Home Current મુન્દ્રા-માંડવી રૂટની બસ ઝરપરા સુધી લઇ જવા છાત્રોનો બે કલાક હંગામો વિરોધની...

મુન્દ્રા-માંડવી રૂટની બસ ઝરપરા સુધી લઇ જવા છાત્રોનો બે કલાક હંગામો વિરોધની ચીમકી

1688
SHARE
મુન્દ્રા બસ સ્ટેશન પર આજે વિદ્યાર્થીઓએ બસ સેવાની તેમની જુની માંગણી ન સંતોષાતા ચક્કાજામ કરી નાખ્યો હતો અને બે કલાક સુધી મુન્દ્રા બસ સ્ટેશન પર બસ વ્યવહાર રોકી તેમની માંગણી અને સમસ્યા ઉકેલવા ઉગ્ર રજુઆત કરી હતી જેને પગલે ભારે ટ્રફીકજામ સાથે પ્રવાસીઓ માટે પણ મુશ્કેલી સર્જાઇ હતી ઝરપરા અને તેની આસપાસના વિદ્યાર્થીઓની લાંબા સમયથી માંગ છે કે મુન્દ્રા-માંડવી રૂટની બસ વાયા ઝરપરા થઇને શરૂ કરવામા આવે અને તે માટે ધારાસભ્ય સહિત એસ.ટી વિભાગને તેઓએ અનેકવાર રજુઆત કરી છે છંતા બસ સેવા શરૂ થઇ નથી જેના પગલે માંડવી અભ્યાસ કરવા માટે જતા વિદ્યાર્થીઓને વાહનો બદલી માંડવી અભ્યાસ માટે જવુ પડે છે જેના પગલે આજે વિદ્યાર્થીઓ આક્રમક બન્યા હતા અંદાજીત બે કલાક સુધી વિદ્યાર્થીઓએ બસ સ્ટેશન પર હંગામો કર્યો હતો અને પ્રવાસીઓ માટે મુશ્કેલી સર્જાઇ હતી જો કે ત્યાર બાદ પોલિસ એક્શનમા આવી હતી અને છાત્રોને સમજાવવા સાથે વાહનવ્યવહાર પુર્વવત કરાવ્યો હતો એસ.ટી વિભાગના જવાબદાર અધિકારીઓએ છાત્રોના વિરોધ બાદ 20 તારીખ સુધી બસ સેવા શરૂ કરવાની ખાતરી આપી છે જો કે વિદ્યાર્થીઓએ ચીમકી ઉચ્ચારી છે કે 20 તારીખે જો બસ સેવા શરૂ નહી થાય તો વધુ વિદ્યાર્થીઓ સાથે ઉગ્ર આંદોલન છાત્રો શરૂ કરશે જો કે વહેલી સવારે છાત્રોના વિરોધના પગલે શહેરની મધ્યમાં આવેલા બસ સ્ટેશન વિસ્તારમા ભારે અજંપાભરી સ્થિતી સર્જાઈ હતી.