Home Current લંડન-બે હિન્દુ મંદિરોમાં તાળા તોડવાના બનાવ પછી બ્રિટનની સંસદમાં શું થયું?- જુઓ...

લંડન-બે હિન્દુ મંદિરોમાં તાળા તોડવાના બનાવ પછી બ્રિટનની સંસદમાં શું થયું?- જુઓ વીડીયો

1498
SHARE
મંદિરના તાળા તૂટવાની અને ચોરી કરવાના બનાવો આપણે ત્યાં તો છાશવારે બને છે. પણ, બોબી તરીકે જયાંની પોલીસ જાણીતી છે અને કામગીરીમાં પણ નામના ધરાવે છે તેવા બ્રિટનમાં બબ્બે મંદિરોના તાળા તોડવાની અને એક મંદિરમાં થી ત્રણ મૂર્તિઓની ચોરીના બનાવે લંડનના સ્વામીરાયણ સંપ્રદાય સહિત સમગ્ર હિન્દુ કોમ્યુનીટીમાં ચકચાર સાથે ચર્ચા જગાવી છે. લંડનના વિલ્સડન ના તેમ જ કેન્ટનના સ્વામિનારાયણ મંદિરમાં તાળા તોડવાની ઘટનાના પડઘા છેક બ્રિટનની સંસદ સુધી પડ્યા છે. આપણે ત્યાં કચ્છમા કે અન્યત્ર મંદિર ચોરીની ઘટનાઓ માત્ર પોલીસ ચોકીમાં ફરિયાદ અને મીડીયા ના સમાચારો પૂરતી સિમીત રહી જાય છે. પણ, બ્રિટનના સમગ્ર હિન્દુ સમાજ અને ભારતીય સમુદાયમાં તેમ જ સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભક્તોમાં મૂર્તિઓની ચોરી અને મંદિરોના તાળા તોડવાના બનાવે ભારે આઘાતની લાગણી સર્જી છે. હિન્દુ સમાજની લાગણી ને પહોંચેલી ઠેસ ને પગલે બ્રિટનના રાજકારણમાં પણ તેની અસર અનુભવાઈ છે તો બ્રિટીશ પોલીસ ઝડપભેર બબ્બે મંદિરોના તાળા તોડનારા મૂર્તિ ચોર તસ્કરોને પકડી પાડે તેવું લોકો ઇચ્છી રહ્યા છે. લોકોની લાગણીનો પડઘો બ્રિટીશ સંસદમાં પડ્યો અને લંડનના સાઉથહોલ વિસ્તારના સાંસદ વીરેન્દ્ર શર્માએ વિલ્સડન તેમજ કેન્ટન એ બન્ને મંદિરોની ચોરીના બનાવ વિશે સંસદમાં રજુઆત કરી હતી. વીરેન્દ્ર શર્મા મૂળ ભારતીય છે અને બ્રિટન ની લેબર પાર્ટીના સાંસદ છે. મૂર્તિ ચોરીના આ બનાવ પછી કોમ્યુનીટી (સમાજ) અને પોલીસ વચ્ચે પણ આપસમાં વિશ્વાસ જળવાઈ રહે તે હેતુ થી ટીવી શો સહિત ના અન્ય કાર્યક્રમો ના આયોજન થઈ રહ્યા છે. બ્રિટન ના હેરો સીટી કાઉન્સિલના કાંતિભાઈ રાબડીયાએ પણ બબ્બે મંદિરોના તાળા તોડવાના બનાવ અંગે ચિતા વ્યક્ત કરી હતી. ભારતીય મૂળના કાંતિભાઈ રાબડીયા મૂળ કચ્છના છે અને હેરો સીટીના જાણીતા રાજકીય સામાજિક આગેવાન છે. જોકે, બ્રિટનના બે હિન્દુ મંદિરોના તાળા તૂટવાના બનાવના પડઘા અહીં ભારતમાં પણ અનુભવાઈ રહ્યા છે. કચ્છ સહિત ગુજરાત માં ભગવાન સ્વામીરાયણ ના સતસંગીઓ નો વિશાળ સમુદાય પણ શોક ની લાગણી અનુભવી રહ્યો છે. પણ, લંડન ના સ્વામિનારાયણ મંદિર દ્વારા સૌ હરિભક્તોને સોશ્યલ મીડીયા માં આવતા સમાચારો અને અફવાઓ થી દૂર રહેવા અપીલ કરાઈ છે. લંડનના હિન્દુ સમાજની લાગણી અને બે મંદિરોના તાળા તોડવા ના બનાવો વિશે બ્રિટન ની સંસદ માં સાંસદ વીરેન્દ્ર શર્માએ કરેલી રજૂઆતનો વીડિયો જુઓ.