
કચ્છયુનિવર્સીટી ના પદવીદાન સમારોહ મા આવેલા રાજ્યના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા સમક્ષ કચ્છ જિલ્લા યુવા કોંગ્રેસ અને કચ્છ કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ NSUI દ્વારા કચ્છ ના ઉચ્ચ શિક્ષણ ને લગતા પ્રશ્નો અને મુશ્કેલીઓ ની રજુઆત કરાઈ હતી. યુવા કોંગ્રેસી અગ્રણી અને કચ્છ યુનિવર્સિટીના પૂર્વ સેનેટ મેમ્બર દિપક ડાંગર અને ડૉ. રમેશ ગરવાએ ન્યૂઝ4કચ્છ સાથે વાત કરતા જણાવ્યું હતું કે, કચ્છ યુનિવર્સિટીની સેનેટ ની ચૂંટણી રાજ્ય સરકારે અટકાવી દીધી હોઈ , વિદ્યાર્થી પ્રતિનિધિઓ ને રોકવાનું કૃત્ય ગેરવ્યાજબી ગણાવીને ફરી સેનેટ ની ચૂંટણી પ્રક્રિયા શરૂ કરવા, અત્યારે એક્ઝિક્યુટિવ કાઉન્સિલ EC ના બે સભ્યોની નિયુક્તિ બાકી હોઈ, વહીવટી કામો ખોરંભે ચડે છે એટલે EC ના બે સભ્યોની નિયુક્તિ કરવા રજુઆત કરાઈ છે. તો બબ્બે વખત ઇન્ટરવ્યૂ લેવાયા છતાં પણ રજિસ્ટ્રાર ની નિયુક્તિ નથી કરાઈ તો રજિસ્ટ્રાર ની નિયુક્તિ કરવા, ગત વર્ષે મંજૂર કરાયેલ ૨૫ કાયમી કર્મચારીઓનું મહેકમ પ્રમાણે નિયુક્તિ કરવા, યુનિવર્સિટીમાં સમરસ હોસ્ટેલ તૈયાર છે તેને ઝડપભેર ચાલુ કરવા, ભુજની લાલન કોલેજ મા બીએસસી ના છાત્રો પ્રવેશ થી વંચિત રહે છે, એટલે બીજી કોલેજ અથવા તો બે શિફ્ટ મા કોલેજ શરૂ કરવા. સહિત ના પ્રશ્નો અંગે કોંગ્રેસે આક્રોશપૂર્ણ રજુઆત કરી હતી.
શા માટે કોંગ્રેસી નેતાના ઘેર પોલીસ પહોંચી ?
કચ્છયુનિવર્સીટી મા સેનેટ ની ચૂંટણી નો ડખ્ખો હોય કે પછી સમરસ હોસ્ટેલ નું ઉદ્ઘાટન કરવાની વાત હોય યુવક કોંગ્રેસ અને NSUI આક્રમક રહ્યા છે. ગઈકાલ સુધી રાજ્યપાલ ઓ.પી. કોહલી અને શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમના કાર્યક્રમ નો વિરોધ થશે એવી હવા કોંગ્રેસે વહેતી કરી હતી. આ વિરોધ ની વાતને ગંભીરતા થી પોલીસે લીધી હતી અને ગઈકાલ સાંજ થી જ દિપક ડાંગર ને ત્યાં પોલીસ પહોંચી ગઈ હતી, અને આખી રાત તેમ જ આજ સવારે કાર્યક્રમ શરૂ ન થાય ત્યાં સુધી પોલિસે પહેરો રાખ્યો હતો. પોતાને ગઈકાલ થઈ જ પોલીસે નજરકેદ કર્યો હોવાની વાતને સમર્થન આપતા દિપક ડાંગરે ન્યૂઝ4કચ્છ ને જણાવ્યું હતું કે, અમે શિક્ષણ મંત્રીને મળવા માટે સમય માગ્યો હતો જે અમને મળી જતા અમે વિરોધ કાર્યકમ અમે પડતો મુક્યો હતો. પણ, તેમ છતાં પોલીસે પહેરો હટાવ્યો નહોતો. અમને રાજ્યપાલશ્રી ન મળ્યા તેનો અફસોસ છે.