ચાલુ કાર્યક્રમે મુખ્યમંત્રીથી લઇ વડાપ્રધાનના કાર્યક્રમોમાં ઉંધી જનારા મંત્રી ધારાસભ્યો અને ભાજપના કાર્યક્રરો અનેકવાર કેમેરામાં કેદ થયા છે અને તે કોઇ નવાઇની વાત નથી પરંતુ કેટલાક ચુંટાયેલા નેતાઓ ઉંધી જવા માટે આઇકોન સમાન છે કેમકે આ એવા નેતાઓ છે જે એક કરતા વધારે વાર ઉંઘતા ઝડપાઇ ચુક્યા છે જેમાં પરબત પટેલ અને વાસણભાઇનુ નામ પણ આવે છે ચોક્કસ તેમનો લુલો બચાવ હોય છે કે વ્યસ્ત કાર્યક્રમો વચ્ચે આવુ થાય અને તે સહજ પ્રક્રિયા છે પરંતુ ફરી એક વાર કચ્છનુ ગૌરવ એવા વાસણભાઇ ચાલુ કાર્યક્રમે ઉંઘ કરતા કેમેરામાં આબાદ ઝડપાઇ ગયા છે આજે કચ્છ યુનીવર્સીટી ખાતે 8 મો પદ્દવીદાન સમારોહ હતો અને તેમા ગુજરાતના રાજ્યપાલ,શિક્ષણમંત્રી કચ્છના સાંસદ અને રાજ્યના મંત્રી વાસણભાઇ આહિર પણ ઉપસ્થિત હતા. 4321 વિદ્યાર્થીઓને પદ્દવી એનાયત કરાઇ હતી જો કે તે વચ્ચે જ્યારે ગુજરાતના રાજ્યપાલ ઓ.પી કોહલી પ્રેરક ઉદ્દબોધન માટે ઉભા થયા કે વાસણભાઇ ઝોલે ચડ્યા જો કે ચેતતા નર સદા સુખી તેમ અગાઉ અનેકવાર આ મુદ્દે વિવાદોમાં ઘેરાઇ ગયેલા વાસણભાઇ થોડીથોડી વારે જાગતા હોય તેવુ દેખાડવા લાગ્યા પરંતુ કેમેરામાં તે સુતા હોય તેમ આબાદ ઝડપાઇ ગયા એક તરફ રાજ્યપાલ શિક્ષણ મુદ્દે પ્રેરક સંદેશાઓ વિદ્યાર્થીને આપી રહ્યા હતા અને બીજી તરફ રાજ્યના મંત્રી પોઢણીયા કરતા હતા.
રાજ્યપાલે કહ્યુ સંસદીય સચિવ માનનીય શ્રી વાસણભાઇ
સ્લીપ ઓફ ટંઞ એટલે આપણા ગુજરાતીમાં જીભ લપસી જવુ એવુ કહીએ છીએ અને જે અનેક રાજનેતાઓ ક્યારેક કરી બેસતા હોય છે ખુદ વાસણભાઇ આહિરે એક વખત કચ્છને પાકિસ્તાન સાથે જોડી દીધુ હતુ તો ચુંટણી બાદ પણ ખુલ્લેઆમ જાહેરમંચ પર વાસણભાઇએ વિરોધીઓને ચીમકી આપી હતી પરંતુ હાલ તેઓ પરેશાન છે તેમની જુની ઓળખથી કેમકે મંત્રીપદ્દ મળ્યુ તે પહેલા તેઓ સંસદીય સચિવ હતા અને અનેક કાર્યક્રમોમાં હાલ વાસણભાઇને મંત્રી હોવા છંતા સંસદિય સચિવ તરીકે લોકો સંબોધી રહ્યા છે સુત્રોનુ માનીએ તો તાજેતરમાંજ એક કાર્યક્રમમાં તેમને સંસદીય સચિવ તરીકે સંબોધન કરાયુ હતુ પરંતુ તેઓએ જાહેરમંચ પર કહ્યુ હતુ કે હવે તેઓ મંત્રી છે પરંતુ આજે પણ એવુ થયુ રાજ્યપાલ જ્યારે સ્પીચ આપવા ઉભા થયા ત્યારે તેઓએ વાસણભાઇને સંસદિય સચિવ તરીકે સંબોધન કર્યુ જો કે રાજ્યપાલને તો કહી કહેવાય નહી તેથી હાસ્ય સાથે તેઓએ વાત ને ટાળી જો કે સ્પીચ પુરી થયા બાદ તેઓ રાજ્યપાલ સાથે ગુફતેગુ કરતા નઝરે પડ્યા કદાચ તેઓએ પોતે મંત્રી હોવાનુ રાજ્યપાલને કહ્યુ પણ હોય.
કોગ્રેસે ભાજપી પ્રમુખ માટે ધરણા કરી વિરોધ નોંધાવ્યો
આ કાર્યક્રમ દરમ્યાન બીજી પણ એક ઘટના એવી બની કે જે થોડી અજુગતી હતી જેમાં જિલ્લા પંચાયત પ્રમુખને આમંત્રણ ન મળતા ધરણા કરી વિરોધ કર્યો સામાન્ય રીતે કોઇ સરકારી કાર્યક્રમમાં વિપક્ષ કોગ્રેસની અવગણના થાય ત્યારે કોગ્રેસ તેનો વિરોધ કરતી હોય છે પરંતુ કચ્છ યુનીવર્સીટીના પદ્દવીદાન સમારંભમાં જીલ્લા પંચાયત પ્રમુખ લક્ષ્મણસિંહ સોઢાને આમંત્રણ ન મળતા પંચાયતી રાજના અપમાન સમાન આ ઘટનાને સમજી કોગ્રેસે વિપક્ષી નેતા વિ.કે.હુંબલની આગેવાની હેઠળ જીલ્લા પંચાયત પ્રાગણમાં પ્રતિક ધરણા સાથે વિરોધ નોંધાવ્યો હતો પંચાયતી રાજમા આ ઘટના પ્રજા માટે સારી નિશાની છે પરંતુ ઉલ્ટી ગંગા જેવી આ ઘટના રાજકીય આલમમાં ચર્ચાનુ કેન્દ્ર બની હતી.
ચોક્કસ વિષય શિક્ષણનો હતો તેથી કાર્યક્રમમાં શિક્ષણની વાતો વધુ હતી પરંતુ આ ઘટનાએ સૌ કોઇનુ ધ્યાન ખેંચ્યુ હતુ એક તરફ વાસણભાઇ સુઇ ગયા બીજી તરફ રાજ્યપાલે મંત્રીને સંસદીય સચિવ બનાવી નાંખ્યા તો બીજી તરફ કોગ્રેસે ભાજપી પ્રમુખને આમંત્રણ ન મળતા વિરોધ નોંધાવ્યો આ સમગ્ર ઘટનાએ રમુજ સાથે લોકોમાં આશ્ર્ચર્ય સર્જયુ છે.