ઘણા લાંબા સમયથી દેશના સૈન્યમાં આહિર રેજીમેન્ટની માંગણી સાથે આહિર યાદવ સમાજના લોકો વિરોધ પ્રદર્શન સાથે સરકાર પાસે માંગણી કરી રહ્યા છે ક્યાંક આવેદનપત્ર તો ક્યાંક અનોખી રીત્રે પત્ર લખી સરકાર પાસે વિવિધ સ્વરૂપે પોતાની માંગણી પહોંચાડી રહ્યા છે ત્યારે આજે કચ્છના તાલુકા મથકોએ આહિર સમાજે બાઇક રેલી સાથે વહીવટી તંત્રને આવેદનપત્ર આપી તેમની માંગણી સરકાર સુધી પહોચાડી હતી દેશની રક્ષામાં બલીદાન આપવામા યાદવ સમાજનો પણ મોટો હાથ છે ત્યારે રાજપુતાના,શીખ રેજીમેન્ટ મરાઠા રેજીમેન્ટની જેમ આહિર રેજીમેન્ટની પણ સરકાર રચના કરે તેવી માંગણી યાદવ સમાજ કરી રહ્યો છે દેશમાં 26 કરોડથી પણ વધુ યાદવ સમાજના લોકો છે અને ચીન સામેના યુધ્ધ સમયે યાદવ સમાજના સૈનીકોએ હિંમત પુર્વક ભારતની રક્ષા કરી હતી ત્યારે સરકાર તેમની માંગણી સંતોષે એવી તેમની માંગ છે.
શુ છે મુખ્ય માંગણીઓ? આજે ભુજ,ભચાઉ રાપર સહિત કચ્છમાં વિરોધ
આમતો અનેકવાર આવેદનો અને રજુઆતો આજ મુદ્દે કચ્છના આહિર સમાજે કરી છે ત્યારે આજે ભુજમાં માધાપરથી ભુજ કલેકટર કચેરી સુધી બાઇક રેલી અને સુત્રોચાર સાથે વહીવટી તંત્રને આહિર સમાજના યુવાનોએ આવેદનપત્ર આપ્યુ હતુ જેમાં મોટી સંખ્યામા સમાજના લોકો જોડાયા હતા તો ભચાઉમાં પણ વિશાળ બાઇક રેલી સાથે મામલતદારને આવેદનપત્ર અપાયુ હતુ તો રાપરમાં પણ સમાજે આવેદનપત્ર આપી આહિર રેજીમેન્ટીની માંગણી દોહરાવી સરકાર સુધી તેમની વાત પહોંચાડવા રજુઆત કરી હતી.
-સમાજની માંગણી છે કે દેશમાં 26 કરોડ યાદવ સમાજના લોકો છે દેશની રક્ષા માટે તેઓ લડ્યા છે અને હજુ તૈયાર છે પરંતુ તેમની આહિર રેજીમેન્ટનુ નિર્માણ થાય અથવા અન્ય રેજીમેન્ટની જગ્યાએ માત્ર ભારતીય સૈના નામ આપી દેવામાં આવે
-18 નવેમ્બરના રેજાગલા શોર્ય દિવસ તરીકે મનાવવામાં આવે જે દિવસે આ યુધ્ધ થયુ હતુ
-પાઠ્યપુસ્તકોમાં રેજાગલા શોર્ય દિવસની ગાથા વર્ણવી આહિરોના બલિદાનને બિરદાવવા સાથે સન્માન આપવામાં આવે
-દેશની રક્ષા માટે યુધ્ધ સમયે શહિદ થયેલા પરિવારોને સરકાર સન્માનજનક રીતે સહાય આપે
-અને ભારતમાં આહિર-યાદવ સમુદાયના જાતીગત યોગ્ય આંકડા સરકાર જાહેર કરે
ઉપરાંત માંગણી સાથે મુખ્ય આહિર રેજીમેન્ટની રચાના થાય તેવી માંગણી સાથે આહિર સમાજ મેદાને પડ્યુ છે અલગઅલગ કાર્યક્રમો રેલી,રજુઆત પછી આજે આહિર સમાજના આગેવાનોએ આવેદન સાથે ચીમકી આપી છે કે જો આગામી દિવસોમાં સરકાર કોઇ યોગ્ય નિર્ણય કે સંતોષકારક જવાબ નહી આપે તો 4 ફેબ્રીઆરીના દિલ્હી કુચ સાથે રસ્તારોકો સહિતના આશ્ર્ચર્યજનક કાર્યક્રમો સાથે આહિર સમાજ મેદાને ઉતરી આક્રમક રીતે વિરોધ કરશે.