Home Crime કાલે ભુજ અને આજે અંજારમાં ચોરી કરનારની લોકોએ ધોલાઇ કરી બે સામે...

કાલે ભુજ અને આજે અંજારમાં ચોરી કરનારની લોકોએ ધોલાઇ કરી બે સામે અંજાર પોલિસ મથકે ફરીયાદ 

1300
SHARE
ગઇકાલે ભુજના ભરચક કહી શકાય તેવા વિસ્તારમા વેપારી પાસેથી નજર ચુકવી પૈસાની ચોરી કરવાનો પ્રયાસ કરાયો હતો જો કે ફરીયાદી શંભુલાલ ઠક્કરે સમયસુચકતા વાપરતા ત્યા લોકો એકઠા થઇ ગયા હતા અને ચિલ ઝડપ કરનાર ચોરની જાહેરમાં ધોલાઇ કરી તેને પોલિસને હવાલે કરાયો હતો જે મામલે પોલિસ કાર્યવાહી ચાલુ છે ત્યા આજે અંજારમા પણ કઇક આવીજ ઘટના બની હતી અને બસ સ્ટેશન વિસ્તારમાં આવેલી એક ઝેરોક્ષની દુકાનમાં ઉભેલા માથક ગામના સામજી કરશન આહિર પાસેથી બે શખ્સોએ પૈસા ચોરવાની કોશિશ કરી હતી વેપારી નમસ્કાર ઝેરોક્ષમાં ઉભો હતો ત્યારે એક શખ્સ તેના ખીચામાંથી 58,000રૂપીયા સેરવી ભાગી ગયો હતો પરંતુ સામજીભાઇએ બુમાબુમ કરી હતી. અને તેને ઝડપી તેની પુછપરછ કરતા અન્ય એક શખ્સ પણ સામે આવ્યો હતો જેથી સ્થાનીક લોકોએ બન્નેને ઝડપી પહેલા જાહેરમા ધોલાઇ કરી હતી અને ત્યાર બાદ બન્નેને અંજાર પોલિસ મથકે સોંપાયા હતા અંજાર પોલિસે સામજીભાઇની ફરીયાદના આધારે સુનિલ અશોક વાંજા વિરૂધ ફરીયાદ નોંધી આગળની તપાસ શરૂ કરી છે જો કે તેની સાથે ઝડપાયેલો અન્ય એક સગીર હોવાથી તેના વિરૂધ હાલ પોલિસે કોઇ કાયદેસર કાર્યવાહી કરી નથી ઝડપાયેલા બન્ને શખ્સો મોરબીના આસપાસના હોવાનુ સામે આવ્યુ છે ચોક્કસ મોડસ ઓપરેન્ડીથી બે બનાવો બે દિવસમાં કચ્છમાં સામે આવતા પૈસાની લેતીદેતી અથવા પૈસા સાથે રાખતા લોકો માટે આ કિસ્સા લાલબતી સમાન છે.