અમદાવાદ,સુરત,રાજકોટ પાટણ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં સ્વાઇનફ્લુ કહેર વર્ષાવી રહ્યો છે અને રોજ સ્વાઇનફ્લુના નવા નવા કેસો સામે આવી રહ્યા છે ત્યારે આજે કચ્છમાં પણ એકજ દિવસમાં સ્વાઇનફ્લુના 3 કેસ નોંધાતા આરોગ્ય વિભાગ ચિંતીત બન્યુ છે અને સ્વાઇનફ્લુ પોઝીટીવ દર્દીઓના સંપર્કમાં આવેલા લોકો સહિતની તપાસણી અને જનજાગૃતિ માટે આરોગ્ય વિભાગે કવાયત શરૂ કરી છે ચાલુ મહિને કચ્છમાં ચોથો સ્વાઇનફ્લુનો પોઝીટીવ કેસ નોંધાયો છે. આરોગ્ય વિભાગે આજે સત્તાવાર રીતે આપેલી માહિતી મુજબ સ્વાઇનફલુના કુલ્લ 3 કેસ નવા પોઝીટીવ નોંધાયા છે જેમાં ગઇકાલે તારીખ 24-09ના આદિપુરની 45 વર્ષીય મહિલાનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો જ્યારે આજે પધ્ધરની 50 વર્ષીય મહિલા અને આંણદપરના 41 વર્ષીય પુરૂષનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો આમ 24 કલાકમાં કચ્છમાં પણ સ્વાઇનફ્લુના કેસોમાં અચાનક ઉછાળો આવ્યો છે ચાલુ મહિને કચ્છમાં સ્વાઇનફ્લુના કુલ ચાર કેસ પોઝીટીવ સામે આવ્યા છે જેમાં બે આદિપુરના છે. જાન્યુઆરીથી સ્પ્ટેમ્બર સુધી કુલ 7 કેસ પોઝીટીવ નોંધાયા જેમાં એક વ્યક્તિનુ મોત થયુ છે હાલ બે લોકો સારવાર હેઠળ છે જો કે હવે શિયાળો નજીક હોવાથી આરોગ્ય વિભાગે સ્વાઇનફ્લુના વધતા કેસોને ગંભીરતાથી લીધા છે અને જનજાગૃતિ સાથે કચ્છમાં સ્વાઇનફ્લુના કેસોની સંખ્યા વધે નહી અને કોઇ મૃત્યુ ન પામે તેવા પ્રયત્નો હાથ ધર્યા છે તો આગામી દિવસોમાં નવરાત્રી જેવા તહેવારોમા કચ્છમાં મોટી સંખ્યામાં લોકો કચ્છ આવતા હોવાથી આરોગ્ય કેમ્પ અને જનજાગૃતિ ફેલાવતા સંદેશા સાથેના બેનરો લગાવવા માટેનુ આયોજન હાથ ધર્યુ હોવાનુ આરોગ્ય અધિકારી અરૂણકુમાર કુર્મીએ જણાવ્યુ હતુ.