Home Crime ભુજમાંથી ઝડપાયેલા કાશ્મીરના કુખ્યાત શખ્સની તપાસમા કાઇ ન ખુલતા હવે કાશ્મીર પોલિસને...

ભુજમાંથી ઝડપાયેલા કાશ્મીરના કુખ્યાત શખ્સની તપાસમા કાઇ ન ખુલતા હવે કાશ્મીર પોલિસને કબ્જો સોંપાશે

1746
SHARE
આમતો કચ્છમાં શંકાસ્પદ કાશ્મીરી યુવાનો ઝડપાયા અંગેના બીનસત્તાવાર અને સત્યતાથી નજીકના અહેવાલો છેલ્લા કેટલાય દિવસોથી ચર્ચામા છે જો કે આજે પશ્ર્ચિમ કચ્છ ગુન્હાશોધક શાખાએ આ અંગે સત્તાવાર વિગતો જાહેર કરી છે અલબત કચ્છની સુરક્ષા જોખમાય તે અંગેની કોઇ પણ માહિતી કે સુરાગ કચ્છ અને ગુજરાતની ગુપ્તચર એજન્સીઓ સહિતની તમામ એજન્સીઓને મળ્યા નથી જેથી કાશ્મીર પોલિસ હવે ઝડપાયેલા યુવાન અલ્તાફ હુસૈન અબ્દુલ આહદ નઝારનો કબ્જો મેળવી તેની તપાસ કરશે તો કાશ્મીરી યુવાન સાથે ઝડપાયેલા અન્ય એક સગીરવયના કાશ્મીરી કિશોરને તેના વાલીઓને સોંપી દેવામા આવશે જો કે સ્થાનીક પોલિસની તપાસમા ભલે કોઇ ચોંકવાનારી માહિતી સામે ન આવી હોય પરંતુ કાશ્મીરમા આ શખ્સ ગંભીર ગુન્હાઓમાં પોલિસને હાથે વોન્ટેડ છે.

કાશ્મીરી શખ્સ પોલિસ-સૈન્ય પર પથ્થરમારાનો કુખ્યાત ફરાર આરોપી 

થોડા દિવસો પહેલા ભુજના સાગર ગેસ્ટ હાઉસમા બે શંકાસ્પદ વ્યક્તિઓ રોકાયા હોવાની માહિતીના આધારે ભુજ ગુન્હાશોધક શાખાએ નવનીયુક્ત પી.આઇ એન.એચ.ચુડાસમાં સાથે ગેસ્ટ હાઉસ પર દરોડો પાડ્યો હતો જ્યાં બે કાશ્મીરી યુવાનો હોવાનુ સામે આવતા તેની પુછપરછ શરૂ કરાઇ હતી જેમા બન્ને યુવાનોએ પોતે કાશ્મીરના કુપવાડા વિસ્તારના રહેવાસી હોવાનુ કહેતાજ એજન્સીઓ વધુ ગંભીર બની હતી અને તેની ઉંડાણ પુર્વકની તપાસ સાથે વિવિધ એજન્સીઓ તેની પુછપરછમા જોડાઇ હતી જેમા ગુજરાત સહિત ભારતની ગુપ્તચર એજન્સી અને એે.ટી.એસ પણ તપાસમા જોડાઇ હતી તપાસ દરમ્યાન યુવાન અલ્તાફ હુસૈન અબ્દુલ આહદ નઝાર ઉં.22 અંગે કાશ્મીર પોલિસ પાસે વિગત મંગાવતા જેમાં કાશ્મીરમાં આ યુવાન પોલિસ અને સૈન્ય પર ત્રણ હુમલા પથ્થરમારાના ગુન્હામા ફરાર અને વોન્ટેડ હોવાનુ સામે આવ્યુ હતુ જેથી એજન્સીઓએ તેના કચ્છ ગુજરાતમા સંપર્કો અંગે તપાસ કરી હતી પરંતુ તપાસના અંતે કઇ નક્કર અને સુરક્ષા માટે ગંભીર બાબતો સામે ન આવતા હવે કાશ્મીર પોલિસ તેનો કબ્જો મેળવશે ભુજ એસ.ઓ.જીના મદનસિંહે સચોટ બાતમીના આધારે આ કાશ્મીરી યુવાન ઝડપ્યા હતા.
તો પોલિસ પર હુમલા સાથે એજન્સીઓની તપાસમાં એવુ પણ સામે આવ્યુ છે કે સગીરાને ભગાડવા સહિત અન્ય ગુન્હાઓમા પણ ઝડપાયેલા કાશ્મીરી અલ્તાફની ભુમીકા છે જો કે હવે તપાસ કાશ્મીર પોલિસ કરશે પરંતુ ગુપ્તચર એજન્સીએ તેના ફોન સહિત તમામ સંપર્કોની ઉંડાણપુર્વક તપાસ કરી હતી જો કે નોકરી મળવાની આશાએ કાશ્મીરી યુવાન કચ્છ આવ્યા હોય તેવી આ પ્રથમ ઘટના છે.