રાપરના લાખાગઢ ગામે થયેલ મોરના શિકારની ઘટના પછી ચર્ચામા આવેલા આડેસર સેન્ચ્યુરી વિભાગના આર.એફ.ઓ કુરીશે પાસેથી અંતે ગાગોદર મોર હત્યા પ્રકરણની તપાસ છીનવી લેવાઇ છે તેમના સ્થાને તપાસ માટે મદદનીશ વનસંરક્ષક પી.બી.દવે ને મુકવામાં આવ્યા છે લાખાગઢ ગામે એક મોરના શિકાર બાદ રજુઆત કરવા ગયેલા લોકોએ ત્યાર બાદ ફરીયાદ કરી હતી કે આર.એફ.ઓ મામદ કુરેશી શિકારી પ્રવૃતિને પ્રોત્સાહન આપી રહ્યા છે હજુ તે વિવાદ સમે ત્યા જ ગાગોદર ગામે એક સાથે 39 મોરના મોતની ઘટના સામે આવી અને જેની તપાસ પણ ધાંગ્રધા રેન્જમાં આવતા સેન્ચ્યુરી વિસ્તારના આર.એફ.ઓ કુરેશીને સોંપાઇ જેના બાદ પણ વિવાદ ચાલુ હતો અને ધરણા પર બેઠેલા સ્થાનીક ગ્રામજનોએ ફરી આક્ષેપ સાથે વનવિભાગની તપાસ અને વિવાદીત અધિકારી યોગ્ય તપાસ ન કરતા હોવાની ફરીયાદ કરી હતી ત્યારે આજે તેમની પાસેથી તપાસ છીનવી મદદનીશ વનસંરક્ષક પી.બી.દવે ને આ તપાસ સોંપાઇ છે.
ગઇકાલે કોર્ટે રીમાન્ડ મંજુર ન કરતા ફરી એકવાર અધિકારી વિવાદમાં આવ્યા હતા
લોકોના ઉગ્ર વિરોધ અને પોલિસને તપાસ સોંપાયા બાદ ગઇકાલે આ મામલે સ્થાનીક વનવિભાગે કરેલી તપાસમાં ગાગોદર મોર હત્યાકાંડના સ્થળ નજીક ચાલી રહેલા એક પ્રોજેક્ટ પર વનવિભાગે ગ્રામજનોની ફરીયાદ આધારે તપાસ કરી હતી અને ત્યાર બાદ ત્યાથી મજબુત પુરાવા સાથે 12 શખ્સોને વનવિભાગે ઝડપ્યા પણ હતા પરંતુ નવાઇ વચ્ચે તેના રીમાન્ડની માંગણી જ કરાઇ ન હતી અને મોરની હત્યાના શંકામાં રહેલા 12 પશ્ર્ચિમ બંગાળના શખ્સોને કોર્ટે જેલ હવાલે કર્યા હતા જો કે આ અંગે જ્યારે ઉચ્ચ અધિકારીઓનો સંપર્ક કરાયો હતો ત્યારે તેઓએ પણ મીડીયાને જણાવ્યુ હતુ કે રીમાન્ડ માંગવા આર.એફ.ઓ કુરેશીને સુચના અપાઇ હતી જો કે અંતે વિવાદો વચ્ચે વનવિભાગે પરિસ્થિતી સમજી તપાસ અધિકારીની ફેરબદલ કરી છે.
એક તરફ વનવિભાગની તપાસ પછી પણ આર.એફ.ઓ કુરેશીની વર્તણુક અને તપાસની દિશાથી લોકોમાં નારાજગી હતી અને વનવિભાગને લેખીત અને મૌખીક વિવાદાસ્પદ અધિકારીને બદલવા સાથે તેની સામે તપાસની માંગ કરી હતી જેને ધ્યાને લઇ અંતે તપાસ અધિકારીઓને બદલાયા છે જો કે હવે જોવુ એ અગત્યનુ રહેશે કે નવા આવેલા અધિકારી લોકોના વિરોધને શાંત કરી તપાસમાં શુ કરે છે? જો કે સુત્રોનુ માનીએ તો આ અંગેનો રીપોર્ટ 27 તારીખે જ આપી દેવાયો હતો જે સદંર્ભે ટુંક સમયમાં અમલવારી કરી નવા અધિકારી તપાસ સંભાળશે.