વેપારી પુત્ર સટ્ટો રમાડતા ઝડપાયા
સામાન્ય રીતે બે મજબુત ટીમ અથવા આતરરાષ્ટ્રીય કિક્રેટમા સટ્ટો રમાડવો એ કોઇ નવી વાત નથી પરંતુ હવે જાણે બુકીઓ અને ખેલીઓ બારેમાસ સીઝનનો લાભ લેતા હોય તેમ આતરરાષ્ટ્રીય કક્ષાની 20-20 મેચમા પણ હાથ અજમાવી રહ્યા છે આજે ભુજ એલ.સી.બીએ 3 શખ્સોને ભુજ માધાપર હાઇવે પરથી સટ્ટો રમાડતા ઝડપી પાડ્યા હતા. ઝડપાયેલા આરોપીઓ ભુજના પ્રતિષ્ઠીત વેપારીના પુત્રો છે ભાવીન મોહનભાઇ ઠક્કર રહે.ઉમેદનગર હિરેન જયેશભાઇ ઠક્કર રહે રઘુવશીનગર રાવલવાડી જ્યારે ત્રીજો શખ્સ જુગલ નવીનભાઇ અજાણી સંસ્કાર નગરનો રહેવાસી છે ત્રણે શખ્સો બીગ-બેશ 2018ની 20-20 મેચ પર સટ્ટો રમાડતા હતા. લોકલ ક્રાઇમ બ્રાન્ચે ટીવી.મોબાઇલ,તથા સટ્ટો રમવાના વિવિધ સાધનો સહિત 34,600ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે.
ભચાઉના ચોપડવામાં પ્રેમી યુગલનો ગળફાંસો ખાઇ આપઘાત
ભચાઉના ચોપડવા ગામે આવેલી વાડીમાં કામ કરતા બે આદીવાસી ખેતમજુરોએ આજે એક જ ઝાડ પર લટકી આપઘાત કર્યાની ઘટના સામે આવી છે. પ્રેમી યુગલ મુળ છોટા ઉદેપુર વિસ્તારના રહેવાસી છે અને બન્ને પરિવાર સાથે વાડીમા ખેતમજુરીનુ કામ કરતા હતા આજે અચાનક લીમડાના ઝાડ સાથે તેમના લટકતા મૃતદેહ જોઇ પોલિસને જાણ કરાઇ હતી આપઘાત પાછળનુ પ્રાથમીક કારણ પ્રેમ પ્રકરણ હોવાનુ સામે આવ્યુ છે જો કે મૃતક પ્રેમી યુગલ પૈકી રંજન પુનમ નાયકા સગીર હોવાનુ સામે આવ્યુ છે જ્યારે યુવાન મહેશ ભીખાભાઇ નાયકા પુખ્ત વયનો છે ભચાઉ પોલિસે બનાવ સંદર્ભે વધુ તપાસ હાથ ધરી છે.
પાંચ વર્ષથી ફરાર બુટલેગર ઝડપાયો
રાજ્યના પોલિસવડા દ્વારા લાંબા સમયથી વિવિધ ગુન્હાઓમા ફરાર શખ્સોને શોધવા માટેની હાલ ખાસ ડ્રાઇવ ચાલી રહી છે ત્યારે આજે લોકલ ક્રાઇમબ્રાન્ચે પાંચ વર્ષથી દારૂના ગુન્હામા ફરાર મગસિંહ વિજયસિંહ રાઠોડ રહે. તલવાણા માંડવી અને મુળ રહે. વેરડી રાજસ્થાનના બાડમેર જીલ્લાનો છે જે ભુજના સહયોગ નગર વિસ્તારમા હોવાની બાતમીના આધારે પોલિસે તેને દબોચી લીધો છે આરોપી વિરૂધ માનકુવા પોલિસ મથકે પાંચ વર્ષ પુર્વે ગુન્હો નોંધાયો હતો અને ત્યારથી તે ફરાર હતો જેને આજે પોલિસે ઝડપી પાડ્યો છે.
ભુજમાં ગાયનેક ડોક્ટર સાથે 20 લાખની ઠગાઇ
ભુજમાં ગાયનેક ડોક્ટર તરીકે પ્રેકટીસ કરતા ડોક્ટર સાથે 20 લાખની ઠગાઇનો કિસ્સો સામે આવ્યો છે જો કે ઠગાઇ કરનાર અન્ય કોઇ નહી પરંતુ તેના મિત્ર અને તેની પત્ની છે ડો.નરેશ ભાનુશાળીએ તેના મિત્ર એવા નિતીન શંકરલાલ ભાનુશાળીને મંદિના સમયે 20 લાખ રૂપીયાની મદદ કરી હતી જો કે નિયત સમયે પૈસાની માંગણી કરતા ડોક્ટરને પૈસા આપવા માટે નિતીન શંકરલાલ ભાનુશાળી અને તેની પત્ની વૈશાલી ભાનુશાળીએ ઇન્કાર કર્યો હતો જેથી આજે ડોક્ટરે ભુજ એ ડીવીઝન પોલિસ મથકે ભાનુશાળી દંપતિ સામે ઠગાઇની ફરીયાદ નોંધાવી છે જે આધારે પોલિસે તપાસ શરૂ કરી છે.
ભારતીય જળસીમા નજીક પાક.ની નાપાક હરકત ફાયરીંગ કર્યુ
પાકિસ્તાની ઘુસણખોરો ઝડપાવા અને ભારતીય સીમામાં આવી ભારતીય બોટનુ અપહરણ કરવુ તે કચ્છની આતરરાષ્ટ્રીય જળસીમાં નજીક કોઇ નવી વાત નથી પરંતુ જામસલાયાની અને જખૌથી ઓપરેટ થતી બે બોટ પર આજે સાંજે ખાનગી બોટમાં આવેલા પાકિસ્તાનીઓએ ફાયરીંગ કરતા ચકચાર ફેલાઇ છે જો કે ઘટનામાં કોઇને ઇજા પહોંચી નથી. પરંતુ જખૌની બોટ પર ફાયરીંગની ઘટનાના પગલે સુરક્ષા એજન્સીઓ દોડતી થઇ હતી પ્રાથમીક માહિતી મુજબ આ બોટ અલ ગોરીસા સુલતાન અને નુર-એ-અલ-સતારી નામની બોટ માછીમારી કરવા માટે ગઇ હતી પરંતુ ભારતીય જળસીમાં જ ઘુસી આવેલી એક પાકિસ્તાની બોટે તેમની બોટ પર ફા્યરીંગ કર્યુ હતુ શક્યતા એવી છે કે તે પાકિસ્તાની ચાંચીયાઓ હોઇ શકે છે સુરક્ષા એજન્સીએ મામલાને ગંભીર લઇ સુરક્ષા વધુ મજબુત કરી છે.