વાગડથી લઇ મુંબઇના વસઇ સુધી થોડા દિવસોથી રાપરના ગાગોદર ગામે મોરના થયેલા મોતનો મુદ્દો ચર્ચામાં છે તેવામાં એક તરફ વનવિભાગની ઢીલી નીતી સામે વિરોધ પણ શરૂ થયો છે જો કે તે વચ્ચે આજે સ્થાનીક વનતંત્રને સફળતા મળી છે અને મોરને મોતને ઘાટ ઉતારનાર 12 શકમંદોની વનવિભાગે વિવિધ એક્ટ તળે અટકાયત કરી છે વનવિભાગ અને સ્થાનીક લોકોને શંકા હતી કે જેમ માંજુવાસ સમયે નર્મદા કેનાલ નજીક કામ કરતા પરપ્રાન્તીય શખ્સોએ મીજબાની માટે મોરનો શિકાર કર્યો હતો તેજ રીતે રાજબાઇ માતાના મંદિર નજીકના વિસ્તારમાંજ એક પ્રોજેક્ટ ચાલુ છે અને ત્યા કામ કરતા મજુરો શંકાના દાયરામાં છે જેથી વનવિભાગે ત્યા તપાસ કરી હતી અને ત્યા તપાસ કરતા ત્યાથી મોરના પીછા સહિતના કેટલાક સુરાગ વનવિભાગના હાથે લાગ્યા હતા અને તેના આધારેજ તપાસ કરી વનવિભાગે ત્યાથી કેટલાક પુરાવા અને 12 જેટલા શકમંદ શખ્સોની અટકાયત કરી હતી અને આજે તેને કોર્ટમાં રજુ કરાયા હતા જો કે કોર્ટે રીમાન્ડ મંજુર કર્યા ન હતા અને તમામ 12 શખ્સોને જેલ હવાલે કર્યા છે આ એજ મામલો છે જે મુદ્દે ગાગોદર રાજબાઇ મંદિરમાં 14 ગામના લોકો ધરણા કરી રહ્યા છે અને 1 દિવસ પહેલા 14 ગામે સજ્જડ બંધ પાડી ઘટનાનો વિરોધ નોંધાવ્યો હતો.
ધાર્મીક વિધી માટે શુ મોરને મોતને ઘાટ ઉતારાયા ?
એક તરફ લોકો હજુ વિરોધ કરી રહ્યા છે પરંતુ આજે વનવિભાગે શંકાસ્પદ શખ્સોની ધરપકડ સાથે કેસમાં મહત્વની કડી મેળવી છે જો કે પ્રથમ ગ્રાસે મક્ષીકાની જેમ વનવિભાગને વધુ તપાસ માટે આરોપીના રીમાન્ડ મળ્યા ન હતા જો કે ટુંક સમયમાં તપાસના દસ્તાવેજો અને મેળવેલા પુરાવાના આધારે વનવિભાગ કોર્ટમાં તપાસ રીપોર્ટ સાથે ચાર્જસીટ રજુ કરશે જો કે તેના માટે હજુ એફ.એસ.એલ રીપોર્ટની રાહ જોવાઇ રહી છે કે ક્યા પ્રદાર્થ વડે મોરને મોતને ઘાટ ઉતારાયા? જો કે વનવિભાગના તપાસકર્તા આર.એફ.ઓ કુરેશીનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યુ હતુ કે વનવિભાગની પ્રાથમીક તપાસમાં કોઇ ધાર્મીક ક્રિયા માટે મોરને મોતને ઘાટ ઉતારાયા હોય તેવી શંકા છે પરંતુ અમે જરૂરી કાર્યવાહી બાદ આ મામલે વધુ ઉંડી તપાસ કરીશુ પરંતુ હાલ પશ્ર્ચિમ બંગાળના 12 પરપ્રાન્તીય મજુર શખ્સોની ધરપકડ કરી વનવિભાગે કોર્ટના આદેશથી જેલહવાલે કર્યા છે મોરના ખરી ગયેલા પીછા સાથે ત્યા તપાસ દરમ્યાન મોરના કપાયેલા પીછા પણ મળ્યા છે જેથી કોઇ ધાર્મીક વિધી અને અધશ્રધ્ધામાં આવુ કૃત્યુ થયુ હોય તેવુ પ્રાથમીક અનુમાન છે.
મોરને મોતને ઘાટ ઉતારનાર ઝડપાયેલા શકમંદ આરોપીના નામ
(1) મોહિતસિંગ દુખીયાલસિંગ રાજપુત
(2) તપસસિંગ કનરસિંગ રાજપુત
(3) અકલસિંગ રાજેનસિંગ રાજપુત
(4) સતાનુસિંગ દિન્ક્રાટસિંગ રાજપુત
(5) સદ્દુરસિંગ હેમંતસિંગ રાજપુત
(6) નિતાયસિંગ મુલકસિંગ રાજપુત
(7) અંનતસિંગ સુરેનસિંગ રાજપુત
(8) જીતેનસિંગ કૈલુસિંગ રાજપુત
(9) આદેશસિંગ ગણેશસિંગ રાજપુત
(10) પાહારસિંગ સદ્દાનસિંગ રાજપુત
(11) ભોલાસિંગ મદનસિંગ રાજપુત
(12) બિરેનસિંગ ટહાંડાઇ રાજપુત
26 તારીખે પ્રકાશમાં આવેલી ઘટનાના આટલા દિવસો બાદ વનવિભાગે વન્યપ્રાણી સરંક્ષણધારા 1972(સુધારા-2002) ની કલમ 9 મુજબ આ તમામ શખ્સોની ધરપકડ તો કરી છે પરંતુ વધુ તપાસ પહેલા કોર્ટે તેને જેલ હવાલે મોકલ્યા છે જો કે એફ.એસ.એલ રીપોર્ટ સહિત તમામ તપાસ અહેવાલ હવે કોર્ટમાં વનવિભાગ રજુ કરશે અને ત્યાર બાદ તપાસની નવી દિશા નક્કી થશે જો કે હજુ પણ ગાગોદરમાં વિરોધ યથાવત છે અને હજુ ગામલોકો ધરણા કરવા માટે મક્કમ છે જો કે હવે વનવિભાગની કાર્યવાહી બાદ લડત કરી રહેલા 14 ગામના લોકો શુ સ્ટેન્ડ લે છે તે જોવુ રહ્યુ.