Home Crime ભચાઉમા આંગડીયા પેઢીમાં છરીની અણીએ લાખોની લુંટ પોલિસમાં દોડધામ 

ભચાઉમા આંગડીયા પેઢીમાં છરીની અણીએ લાખોની લુંટ પોલિસમાં દોડધામ 

4447
SHARE
પુર્વ કચ્છમાં એક તરફ પોલિસ દારૂ જુગાર જેવી બદીઓ પર રોક લગાવવામાં સફળ રહી છે તેવામાં ચોરી લુંટ જેવી ઘટનાઓમાં વધારો થયો છે ખાસ કરીને ભચાઉમાં એક સપ્તાહમાંજ લુંટની બે ઘટના બની છે લુંટની ઘટના ગઇકાલે રાત્રે 8 વાગ્યાની આસપાસ બની હતી ભચાઉના અરિહંત કોમ્પલેક્ષમાં આવેલી આર.સી એન્ટરપ્રાઇઝ નામની આગડીયા પેઢીના હરેશભાઇ હસમુખ ઠક્કર દુકાન બંધ કરી રહ્યા હતા ત્યારેજ એક શખ્સ છરી સાથે ત્રાટક્યો હતો અને તેની પાછળ અન્ય એક શખ્સ ધસી આવ્યો હતો અને છરી બતાડી ખાનામાં પડેલા રોકડ રૂપીયા દોઢ લાખ એક સોનાની ચેન અને મોબાઇલ સહિત કુલ 2.41 લાખની લુંટ કરી ફરાર થઇ ગયા હતા જો કે હોસ્પિટલમાં સારવાર મેળવ્યા બાદ મામલો પોલિસ મથકે પહોંચ્યો હતો અને પોલિસે ઘટના મામલે ફરીયાદ નોંધી લુંટારૂઓને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા હતા લુંટારૂઓ બાઇક પર આવ્યા હતા અને લુંટ કરી ફરાર થઇ ગયા હતા.

બે લુંટ અને જેલમાંથી નાસી ગયેલા આરોપીને ઝડપવાનો પોલિસ સામે પડકાર

ભચાઉ વિસ્તારમાં ચાલુ મહિનામાં બનેલી ત્રણ ઘટનાએ કાયદો વ્યવસ્થાની સ્થિતી અને પોલિસની કામગીરી સામે સવાલો ઉભા કર્યા છે પહેલા ભચાઉની સબજેલમાંથી પુર્વ કચ્છની અનેક ચોરીમાં સામેલ ચોરીનો આરોપી ફરાર થઇ ગયો જે નાકાંબધી અને પોલિસની લાંબી શોધખોળ બાદ પણ પોલિસના હાથે લાગ્યો નથી તેવામાં એકજ સપ્તાહમાં ભચાઉમાં બનેલી બે લુંટની ઘટનાએ પોલિસ માટે નવો પડકાર ફેક્યો છે હજુ મંગળવારે જ એક દંપતિને ઘરમાં ઘુસી લુંટવાની ઘટના બની હતી તેવામાં ફરી આંગડીયા પેઢીમાં કર્મચારી પાસેથી લુંટની ઘટનાએ પોલિસ મા્ટે પડકાર ફેંક્યો છે.