આમતો પોલિસ વિભાગમાં જાહેરહિત અને વહીવટી સરળતા ખાતર બઢતી બદલીઓનો દોર ચાલુજ હોય છે પરંતુ આજે પશ્ચિમ કચ્છ પોલિસવડાએ અચાનક ભુજ બી-ડીવીઝન પોલિસ મથકના પોલિસ ઇન્સપેક્ટર વૈભવકુમાર ખાંટની બદલીનો હુકમ કર્યોં હતો. પી.આઇ વૈભવકુમાર ખાંટને ભુજ બી-ડીવીઝનથી બદલી સીધા જખૌ મરીન પોલિસ મથકે ફરજ પર મુકાયા છે. તેમના સ્થાને અગાઉ બી-ડીવીઝન પોલિસ મથકે ફરજ બજાવી ગયેલા અને હાલમાં ભુજ સી.પી.આઇ તરીકે આરુઢ એવા વી.બી.કોઠીયાને ફરી બી-ડીવીઝન પોલિસ મથક નો ચાર્જ સોંપાયો છે આમતો બદલીઓ અંગેનુ ચોક્કસ કારણ સામે આવ્યુ નથી અને જાહેરહીતમા થઇ હોવાનુ કહેવાય છે પરંતુ ભુજ એસ.ઓ.જી અને બી-ડીવીઝન જેવા મહત્વના પોલિસ મથકોએ ફરજ બજાવ્યા બાદ અચાનક તેમની બદલી જખૌ મરીન પોલિસ મથકે થતાં પોલિસબેડામાં અનેક તર્કવિતર્ક શરૂ થયા છે કે શુ ખરેખર જાહેરહીતમા બદલી કરાઇ કે પછી વૈભવકુમાર ખાંટને કોઇ કામગીરી નડી ગઇ કે પછી સરહદી વિસ્તારની સુરક્ષાને ધ્યાને લઈ તેમને જખૌ મુક્યા?
ટુંકા ગાળામાં વૈભવકુમાર ખાંટ ત્રણ વાર બદલાયા
ભુજ બી-ડીવીઝન પોલિસ મથકે ફરજ પર હાજર થયેલા પોલિસ ઇન્સપેક્ટર વૈભવકુમાર ખાંટની ચપળતા અને કામગીરી જોઇ તેમને ભુજ એસ.ઓ.જી ખાતે ફરજ પર મુકાયા હતા પરંતુ થોડા સમયમાંજ જાહેરહીતમાં તેમની બદલી થોડા સમય પહેલાજ ફરી ભુજ બી-ડીવીઝન પોલિસ મથકે કરાઇ હતી પરંતુ હજુ ત્યા તેઓ કોઇ કામગીરી કરે તે પહેલાજ ભારેખમ પોલિસ મથક ગણાતા બી-ડીવીઝન પોલિસ મથકેથી તેમની બદલી કરી પોલિસ વિભાગ માટે સજારૂપ ગણાતા અને ચર્ચાતા જખૌ મરીન પોલિસ મથકે કરી દેવાઇ છે પોલિસબેડામાં આ બદલી અંગે ભારે ચર્ચા છે પરંતુ સાથે સસ્પેન્સ પણ છે કે ટુંકા ગાળામાં વૈભવ ખાંટની બદલી શા માટે? ક્યા કારણોસર કરાઇ? કેમકે વહીવટી સરળતાના ભાગે બદલીઓ અને ફેરફાર થતા રહે છે પરંતુ આજે માત્ર આ એકજ બદલીનો હુકમ થતા પોલીસ બેડામાં આ બદલી તર્ક વિતર્ક સાથે ચર્ચાનો વિષય પણ બની છે.