Home Current કચ્છમાં અછતની સંવેદના પછીની ”વેદના” અમિતભાઇ ગાંધીનગર સુધી પહોંચાડજો…

કચ્છમાં અછતની સંવેદના પછીની ”વેદના” અમિતભાઇ ગાંધીનગર સુધી પહોંચાડજો…

916
SHARE
કચ્છમાં ઓછા પડેલા વરસાદથી ઉભી થનારી પરિસ્થિતી અંગે આમતો કચ્છના સ્થાનીક ચુંટાયેલા પ્રતિનીધીઓ સાથે જાણકારો પહેલાથી વાકેફ હતા પરંતુ અછત જાહેર કરવામાં સરકાર થોડી થાપ ગઇ જો કે જાગ્યા ત્યારથી સવાર તેમ મુખ્યમંત્રીએ આપત્તકાલીન બેઠક બોલાવી અને બેઠક બાદ તુરંત મુખ્યમંત્રીએ કચ્છને અછતગ્રસ્ત જાહેર કરવાની જાહેરાત કરી અને સાથે થોકબંધ વચનો અને લાંબા ગાળાની યોજનાની સોગાત પણ આપી પરંતુ શુ તેનાથી કચ્છની વર્તમાન સ્થિતીને કોઇ ફાયદો થશે ?આ પ્રશ્ર્નનો જ જવાબ મેળવવા આજે ખુદ ગુજરાત કોગ્રેસના પ્રમુખ કચ્છ દોડી આવ્યા…આમતો ગુજરાતના કોગ્રેસી પ્રમુખની મુલાકાત પણ થોડી મોડી ગણી શકાય કેમકે સ્થાનીકે અનેક રજુઆતો અને કોગ્રેસના આગોતરા વિરોધ પછી પણ સરકારે જાહેરાત તો મોડીજ કરી તેવામાં મુખ્યમંત્રીની જાહેરાત પહેલા કચ્છ આવી વાસ્તવિક સ્થિતીથી કોગ્રેસ પ્રમુખ વાકેફ થઇ તેને ગાંધીનગર સુધી પહોંચાડી શક્યા હોત તો કદાચ કચ્છને થોડો ઝડપી ફાયદો મળી શક્યો હોત જો કે હરિ કરે તે ખરી તેમ કોગ્રેસના પ્રમુખ બન્ની(પચ્છમ) સહિત અનેક અસરગ્રસ્ત ગામોની મુલાકાત લીધી અને તમામ લોકોએ એકજ વાત કહી અમિતભાઇ અમારી વેદના સરકાર સુધી પહોંચાડજો.

કોગ્રેસી પ્રમુખે મુલાકાત પછી શું કહ્યું?

સરકારે કચ્છમાં 1 ઓક્ટો્બરથી અછતની કામગીરી શરૂ કરવાની જાહેરાત કરી છે પરંતુ મિડીયામા આવેલા રીપોર્ટ મુજબ કચ્છમાં અત્યારે પણ પશુપાલકો અને આમ જનજીવનની સ્થિતી દયનીય છે અને તે મુદ્દે તંત્રને પણ લાંબા સમયથી થોકબંધ ફરીયાદો મળી છે ત્યારે આજે કોગ્રેસ પ્રમુખે કોટડા,રતડીયા,હાજીપીર સહિતના ગામોની મુલાકાત લઇ પશુપાલકો સાચે અછતની સ્થિતી અંગે ચર્ચા કરી હતી જેમાં મનરેગા કામો પશુઓ માટે પુરતા પાણી અને ઘાસની માંગ ઉઠી હતી જો કે લોકોની રજુઆત બીન રાજકીય હતી કેમકે ઘાસનો જથ્થો મળતો હોવાના એકરાર સાથે પશુપાલકોએ પશુઓની સંખ્યા મુજબનો જથ્થો ન મળતો હોવાની ફરીયાદ પણ કરી રોજગારી માટેના કામો અને બોર્ડર એરીયામાં ઘાસનો જથ્થો અપાવવા માટે રજુઆત કરી હતી જે ફરિયાદો સાંભળી સરકાર પર પ્રહારો કરતા કોગ્રેસ પ્રમુખે જાહેરાતના 10 દિવસ બાદ શા માટે કામગીરી શરૂ કરાશે? તેવા પ્રશ્ર્નો સાથે અછતના અમલીકરણ સાથે ઝડપી કામ થાય તેવી સરકાર પાસે આશા રાખી હતી સાથે સરકાર પર ચાબખા મારતા કોગ્રેસી પ્રમુખે સરકારની મોડી જાહેરાતને સંવેદનહીન ગણાવી હતી.

રાજકીય લાભ ખાટવાની હોડ વચ્ચે વહીવટી તંત્ર પાસે અછતને પહોંચી વળવાનો પડકાર

કચ્છ માટે અછતની સ્થિતી એ કોઇ નવી વાત નથી અને કદાચ એટલેજ સરકારની મોડી જાહેરાત વચ્ચે પણ પશુપાલકો તેના પશુધનને બચાવવા માટે મરણીયા પ્રયત્નો કરી રહ્યા છે પરંતુ એક તરફ પાણી-ઘાસની અછત અને બીજી તરફ ભાદરવાના આકરા તાપ વહીવટીતંત્રની કસોટી કરશે કેમકે આગામી લોકસભાને ધ્યાને લઇ ભાજપ-કોગ્રેસ બન્ને રાજકીય પાર્ટી સંવેદના સાથે પોતાનો રાજકીય ગોલ સિધ્ધ કરવાનો પ્રયત્ન ચોક્કસ કરશે તેવામાં વહીવટી તંત્ર પાસે સાચી માહિતી મેળવી લોકોને મદદ કરવાનો પડકાર રહેશે કેમકે એક તરફ દુર્ગમ વિસ્તારો પશુઓની વિશેષ સંખ્યા અને ભૌગોલીક પરિસ્થિતીમાં વહીવટી તંત્ર પાસે વિશેષ પાવર છંતા કામગીરી કરવાનો પડકારે રહેશે.
કપરી સ્થિતીમાં કચ્છ માટે સરકારની જાહેરાત સંજીવની સમાન છે પરંતુ તે યોગ્ય સ્થળે અને યોગ્ય સમયે લોકો સુધી પહોંચે તે જોવાની નૈતીક જવાબદારી સ્વાભાવીક રીતે તંત્રની સાથે વિપક્ષના પણ ફાળે છે ત્યારે એજ સ્થિતીનુ આજે જાત નિરીક્ષણ કોગ્રેસના પ્રદેશ પ્રમુખે કર્યુ પરંતુ તેની અસરકારક રજૂઆત સાથે તે સરકાર સુધી ક્યારે પહોંચે છે ? અને તેનો લાભ કચ્છને કેટલો મળે છે? તે જોવુ રહ્યુ જો કે કચ્છમા અછતની સ્થિતી કેવી રહેશે તે 1 ઓક્ટો્બરની અછતની અમલવારી પછી માલુમ પડશે પરંતુ અત્યારે કચ્છનું પશુધન ઉપર આભ અને નીચે ઘરતી વચ્ચે કુદરત, સરકાર, અને વિપક્ષના સહારે છે.