Home Crime વિલ્સડન બાદ હવે લંડનના હેરો સ્વામીનારાયણ મંદિરમાં ચોરી : ભક્તો વ્યથિત 

વિલ્સડન બાદ હવે લંડનના હેરો સ્વામીનારાયણ મંદિરમાં ચોરી : ભક્તો વ્યથિત 

880
SHARE
નવા વર્ષના પ્રારંભ સાથે જ લંડનમા વિલ્સડન સ્વામીનારાયણ મંદિરમાં ચોરીના સમાચારથી ન માત્ર ત્યાં વસતા હરિભક્તો પરંતુ કચ્છ અને ગુજરાતભરના આસ્થા ધરાવતા હરિભક્તો દુખી થયા છે. કેમકે મંદિરમાંથી તસ્કરો મુર્તીની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. લંડન પોલિસ આ મામલે તપાસ કરી રહી છે. અને મંદિર પણ સતત આ મામલે થઇ રહેલી કાર્યવાહી અંગે લોકોને વાકેફ કરી રહી છે. પરંતુ તે વચ્ચે વધુ એક મંદિરને તસ્કરોએ નિશાન બનાવ્યુ છે વિલ્સડન મંદિર નજીકમાં જ ભુજ સ્વામીનારાયણ મંદિરના તાબામાં આવતું હેરો સ્વામીનારાયણ મંદિર આવેલુ છે. ત્યાં પણ 13 તારીખે રાત્રે તસ્કરોએ ચોરી કરી છે. જો કે તસ્કરોએ મંદિરમાંથી શુ ચોરી કરી છે તેની સત્તાવાર માહિતી મંદિર તરફથી અપાઇ નથી. પરંતુ મંદિરે એક પત્ર દ્વારા મંદિરમાં ચોરી થયાની વાતને પુષ્ટી આપી છે. લંડનમાં મોટી સંખ્યામાં કચ્છી-ગુજરાતી સમાજના લોકો રહે છે અને ત્યાં આ બન્ને મંદિરો આસ્થાનુ કેન્દ્ર છે તેવામાં એક સ્પ્તાહની અંદર જ બે મંદિરોમાં ચોરીની ઘટના બનતા હરિભક્તો વ્યથીત બન્યા છે તો કચ્છમાં પણ આ ઘટનાનાં સમાચારથી મંદિર સાથે સંકડાયેલા હરિભક્તોમાં દુખ સાથે રોષ ફેલાયો છે તો વિદેશમાં ભારતીય મંદિરોને ચોરોએ નિશાન બનાવતા અનેક સવાલો ઉભા થયા છે. જો કે મંદિરે બહાર પાડેલા પત્રમાં સ્થાનીક પોલિસ દ્વારા એફ.એસ.એલ સહિતની ટીમ મારફતે ચોરનુ પગેરૂ દબાવવાના પ્રયાસનો પણ ઉલ્લેખ છે જો કે હવે જોવુ એ રહ્યુ બે મંદિરોને તસ્કરોએ નિશાન બનાવ્યા બાદ પોલિસ તસ્કરો સુધી ક્યારે પહોંચી શકે છે.