નવરાત્રીમા કચ્છમાં બીરાજમાંન માં આશાપુરાના દર્શન અને માતાનામઢ પદયાત્રા માટે આવતા દર્શનાર્થીની સેવા માટે લાખો શ્રધ્ધાળુઓ આવે છે જો કે ભક્તોની લાંબી ભીડ અને વાહનોની સતત અવરજવરને પગલે અકસ્માતના કિસ્સા પણ વધુ બને છે ત્યારે ચાલુ વર્ષે માતાનામઢ જતા સેવાર્થીના અકસ્માતનો પ્રથમ કિસ્સો સામે આવ્યો છે આજે માતાનામઢ પદયાત્રીની સેવા માટે મોરબીથી નિકળેલા એક ટેમ્પાએ ભચાઉના શિકારા નજીક પલ્ટી મારી હતી જેમાં ઘટના સ્થળે એક વ્યક્તિનુ કમકમાટી ભર્યુ મોત નિપજ્યુ હતુ જ્યારે ટેમ્પોમાં સવાર અન્ય 15 જેટલા લોકોને નાની મોટી ઇજાઓ પહોંચી હતી જે પૈકી ત્રણ વ્યક્તિની હાલત વધુ ગંભીર જણાતા તેમને ભુજ અથવા નજીકના અન્ય સેન્ટર ખાતે ખસેડવાની કાર્યવાહી હાથ ધરાઇ હતી ટેમ્પોમાં સવાર તમામ વ્યક્તિઓ મોરબીના છે અને માતાનામઢ સેવા કરવા માટે નિકળ્યા હતા પરંતુ આજે બપોરના સમયે તેમના ટેમ્પાનો અકસ્માત સર્જાયો હતો અને ચાલકે કાબુ ગુમાવતા ટેમ્પો પલ્ટી મારી ગયો હતો જો કે સેવા માટે નિકળેલા અન્ય લોકો અને 108ની મદદદથી તમામ ઇજાગ્રસ્તનો ભચાઉની સરકારી રેફરલ હોસ્પિટલમા ખસેડાયા હતા જો કે સારા ઉદ્દેશ સાથે નિકળેલા એક વ્યક્તિનુ આ અકસ્માતમા મોત થતા ગમગીની છવાઇ છે ટેમ્પોમા સવાર મોટાભાગના લોકો ભરવાડ સમાજના છે જેમા લિંબાભાઇ ભીમાભાઇ ભરવાડનુ અકસ્માતમા મોત થયુ છે ભચાઉ પોલિસે બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
ટ્રાફીક નિયમન સાથે લોકોએ સમજદારી પુર્વક વાહન ચલાવવુ જરૂરી
કચ્છમા માતાનામઢમાં દર વર્ષે લાખો શ્રધ્ધાળુઓ કચ્છ આવે છે અને દર વર્ષે આવા અકસ્માતો સર્જાય છે ત્યારે પોલિસ વિભાગ દ્વારા ટ્રાફીક નિયમન સાથે અકસ્માત ન સર્જાય તે માટે વિવિધ ડ્રાઇવ યોજાય છે અને સેફટીના સાધનો સાથે જાગૃતિ કાર્યક્રમો પણ આયોજીત થાય છે ત્યારે આવી ઘટના ન બને તે માટે ખુદ વાહનચાલકો જાગૃત બને તે જરૂરી છે સેવાની સાથે ક્યાક આંનદના ઉનમાદમાં વાહનચાલકો ઓવર સ્પીડમા વાહનો ચલાવે છે તો લાંબો પંથ કાપી પદયાત્રી પણ રસ્તા વચ્ચે ચાલી અગવડતા સાથે અકસ્માતને નોતરે છે ત્યારે કચ્છ આવતા લાખો શ્રધ્ધાળુ અને તેના સેવાર્થીઓ સ્વયં શિસ્ત જાળવી ખુશીના પ્રસંગને ગમગીનીમા ન ફેરવે તે જરૂરી છે. સાથે પ્રાથના કે મા આશાપુરા સૌની નિર્વિધ્ન નવરાત્રીની પદયાત્રા સંપન કરે.