જાણીતી ઉક્તિ અનુસાર ‘આંગળી ચિંધ્યાનું પુણ્ય’ મળે તે કહેવત ને સાર્થક કરતો એક કિસ્સો વાસ્તવમાં બન્યો છે. સી.એ. નો અભ્યાસ કરતી દીકરી ભૂમિકા પ્રહલાદગીરી ગોસ્વામી (ભુજ) ને અચાનક આંતરડામાં ચાંદા પડવાથી શારીરિક વેદના અને વોમીટીંગની તકલીફ ઉભી થઈ હતી છ માસ જેટલા લાંબા સમય સુધી તેમના પરિવારજનોએ સ્થાનિકે અલગ અલગ લગભગ બધીજ હોસ્પિટલોમાં સારવાર લીધી પરંતુ તેમના રોગનું પરફેક્ટ નિદાન થઇ શક્યું નહી લગભગ બધીજ મોંઘી સારવાર અને મેડિકલ ટેસ્ટ કરાવવા છતાં ફરક ન પડતા પરિવારજનો માનસિક અને આર્થિક રીતે પડી ભાંગ્યા હતા તે વખતે પરિવારજનોએ સાંસદ વિનોદભાઈ ચાવડા પાસે રજૂઆત કરતા તેમણે લાયન્સ ક્લબ ભુજના મેડીકલ વિભાગના ચેરમેન તરીકે સેવા આપતા મનસુખભાઈ નાગડાનો સંપર્ક કર્યો હતો મનસુખભાઈ સિવિલ હોસ્પીટલ અમદાવાદ ખાતે તજજ્ઞ ડોકટર પાર્થ દલાલ તથા ડો.દીશાબેનની સારવાર હેઠળ ચિ. ભૂમિકાને દાખલ કરાવી તેના યોગ્ય તબીબી ઈલાજ માટે ની વ્યવસ્થા માટે મદદરૂપ બન્યા હતા સાત માસની બીમારી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં યોગ્ય નિદાન અને યોગ્ય સારવારને કારણે માત્ર સાત દિવસમાં જ કાબૂ મા આવી ગઈ અને બીમાર દીકરી દોડતી થઈ ગઈ. દાખલ થવાના ચોથે દિવસે વોમીટીંગ બંધ થઇ ગઈ અને દીકરી ખાતી પીતી થઇ ગઈ હતી સાંસદ વિનોદ ચાવડાએ એશિયાની સૌથી મોટી હોસ્પીટલ સિવિલ હોસ્પિટલમાં અતિ વ્યસ્ત રહેતા ડોકટરોની લાગણીસભર સારવાર ને બિરદાવી હતી. મનસુખભાઈ નાગડાએ ડો. પાર્થ દલાલ તથા ડો.દિશાબેનના માનવીય અભિગમને અભીનંદન આપ્યા હતા. આજે દીકરી ભૂમિકા સંપૂર્ણ સ્વસ્થ બની પોતાના CA ના ઉચ્ચ અભ્યાસ તરફ અગ્રેસર છે. તેના પરિવારજનોએ સાંસદ વિનોદભાઈ ચાવડા, મનસુખભાઈ નાગડા તથા આસ્થા હોસ્પીટલ (કેરા) ના રાજેશ મામા પ્રત્યે અભારની લાગણી વ્યક્ત કરી હતી.