Home Crime ભચાઉમા મધરાત્રે છરીની અણીએ દંપતિને લુંટનાર બે સગીર સહિત 3 પોલિસની ગીરફ્તમા

ભચાઉમા મધરાત્રે છરીની અણીએ દંપતિને લુંટનાર બે સગીર સહિત 3 પોલિસની ગીરફ્તમા

2017
SHARE
મંગળવારે 19 તારીખે મધરાત્રે ભચાઉના ભવાનીપર વિસ્તારમા ઘરમા ઘુસી દંપતિને લુંટનાર 3 લુંટારુ અંતે ભચાઉ પોલિસના હાથે ઝડપાઇ ગયા છે વંસત પુના પરમાર અને તેની પત્ની સુતા હતા ત્યારે જ કેટલાક અજાણ્યા શખ્સો તેના ઘરમા ઘુસ્યા હતા અને મોબાઇલ રોકડ સહિતના મુદ્દામાલની લુંટ કરી ફરાર થઇ ગયા હતા દરમ્યાન આજે ભચાઉ વિસ્તારમા વધુ એક લુંટની ઘટના બનતા પોલિસ એક્શનમા હતી અને ભચાઉ વિસ્તારમા ચોક્કસ બાતમીને આધારે પોલિસે 3 શંકાસ્પદ વ્યક્તિની પુછપરછ કરી હતી અને તેની ઝડતી કરતા લુંટમા ગયેલ મુદ્દામાલ પણ તેની પાસે મળી આવ્યો હતો જેથી પોલિસે 3 શખ્સોની અટકાયત કરી હતી જો કે તપાસ દરમ્યાન 2 લુંટારુઓ સગીર નિકળ્યા હતા જો કે પોલિસે મહેબુબ ઉર્ફે મેબલો ભચુ ભટ્ટીની ધરપકડ કરી છે એસ.જે ભાટ્ટીયા ઇન્ચાર્જ પોલિસ ઈન્સ્પેક્ટરે વધુમાં માહિતી આપતા જણાવ્યુ હતુ કે દંપતિને લુંટનાર ટોળકી પોલિસની ગીરફ્તમા આવી છે તો લુંટની ઘટના નો પ્લાન 3 સગીરો એ બનાવ્યો હતો જે પૈકી એક સગીર હજુ પોલિસના હાથે લાગ્યો નથી અને આંગડીયા પેઢી પર લુંટ ચલાવનાર ટોળકીનુ પગેરુ દબાવવા માટે પ્રયત્નો ચાલુ છે જે પણ નજીકના ભવિષ્યમાં પોલિસની ગીરફ્તમા હશે.