ભુજના દીપદર્શન મોબાઇલ શોપમાંથી બે મહિના પહેલા મોબાઇલની ખરીદી કર્યા બાદ વેપારીને પૈસા ન ચુકવી લાખો રૂપીયાનો ચુનો ચોપડનાર માધાપરના બે યુવાનો અંતે ભુજ બી ડીવીઝન પોલિસને હાથે ઝડપાઇ ગયા છે. તારીખ 17-10-2018 ના આ ગુન્હો પ્રકાશમા આવ્યો હતો જેમા ફરીયાદી પ્રતિક ધનસુખ દોશીએ ભુજ બી ડીવીઝન પોલિસ મથકે ફરીયાદ નોંધાવી હતી જેમા માધાપર રહેતા મંયક અનિલ ગજરા અને રાહુલ અનીલ ગજરા નામના બે ભાઇઓ વિરૂધ્ધ ફરીયાદ નોંધાવી હતી જેમાં દીપદર્શન મોબાઇલ શોપમાંથી 79 મોબાઇલ ફોન ખરીદી બન્ને ભાઇઓએ પૈસા ચુકવ્યા ન હતા જે ફરીયાદના આધારે આજે ભુજ બી ડીવીઝન પોલિસે મંયક અને રાહુલ ગજરાની ધરપકડ કરી છે અને તેના રીમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે ઠગાઇ કરનાર બે ભાઇઓની તપાસમા અન્ય મોબાઇલ વેપારી પાસેથી પણ આજ રીતે મોબાઇલ ખરીદી પૈસા ન ચુક્વ્યાનુ તપાસમાં ખુલી શકે છે જે બાબતે પોલિસ વધુ તપાસ હાથ ધરશે આમતો છેલ્લા બે દિવસથી પોલિસ આ મામલે તપાસ કરી રહી છે અને આરોપીની ધરપકડના સમાચારથી અનેક વેપારીઓ પોલિસ સ્ટેશન દોડી ગયા હતા અને પોલિસે વેપારીઓની ફરીયાદ અને રજુઆત સાંભળી હતી તેથી પોલિસે હવે અન્ય વેપારીઓ પાસેથી આવી ઠગાઇ થઇ છે કે નહી તેની તપાસ કરશે.