હ્યુમન ટ્રાફિકીંગ,ગેંગરેપ અને નાની બાળકીનુ શારીરિક શોષણ એક સપ્તાહમાં બનેલી આ ત્રણ ઘટનાઓથી કચ્છમાં ભારે ચકચાર સર્જાઇ છે જો કે તેને અંજામ આપનાર તમામ હવે પોલિસની ગીરફ્તમાં આવી ગયા છે જો કે ગાંધીધામની ઘટનામાં બન્ને બાળકો સગીર હોવાથી પોલિસે તેને સુધારગૃહમાં મોકલી વધુ તપાસ હાથ ધરી છે તો માધાપરમાં એક પાંચ વર્ષીય બાળકી પર નજર બગાડનાર શખ્સની પણ ભુજ બી-ડીવીઝન પોલિસે ધરપકડ કરી છે.
શુ હતો સમગ્ર ઘટનાક્રમ?
(1) ભુજના માધાપર ગામે રહેતી એક પાંચ વર્ષીય બાળકી તેના નિત્યક્રમ મુજબ તેની પડોશમાંજ રહેતા એક શખ્સ બીપીન સોની પાસે રમવા જતી હતી જો કે 26 તારીખે તેના ઘરે ગયેલી બાળકી મોડી પડતા તેના પરિવારને શંકા ગઇ હતી અને પુછપરછ કરતા બાળકીએ સમગ્ર ઘટના અંગે પરિવારને જાણ કરી હતી જે બાબતે પરિવારે બીપીનભાઇ સાથે વાત કર્યા બાદ આ મામલે 3 તારીખે ફરીયાદ નોંધાવી હતી અને આજે બી -ડીવીઝન પોલિસે તેની વિધીવત ધરપકડ કરી તેની વધુ પુછપરછ હાથ ધરી છે તો મેડીકલ તપાસણી બાદ તેના વિરૂધ વધુ કાર્યવાહી હાથ ધરાશે.
(2) તો બીજી તરફ ગાંધીધામના જીવનપ્રભાત આશ્રમ ખાતે પણ એક સગીરા પર સામુહિક દુષ્કર્મની ફરીયાદ નોંધાતા ચકચાર મચી છે જો કે ગઇકાલે બપોરથી આ મામલે તપાસનો ધમધમાટ શરૂ થયો હતો આમતો આ મામલે છેલ્લા 3 દિવસથી ચર્ચામાં હતો પરંતુ ગઇકાલે આ મામલે બી-ડીવીઝીન પોલિસ મથક ગાંધીધામ ખાતે જીવનપ્રભાત આશ્રમના બે સગીરો વિરૂધ્ધ વિધીવત ફરીયાદ નોંધાઇ હતી અને ત્યાર બાદ એટ્રોસીટી એક્ટ,સામુહીક દુષ્ક્રમ અને પોક્સો એક્ટની કલમ મુજબ ફરીયાદ સાથે તપાસ DYSP કક્ષાના અધિકારીને સોંપાઇ હતી જે મામલે ગઇકાલે જ પોલિસે બે સગીરોને રાઉન્ડઅપ કર્યા હતા સગીરાની ફરીયાદ હતી કે બન્ને બાળકો તેને બળજબરી પુર્વક બાથરૂમમાં લઇ ગયા હતા અને ત્યા તેની સાથે દુષ્કર્મ કર્યું હતુ બાળકો સગીર હોઇ કોર્ટના આદેશ મુજબ તેમની સામે પોલિસે કાર્યવાહી કરી છે.
કચ્છમાં સગીરા પર દુષ્કર્મ અને યુવતી પર બળાત્કારની ઘટના એક સપ્તાહમાં અનેક બની છે જેને લઇને કચ્છમા રોષ છે ગઇકાલે એ.બી.વી.પી.એ આ મામલે કલેકટરને આવેદનપત્ર આપ્યુ હતુ તો કચ્છમા વધેલા આવા કિસ્સાથી બાળુસુરક્ષા પર ગંભીર સવાલો ઉભા થયા છે જો કે પોલિસે ઝડપી કાર્યવાહી સાથે હવસખોરોને પોલિસ લોકઅપમાં ધકેલ્યા છે.