Home Crime પરિવારની સમસ્યા દૂર કરવા વિધિના બહાને 20 લાખની છેતરપિંડી કરનાર ઝડપાયો

પરિવારની સમસ્યા દૂર કરવા વિધિના બહાને 20 લાખની છેતરપિંડી કરનાર ઝડપાયો

1344
SHARE
ઘરેલુ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે વિધિ કરવાના બહાને રોકડ તેમજ દાગીના સહિત 20 લાખ 70 હજારની છેતરપિંડી કરનાર ભચાઉના વાદી નગરમાં રહેતા 25 વર્ષીય યુવકને પોલીસે ઝડપી પાડ્યો છે આ કિસ્સામાં માધાપર જૂનાવાસમાં રહેતા કરશનભાઇ હીરજીભાઈ ભુડિયાએ પધ્ધર પોલીસમાં લખાવેલી ફરિયાદમાં ભચાઉ વાદી નગરના રમેશનાથ ધીરાનાથ વાદી નામના યુવાને તેમના પરિવારની તકલીફના નિરાકરણની વિધિના બહાને એક માસના સમયગાળા દરમ્યાન 16 લાખ રોકડ અને 4 લાખના લાખના દાગીના પડાવીને 20 લાખ જેટલી રકમની છેતરપિંડી કરી હોવાનું જણાવ્યું હતું આ ફરિયાદમાં રમેશનાથ સાથે પોતાની PSIની ઓળખ આપીને મોબાઈલ પર વાત કરનાર અજાણ્યા શખ્સનો પણ ઉલ્લેખ કરાયો હતો આ ગુન્હાની તપાસ કરતા PSI એસ.જે.રાણા સહિતના સ્ટાફે રમેશનાથને ઝડપી પાડ્યો છે અને કલમ 420,406,114 મુજબ વિશ્વાસઘાત અને છેતરપિંડીના આરોપ સાથે કાર્યવાહી હાથ ધરી અન્ય અજાણ્યા શખ્સને શોધવાની દિશામાં તપાસ હાથ ધરી છે.