Home Crime અને હવે નખત્રાણાના જીયાપરમા ATM માંથી ચોરીનો નિષ્ફળ પ્રયાસ : અંતે ફરીયાદ...

અને હવે નખત્રાણાના જીયાપરમા ATM માંથી ચોરીનો નિષ્ફળ પ્રયાસ : અંતે ફરીયાદ નોંધાઇ 

1425
SHARE
હજુ આદિપુરમા ફાયરીંગ સાથે ATM કેસવાનમા 32 લાખની લુંટની ઘટનાની તપાસ ચાલુ છે ત્યાં નખત્રાણાના જીયાપર ગામે બેંક ATM મા ચોરીના નિષ્ફળ પ્રયાસનો કિસ્સો પ્રકાશમા આવ્યો છેઆમતો ઘટના 30 તારીખે રાત્રે બે વાગ્યા આસપાસ બની હોવાનુ સામે આવ્યુ છે પરંતુ તે મામલે અંતે આજે નખત્રાણા પોલિસ મથકે ફરીયાદ નોંધાઇ છે ઘટનાનો સી.સી.ટી.વી વિડીયો પણ આજે સોશિયલ મીડીયામા વાયરલ થયો હતો જેમા એક શખ્સ હેલ્મેટ અને શાલ પહેલી એ.ટી.એમ.માં પ્રવેશ કરે છે અને ત્યાર બાદ તેની સાથે રહેલા હથિયારથી તે એ.ટી.એમ.માં ચોરીનો પ્રયાસ કરે છે જો કે સેન્ટ્રલ બેંકના મેનેજરે કરેલી તપાસમાં ATM માંથી કોઇ પૈસા ન ચોરાયા હોવાનુ ધ્યાને આવ્યુ હતુ જીયાપર સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડીયાના બ્રાન્ચ મેનેજર રામસિંગ મીણાએ આ બાબતે નખત્રાણા પોલિસે અજાણ્યા શખ્સ વિરૂધ ફરીયાદ નોંધાવી છે જે આધારે નખત્રાણા પોલિસે તપાસ શરૂ કરી છે જો કે એક તરફ પૂર્વ કચ્છમા ફાયરીંગ સાથે ATM કેસવાન પર લુંટની ઘટના અને હવે નખત્રાણામાં ATM પર ચોરીના પ્રયાસની ઘટના પછી પોલિસ માટે ATMની સુરક્ષાને લઇને મોટો પડકાર ઉભો થયો છે જો કે 30 તારીખે બનેલી ઘટના બાબતે અંતે વિધીવત ફરીયાદ નખત્રાણા પોલિસ મથકે નોંધાઇ છે અને સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ પોલિસે કેટલાક શંકાસ્પદ લોકોની આ મામલે પુછપરછ શરૂ કરી છે.