Home Crime ભુજના પૂર્વી ગ્રુપ પર ઇન્કમટેક્સની તપાસ – બિલ્ડર લોબીમા ખળભળાટ

ભુજના પૂર્વી ગ્રુપ પર ઇન્કમટેક્સની તપાસ – બિલ્ડર લોબીમા ખળભળાટ

3776
SHARE
ભુજ સહિત કચ્છભર મા જમીન વ્યાપાર ક્ષેત્રે જાણીતા પૂર્વી ગ્રુપ ઉપર આજે સાંજે ઇન્કમટેક્સ વિભાગ દ્વારા તપાસ હાથ ધરાઇ હોવાનું જાણવા મળી રહ્યું છે. નવરાત્રી અને દિવાળીના તહેવારો ઉપર છે તે ટાંકણે જ ઇન્કમટેક્સ વિભાગ દ્વારા હાથ ધરાયેલી તપાસે ભુજ ની બિલ્ડરલોબી માં ખળભળાટ સર્જ્યો છે. જોકે, ગત મહિને પણ ઇન્કમટેક્સ વિભાગ દ્વારા ભુજ ની બેંટોનાઈટ અને કન્સ્ટ્રકશન ક્ષેત્રે કામ કરતી બે જાણીતી પેઢીઓ ઉપર સર્ચ ઓપરેશન હાથ ધરાયુ હતું. પૂર્વી ગ્રુપના નિશાંત વાસુદેવ ઠક્કર જમીન ઉપરાંત ફિલ્મ નિર્માણ ક્ષેત્રે પણ કાર્યરત છે તો, છેલ્લા ઘણા વર્ષોથી ભુજ માં બહુ જ મોટી અને હાઇફાઈ ગરબીનું આયોજન પણ કરે છે ત્યારે ઇન્કમટેક્સ વિભાગ દ્વારા આજે થયેલી કામગીરી હજી પ્રાઇમરી રીતે ચાલુ હોઇ નાણાકીય વ્યવહારો સંદર્ભે કે ડિસક્લોઝર વિશે હજી કંઈ વધુ માહિતી મળી નથી તો આ અંગે સત્તાવાર રીતે ઇન્કમટેક્ષ વિભાગના અધિકારીઓએ કઇ કહેવાનુ ટાળ્યું હતુ પરંતુ સુત્રો મુજબ મળેલી માહિતી મુજબ અગાઉ પુર્વી ગ્રુપ પર પડેલા દરોડા દરમ્યાન ઇન્કમટેક્ષ વિભાગને ભરવાની થતી રકમ વારંવાર કહેવા છંતા ન ભરાતા આજે ટીમ તપાસ માટે આવી હોવાનુ મનાય છે તો કાર્યવાહી દરમ્યાન અનેક ભુજના મોટામાથાની ચહેલ પહેલ જોવા મળી હતી તો ભુજના અન્ય એક બિલ્ડરને ત્યા પણ આવીજ કાર્યવાહી થઇ હોવાની માહિતી સુત્રો તરફથી મળી રહી છે જો કે સત્તાવાર માહિતી આ અંગે મોડેથી જાહેર કરાય તેવી સંભાવના છે