Home Crime ભુજ નજીક અકસ્માતમાં આશાસ્પદ યુવાનનુ મોત નખત્રાણામાં ASI નો આપઘાત 

ભુજ નજીક અકસ્માતમાં આશાસ્પદ યુવાનનુ મોત નખત્રાણામાં ASI નો આપઘાત 

3413
SHARE
ભુજ થી મુન્દ્રા તરફ જતા કોવઇનગર પાસે આજે સવારે બસ અને બાઇક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં બળદીયા ગામના આશાસ્પદ યુવાનનુ મોત થયુ હતુ મૃતક યુવાન જુમા ઇસ્માઇલ કુંભાર આજે સવારે ભુજ બેંકમાં નોકરીએ બાઇક પર આવી રહ્યો હતો ત્યારે એસ.ટી બસને ઓવરટેક કરવા જતા અકસ્માત સર્જાયો હતો જેમાં યુવાન પર બસ ફરી વળતા તેનુ ઘટના સ્થળે મોત થયુ હતુ જ્યારે તેની સાથે અન્ય એક સગીરને ઇજાઓ પહોંચી હતી. બનાવને પગલે બળદીયા સહિત આસપાસના વિસ્તારોમા શોક ફેલાયો છે.

નખત્રાણા પોલિસ લાઇનમા ASI નો ગળેફાંસો ખાઇ આપઘાત 

સામાન્ય આપઘાતના કિસ્સાઓ આજે વધ્યા છે હજુ બે દિવસ પહેલા જ તેને નિવારવા માટે વિવિધ જાગૃત સંસ્થાઓએ કાર્યક્રમો પણ યોજ્યા પરંતુ તે વચ્ચે આજે નખત્રાણા પોલિસ મથકમા ફરજ બજાવતા ASI એ આજે પોલિસ ક્વાર્ટરમાં ગળેફાંસો ખાઇ આપઘાત કર્યો હતો જો કે આપઘાતનુ કારણ હજુ અકળ છે પરંતુ મૃતક રાજનાથ યાદવ મુ્ન્દ્રા રહે છે અને હાલમાંજ થોડા સમય પહેલા બદલી સાથે તેઓ નખત્રાણા બદલ્યા હતા પરંતુ આજે બપોરના સમયે તેણે આપઘાત કર્યો હતો જે બાબતે નખત્રાણા પોલિસે વધુ તપાસ હાથ ધરી છે.

આડેસરમાં પડોશીએજ યુવતી સાથે બળાત્કાર ગુજાર્યો 

રાપર તાલુકાના આડેસર ગામે આજે એક યુવતીએ તેની પડોશમાંજ રહેતા એક યુવક વિરૂધ્ધ બળાત્કાર ગુજાર્યા અંગેની ફરીયાદ નોંધાવી છે જે બાબતે પોલિસે વધુ તપાસ હાથ ધરી છે યુવતીની ફરીયાદ છે કે તેની પડોશમાં રહેતા હિતેષ દરજીએ તેની સાથે બળજબરી પુર્વક બળાત્કાર ગુજાર્યો બનાવ તારીખ 2ના બન્યો હતો પરંતુ યુવકે તેના પરિવારને જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાથી યુવતીએ ફરીયાદ કરવાનુ ટાળ્યુ હતુ જો કે અંતે યુવતીએ આ મામલે આડેસર પોલિસ મથકે ફરીયાદ નોંધાવી છે જેની તપાસ પોલિસે શરૂ કરી આરોપીને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે.

ભુજમા ગૌમાસની આંશકાએ બે શખ્સો પર હુમલો 

ભુજના નાગોર રોડ પર આજે દાડમ ભરીને જઇ રહેલા ટેમ્પો પર ગૌમાસની શંકાએ હુમલાનો બનાવ પ્રકાશમા આવ્યો હતો જો કે હજુ આ મામલે વિધીવત ફરીયાદ ન નોંધાઇ હોવાનુ જાણવા મળ્યુ છે પરંતુ એક સમયે પોલિસ ત્યા તપાસ માટે પહોચી હતી આજે સવારે જ્યારે નાગોર નજીકથી એક ટેમ્પો આવી રહ્યો હતો ત્યારે તેમા સવાર બે યુવાનો પર કેટલાક શખ્સોએ હુમલો કર્યો હતો અને તોડફોડ સાથે વાહન અટકાવ્યુ હતુ જો કે ત્યાર બાદ તપાસ કરતા તેમાંથી દાડમ મળ્યા હતા જે બાબતે બે યુવાનો સારવાર માટે હોસ્પિટલ પહોંચ્યા હતા જો કે આ મામલે પોલિસ તપાસ બાદ ફરીયાદ નોંધાય તેવી શક્યતા છે.