ભુજના મીરઝાપર નજીક શિવપારસ પાસે આજે સર્જાયેલા એક ગમખ્વાર અકસ્માતમાં રબારી સમાજના આશાસ્પદ યુવકનુ મોત થયુ છે યુવાન ટ્રક ડ્રાઇવર છે અને મીરઝાપરમાં રહે છે આજે સવારે જ્યારે તે મુન્દ્રાના રતાડીયા ગામેથી તેમની પત્ની સાથે ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારેજ શીવપારસ નજીક ટ્રક ચાલકે તેને પાછળથી ટક્કર મારી હતી જેમાં યુવકનુ ઘટના સ્થળેજ મોત થયુ હતુ જ્યારે તેની પત્નીને ગંભીર ઇજાઓ થતા પહેલા ભુજની અદાણી હોસ્પિટલ અને ત્યાર બાદ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાઇ છે ઘટનાના પગલે રબારી સમાજમાં રોષ સાથે શોક ફેલાયો છે અને ઘટના સ્થળ સહિત મોટી સંખ્યામાં સમાજના આગેવાનો અને યુવાનો હોસ્પિટલમાં દોડી આવ્યા હતા એક સમયે ટ્રક ચાલક અકસ્માત કરી ત્યાથી ફરાર થવાની ફીરાકમાં હતો પરંતુ મીરઝાપર ચોકી પાસે સમાજના લોકોએ તેને ઝડપી પોલિસને હવાલે કર્યો હતો મૃતક યુવકનુ નામ વંકા લખુભાઇ રબારી છે અને તે ટ્રક ચલાવવાનુ કામ કરે છે તો તેની પત્ની દેવીબેન રબારીને ઇજા થતા તે હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે ઘટનાની કરૂણતા એ હતી કે પત્નીની નજર સમક્ષ પતીનુ પ્રાણપંખેરૂ ઉડી ગયુ હતુ જ્યારે બીજી તરફ જે કામમાંથી રોજી મેળવે છે તે ટ્રક જ તેના માટે જીવલેણ સાબિત થઇ બનાવ સંદર્ભે માનકુવા પોલિસે વધુ તપાસ હાથ ધરી છે.