Home Current KBCમાં દાબેલી, ઘુડખરના પ્રશ્નો સાથે કચ્છ છવાયું – હરખચંદ સાવલાને અમિતાભે આપ્યો...

KBCમાં દાબેલી, ઘુડખરના પ્રશ્નો સાથે કચ્છ છવાયું – હરખચંદ સાવલાને અમિતાભે આપ્યો ૫૦ લાખનો ચેક

4081
SHARE
કેબીસીના કર્મવીર એપિસોડમાં કચ્છી માડુની સેવાની સાથે કચ્છ છવાયેલું રહ્યું. મૂળ માંડવી તાલુકાના બાડા ગામના વતની અને અત્યારે મુંબઇ મુલુંડ માં રહેતા હરખચંદ સાવલા દ્વારા કેન્સરગ્રસ્ત દર્દીઓ માટે કરાતા કાર્યની સમગ્ર એપિસોડમાં અમિતાભ બચ્ચને પ્રશંસા કરી હતી. ૨૩/૧૧/૧૮ નો કોન બનેગા કરોડપતિનો આ શો કચ્છ માટે અનેક રીતે યાદગાર રહેશે. ખાસ કરીને કર્મવીર તરીકે કેબીસીના શો માં આવનાર હરખચંદ સાવલા પ્રથમ કચ્છી છે. કેબીસીના આ એપિસોડમાં પોતાના માતૃશ્રી સાકરબેન ઉપરાંત પત્ની, પુત્ર, પુત્રી, જમાઈ અને અન્ય મિત્રોની સાથે કેબીસીમાં ભાગ લેવા આવેલા હરખચંદ સાવલા ની સેવાકીય પ્રવૃત્તિએ સૌને ભાવુક કરી મુક્યા હતા. દરમ્યાન હોટસીટ ઉપર બેઠનારા હરખચંદ સાવલાની સાથે એમના જોડીદાર તરીકે બૉલીવુડ ના જાણીતા ફિલ્મ પ્રોડ્યુસર અનુરાગ બાસુ રહ્યા હતા. શો ની પ્રશ્નોતરી દરમ્યાન કચ્છની દાબેલી, ઘુડખર સહિતના કચ્છને સ્પર્શતા પ્રશ્નો પુછાતા કચ્છીયત છવાઈ હતી. જોકે, કેન્સરગ્રસ્ત દર્દીઓની સેવા કરતા કચ્છી માડુ કર્મવીર હરખચંદ સાવલાના કારણે કચ્છ સતત ગાજતું રહ્યું.

૨૫ લાખ ₹ જીત્યા, એટલી જ રકમ ૨૫ લાખ ₹ એક્સિસ બેંક આપશે..અમિતાભે માંગ્યા માં ના આર્શીવાદ

કર્મવીર હરખચંદ સાવલાની સેવા ને કેબીસીના એન્કર બિગ બી અમિતાભ બચ્ચને બિરદાવ્યું હતું. સાથે હરખચંદભાઈએ માત્ર બે જ લાઈફલાઈન નો ઉપયાગ કરીને ૨૫ લાખ ₹ નો જેકપોટ જીતી ગયા. પણ, એક્સિસ બેંક દ્વારા જીતેલી રકમ જેટલી જ રકમ ૫૦ લાખ ₹ અપાતા ૫૦ લાખ ₹ કચ્છી માડુ હરખચંદ સાવલાએ જીતી લીધા હતા. આ રકમ જીવનજ્યોત સંસ્થા દ્વારા કેન્સરના દર્દીઓ માટે વપરાશે. હરખચંદભાઈ સાવલાએ ન્યૂઝ4કચ્છ સમક્ષ કરેલી વાતચીત પ્રમાણે હજી એક્સિસ બેંકની ડોનેશન ની રકમ હવે મળશે પણ અત્યારે ૨૫ લાખ ₹ જે મળ્યા છે, તે કેન્સરના દર્દીઓ ની મદદ માટે વપરાશે. શો દરમ્યાન હરખચંદ સાવલાની સેવાકીય પ્રવૃત્તિ નિહાળીને ભાવુક બનેલા સુપરસ્ટાર અમિતાભ બચ્ચને હરખચંદભાઈ જેવી સેવા પ્રવૃત્તિ કરવાની પ્રેરણા મળે તે માટે હરખચંદભાઈના માતૃશ્રી સાકરબેન ના આર્શીવાદ માંગ્યા હતા. તો, પોતાના દર્દીઓના પ્રતિભાવ અને મિત્રો તેમ જ દાતાઓના પ્રેમ બદલ આભારની લાગણી વ્યક્ત કરી હતી. આ સેવાકીય પ્રવૃત્તિ પાછળ માતૃશ્રી ના આર્શીવાદ તેમ જ ધર્મપત્ની, પુત્ર તેમ જ પુત્રી જમાઈ દ્વારા સહકાર મળ્યો હોવાનું હરખચંદભાઈએ જણાવ્યું હતું.

હરખચંદ ભાઈ ની આ છે, ઈચ્છા!!

KBC ના કર્મવીર એપેસોડમા અમીતાભ બચ્ચને સમગ્ર કાર્યક્રમ દરમ્યાન કેન્સરના દર્દીઓની મુશ્કેલી અને તેના પરિવારની પીડા સાથે હરખચંદ સાવલાના સંઘર્ષ જાણવાનો પ્રયત્ન કર્યો ત્યારે હરખચંદભાઇએ અત્યાર સુધી કેન્સરના દર્દી માટે કરેલી મહેનતનુ વર્ણન કરતાં બચ્ચન અને અનુરાગ બાસુ ભાવુક બન્યા હતા કેન્સરના દર્દી માટે ટોય બેંક, ડ્રગ બેંક, બે ટાઈમ ભોજન, ઓપરેશન વગેરેમાં કેન્સરના દર્દીઓ ને મદદરૂપ થતા હરખચંદ સાવલા એ કેબીસી ના એપિસોડ દરમ્યાન અમિતાભ બચ્ચન સાથેની વાતચીત માં જણાવ્યું હતું કે હવે તેમની ઈચ્છા મુંબઈની ટાટા કેન્સર હોસ્પિટલ મા ફૂટપાથ ઉપર સુનારા દર્દીઓ ના સગાંવહાલાં માટે એક આશ્રયસ્થાન બનાવવાની છે.