઇ બોલાવી હતી અને રેતીચોરીના વિવિધ સાધનો સાથે 10 ઇસોમોની પોલિસે અટકી કરી મુન્દ્રા પોલિસને હવાલે કર્યા છે પોલિસે જ્યારે રેડ કરી ત્યારે લોડર ડમ્પર અને ટ્રેકટરની મદદથી ગેરકાયેદસર રેતી ચોરીનો ધમધમાટ ચાલુ હતો અને પોલિસે પુછપરછ કરતા ચદ્રસિંહ વિરમજી જાડેજાની આગેવાની હેઠળ ત્યા રેતી ચોરી થઇ રહી હતી જેથી એલ.સી.બી.એ તમામ મુદ્દામાલ સાથે 10 શખ્સોની ધરપકડ કરી હતી લોકલ ક્રાઇમ બ્રાન્ચે લોડર ડમ્પર,ટ્રેકટર સહિત 32.21 લાખનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો હતો જેમાં 9 વાહનો મોબાઇલનો સમાવેશ થાય છે ઝડપાયેલા તમામ શખ્સોને મુન્દ્રા પોલિસના હવાલે વધુ તપાસ માટે સોંપાયા છે પોલિસે 41(1) ડી મુજબ કાર્યવાહી કરી સી.આર.પી.સી.102 મુજબ મુદ્દામાલ કબ્જે કર્યો છે જો કે છેલ્લા ઘણા સમયથી જે રીતે કચ્છમાં થઇ રહેલી બેફામ ખનીજ ચોરીના મુદ્દે પોલિસ અને ખાણખનીજ પર આક્ષેપો થઇ રહ્યા છે તે વચ્ચે પોલિસે કાર્યવાહી કરી ખનીજચોરો પર તવાઇનો મેસેજ આપ્યો છે.

ઝડપાયેલા આરોપીઓના નામ 

(૧)વિનોદ દામજી ધુવા,ઉ.વ.ર૩,રહે.મંગરા,(ર)રવિ હીરજી મહેશ્વરી,ઉ.વ.ર૧,રહે.મંગરા,(૩)તોસીફ ગુલમામદ તુર્ક,ઉ.વ. ૧૮,રહે.સાડાઉ, (૪)શંકર  કાનજી ધેડા,ઉ.વ.૩ર,રહે.મોટા કપાયા, (પ) હનીફ દાઉદ સાંધ,ઉ.વ.ર૦,રહે.સાડાઉ, (૬) ઈરફાન દાઉદ સાંધ,ઉ.વ.રર,રહે.સાડાઉ, (૭) જયેન્દ્રસિંહ સામતજી પીંગલ,ઉ.વ.ર૮,રહે.મોટા કપાયા, (૮) સીધીક અલીમામદ જુણેજા,ઉ.વ.ર૪,રહે.ભોરારા વાડી વિસ્તાર (૯) હરેશ જયસંગ જોગી,ઉ.વ.રર,રહે.મંગરા, (10) ચંદ્રસિંહ વિરમજી જાડેજા