Home Current જમીન હક્ક મુદ્દે ગાંધીધામ વાસીઓ આકરાપાણીએ વિશાળ રેલી સાથે રસ્તા પર ઉતર્યો...

જમીન હક્ક મુદ્દે ગાંધીધામ વાસીઓ આકરાપાણીએ વિશાળ રેલી સાથે રસ્તા પર ઉતર્યો જનઆક્રોશ 

1197
SHARE
ગાંધીધામની સ્થાપના અને ઇતિહાસથી ભાગ્યેજ કોઇ અજાણ હશે પહેલાનુ કંડલા પોર્ટ અને હાલના દિનદયાલ પોર્ટેની સ્થાપના સાથે અહી હજારો ઉદ્યોગ સ્થાયી થયા છે અને એટલે જ ગાંધીધામને પચરંગી શહેર તરીકે પણ ઓળખાય છે.જો કે નવાઇ વચ્ચે ગાંધીધામમા રહેતા તમામ લોકો તેમના રહેણાક કે વ્યવસાયીક પ્રતિષ્ઠાનની જમીનના માલિક નથી આમતો આ મુદ્દો છેલ્લા ઘણા વર્ષોથી ચાલે છે અને તેના મુદ્દે અનેક લડત રજુઆતો થઇ જો કે માત્ર 345 જેટલા લોકોને જમીન હક્કો મળ્યા અને ફરી મામલો ગુંચવાઇ ગયો જો કે લોકો સાથે સંવાદ-ચર્ચા કર્યા બાદ ચેમ્બર ઓફ કોમર્સે આ મામલે લડત કરવાનુ નક્કી કર્યુ અને રજુઆતો પત્ર વ્યવહાર બાદ આક્રમક વિરોધ કાર્યક્રમ આપવાનુ નક્કી કર્યુ જે અતર્ગત બાઇક રેલી,નાટકો અને સહિઝુંબેશ જેવા કાર્યક્રમો અપાયા અને આજે વિશાળ રેલી ઝંડાચોકથી સભા પુર્ણ કરી દીનદયાળ પોર્ટ ઓફીસે વિરોધ સ્વરૂપે પહોંચી હતી.

શુ છે મુખ્ય માંગણીઓ ? 

કચ્છના મહારાવે સરકારને માત્ર 1 રૂપીયામાં આ જમીન કંડલા પોર્ટ અને શહેરના નિર્માણ માટે આપી હતી જો કે પોર્ટની રચના થતા તમામ જમીન કંડલા પોર્ટને અપાઇ અને લેન્ડ પોલિસી અતર્ગત જમીન ભાડા પર આપી ગાંધીધામ શહેર બનાવાયુ જે આજે પણ ચાલુ છે જો કે આજે વિકસતા શહેરોમા ગાંધીધામ અન્ય મેટ્રો શહેરોની જેમ ઉભુ થયુ છે ત્યારે લોકોએ જમીન હક્ક માટે અવાજ ઉઠાવ્યો ટ્રાન્સફર ફી જમીન માલિકીના હક્ક જમીન મોર્ગેજના પ્રશ્ર્નો અને લેન્ડ રેકર્ડ ઓફીસ ગાંધીધામમાં શરૂ કરવાની માંગણીઓ સાથે આજે ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સના નેજા હેઠળ આ રેલી ઝંડા ચોકથી શહેરમા ફરી કંડલા પોર્ટ ઓફીસ પહોંચી હતી કાળી પટ્ટી અને કાળા કપડા ધારણ કરી શહેરીજનો મોટી સંખ્યામાં આ રેલીમા જોડાયા હતા.

ચેમ્બર અને પોર્ટ ઓથોરીટી વચ્ચેની બેઠકનુ પરિણામ આવશે ?

આમતો છેલ્લા 20 વર્ષથી આ મુદ્દે લડત ચાલી રહી છે દીનદયાળ પોર્ટ ટ્રસ્ટે સરકારની મદદથી જમીનની પોલિસી થોડી હળવી કરી છે પરંતુ હજુ અનેક પ્રશ્ર્નો છે ત્યારે આજે વિવિધ કાર્યક્રમો રેલી પછી પોર્ટ અધિકારીઓ સાથે ચેમ્બર અને ગાંધીધામના આગેવાનોની એક બેઠક મળી હતી જેમા 21થી વધુ લડતના પ્રતિનીધીઓ જોડાયા હતા અને એક કલાક સુધી વિવિધ પ્રશ્ર્નો અને તેના ઉકેલ મુદ્દે ચર્ચા કરી હતી જેમાં આગામી બોર્ડ મીટીંગમાં આ મુદ્દાઓને આવરી લઇ પોર્ટ પ્રસાશને યોગ્ય કરવાની ખાતરી આપી હતી. જેમા ટ્રાન્સફર ફીમાં ઘટાડો અને મોર્ગેજના પ્રશ્ર્નો તાકિદે ઉકેલવા રજુઆત સાથે ચેમ્બરે ધારદાર દલિલો પોર્ટ સમક્ષ કરી હતી અને સાથે માંગણી પણ કરી હતી કે જનઆક્રોશ ખુબ છે અને જો યોગ્ય નિર્ણય નહી આવે તો આગામી દિવસોમા વધુ આક્રમક કાર્યક્રમો સાથે ચેમ્બર અને ગાંધીધામ શહેરીજનો રસ્તા પર ઉતરશે  કદાચ ગાંધીધામ ભારતનુ પ્રથમ એવુ શહેર હશે જ્યા ગરીબ અને તંવગર બન્ને લોકો વસવાટ કરે છે પરંતુ જમીનના માલિકી હક્કો કોઇ પાસે નથી ચોક્કસ કેટલાક કિસ્સામાં રહેણાક વિસ્તારોમાં પોર્ટ ટ્રસ્ટે નિયમો હળવા કરી તેમને હક્ક આપ્યા છે પરંતુ હજુ પણ મામલો ઉકેલાયો નથી તે સત્ય છે તેવામા હવે લડત અને પોર્ટના સકારાત્મક વલણથી મામલો ઉકેલાય તેવી આશા જાગી છે જો કે 20 વર્ષથી ન ઉકેલાયેલો મામલો હવે જો નહી ઉકેલાય તો ચોક્કસ લડત લાંબી અને આક્રમક હશે કેમકે હવે ગાંધીધામવાસીઓની ધીરજ ખુટી છે.