Home Crime જદુરામાંથી હથિયાર બનાવવાની મીની ફેક્ટરી ઝડપાઇ : હથિયારોનો સોદાગર રહેમતુલ્લા ફરાર 

જદુરામાંથી હથિયાર બનાવવાની મીની ફેક્ટરી ઝડપાઇ : હથિયારોનો સોદાગર રહેમતુલ્લા ફરાર 

647
SHARE
એક સમય હતો જ્યારે પુર્વ કચ્છનુ વાગડ પંથક ઘરેલુ હથિયારો બનાવવા માટે પંકાયેલુ હતુ જો કે ઘણા સમયથી ત્યા કોઇ એવી મોટી કાર્યવાહી થઇ નથી. પરંતુ લખપતના પુનરાજપર અને વરનોરા બાદ પશ્ર્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચે લાંબા સમય બાદ પશ્ર્ચિમ કચ્છમાંથી હથિયારો બનાવવાનુ કારસ્તાન ઝડપી પાડ્યુ છે એલ.સી.બીના સામતભાઇને ખાનગી રાહે હકિકત મળેલે કે ભુજ તાલુકાના જદુરા ગામે એક શખ્સ નામે રહેમતુલ્લા ઓસમાણ થેબા તેના ઘરમાં દેશી હથિયારો બનાવવાનુ કારસ્તાન ચલાવે છે. અને જે આધારે લોકલ ક્રાઇમ બ્રાન્ચની એક ટુકડી ત્યા તપાસ માટે ગઇ હતી જો કે રહેમતુલ્લા ઓસમાણ થેબા રાત્રીના અંધકારનો લાભ લઇ ભાગી જવામા સફળ રહ્યો હતો. પરંતુ પોલિસે ત્યાથી હથિયાર બનાવવાના સાધનો સાથે ગેરકાયદેસર બંદુક કારતુસનો જથ્થો ઝડપી પાડ્યો છે આ સદંર્ભે લોકલ ક્રાઇમ બ્રાન્ચે માનકુવા પોલિસ મથકે ગુન્હો નોંધી આગળની તપાસ શરૂ કરી છે. એલ.સી.બીએ ત્યાથી દેશી હાથબનાવટની 3 બંધુક 8 જીવતા કારતુસ અને 101 ફુટેલા કારતુસ જપ્ત કર્યા છે. જ્યારે હથિયાર બનાવવાના વિવિધ સાધનો પણ કબ્જે કર્યા છે.

રહેમતુલ્લાનો ગામમાં ખોફ ? ઝડપાયા બાદ વધુ વિગતો ખુલશે 

રહેમતુલ્લાહ પોલિસ કાર્યવાહી દરમ્યાન ભાગી જવામાં સફળ ભલે રહ્યો હોય પરંતુ તેની ધરપકડ બાદ જ પોલિસ સાચી દિશામાં તપાસ કરી શકશે પરંતુ ત્યા સુધી આ સવાલો સવાલ જ રહેશે કેટલા સમયથી રહેમતુલ્લા હથિયારો બનાવવાનુ કારસ્તાન ચલાવતો હતો.? અત્યાર સુધી કેટલા હથિયારો બનાવી તેને વહેંચી નાંખ્યા? કોની કોની મદદથી તે આ ગોરખધંધો ચલાવતો? કોને આ ક્યા ઉદ્દેશ માટે તેને હથિયારો બનાવી અને કોને વહેંચ્યા આ તમામ સવાલો પર હજુ પડદો છે. અને તેને ઝડપ્યા બાદ પોલિસ આ દિશામાં તપાસ કરશે જો કે ગામમાં જ્યારે રહેમતુલ્લાના ઘરે તપાસ માટે મિડીયાની ટીમ પહોંચી ત્યારે જાણતા હોવા છંતા કોઇએ રહેમતુલ્લાનુ ઘર બતાવવાનુ ટાળ્યુ હતુ જે દર્શાવે છે. કે ગામમાં રહેમતુલ્લાનો કેટલો ખોફ હશે
પશ્ર્ચિમ કચ્છમાં જાહેરનામાનો ભંગ કરી હથીયારો સાથે ફરતા અનેક લોકો સામે પણ પોલિસ કાર્યવાહી કરે છે. પરંતુ લાંબા સમય બાદ આવા ગેરકાયેદસર હથિયારો બનાવતા સોદાગર પર પોલિસે તવાઇ બોલાવી છે. જો કે કચ્છ બોર્ડર વિસ્તાર હોવાથી આ ગુન્હાની ગંભીરતા વધી જાય છે. ત્યારે પોલિસે ક્યારે રહેમતુલ્લા સુધી પહોંચી તેની ઉંડાણ પુર્વક તપાસ કરે છે તે જોવુ રહ્યુ