Home Crime અબડાસાના વાગોઠ ત્રણ રસ્તા પાસે રૂા.૭૫,૨૫૦/- ના ઇગ્લીશ દારૂ સાથે બે શખ્સો...

અબડાસાના વાગોઠ ત્રણ રસ્તા પાસે રૂા.૭૫,૨૫૦/- ના ઇગ્લીશ દારૂ સાથે બે શખ્સો ઝડપાયા

1988
SHARE
આજ રોજ શ્રી એસ.કે.વાળા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક પશ્ચિમ કચ્છ ભુજનાઓની સુચનાથી અને શ્રી એમ.બી.ઓૈસુરા ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી.,પશ્ચિમ કચ્છ-ભુજનાઓના તથા શ્રી એચ.એસ.તિવારી પો.સબ ઇન્સ્પેક્ટર એલ.સી.બી.,પશ્ચિમ કચ્છ-ભુજનાઓના માર્ગદર્શન હેઠળ પશ્ચિમ કચ્છ જીલ્લામાં પ્રોહી.ની બદી નેસ્ત નાબુદ કરવા તેમજ સફળ કેસો શોધી કાઢવા એલ.સી.બી. પશ્વિમ કચ્છ ભુજની એક ટીમ અબડાસા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન મળેલી બાતમીના આધારે આજરોજ સાંજના વાયોર પો.સ્ટે.તાબેના વાગોઠ ત્રણ રસ્તાથી એ.બી.જી.કંપની તરફ જતા રસ્તે આવેલા જી.ઇ.બી.સબ સ્ટેશનની પાછળ બાવળોની ઝાડીઓમાં રેઇડ કરતા આરોપી દિગ્વીજયસિંહ રધુવિરસિંહ જાડેજા ઉ.વ.૨૨ તથા પ્રહલાદસિંહ ઉર્ફે રવિરાજિસંહ જાડેજા ઉ.વ.રર રહે.બન્ને ગામ મોટી અકરી તા.અબડાસા વાળાઓને ભારતીય બનાવટની પરપ્રાતિય ઇગ્લીશદારૂ વ્હીસ્કીની ૭૫૦ એમ.એલ.ની બોટલો નંગ-૨૧૫ કિ.રૂા.૭૫,૨૫૦/- તથા દારૂનો જથ્થો હેરફેર કરવા વાપરેલ મારૂતિ ફંન્ટી કાર નં.જી.જે.૦૧.એચ.એસ.૪૯૭૩ કિ.રૂા.૩૦,૦૦૦/- એમ કુલ્લે કિ.રૂા.૧,૦૫,૨૫૦/-ના મુદામાલ તથા આરોપીઓને ઝડપી પાડી વાયોર પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.