Home Current મુન્દ્રાના ભરચક રહેણાંક વિસ્તારમાં રાજાશાહી ઢબની દીવાલ ધસી : મોટી જાનહાની ટળી

મુન્દ્રાના ભરચક રહેણાંક વિસ્તારમાં રાજાશાહી ઢબની દીવાલ ધસી : મોટી જાનહાની ટળી

1538
SHARE
૨૦૦૧ના વિનાશક ભૂકંપ બાદ કચ્છ ના ઘણા એવા વિસ્તારો છે જ્યાં જર્જરીત ઈમારતો મોત બની ને ઉભી છે ત્યારે મુન્દ્રા માં આજે એક રાજાશાહી સમયની એક જર્જરીત દિવાલ પડી જતાં અફરાતફરી સર્જાઇ હતી આમતો મુન્દ્રમા અનેક રાજાશાહી ઢબના મકાનો અને વિવિધ નાકાઓ તેમજ રાજાશાહી ઢબ ની દીવાલો એકદમ ભયજનક હાલતમા છે તે પૈકી આજે બપોર બાદ નદી વાળા નાકાની બાજુમાં તેમજ રાજપૂત ફળિયા નજીક રાજા શાહી ઢબની દીવાલ અચાનક ધસી પડતાં ત્યાંથી પસાર થતા લોકોમાં ડર ફેલાયો હતો કેમકે જે વિસ્તારમાં આ ઘટના બની હતી તેની આસપાસ રહેણાંકના મકાનો આવેલા છે જો કે સદનસીબે લોકોની અવરજવર ઓછી હોવાથી કોઇ ઇજાગ્રસ્ત બન્યું ન હતું જોકે આ સમયે આજુ બાજુ માં રહેતા લોકો ધડાકા સાથે અવાજ આવતા એકદમ ઘર ની બહાર નીકળી આવ્યા હતા
નદી વાળા નાકા થી રાજપૂત ફળિયા ની વચ્ચે માર્ગ પર મોટા પથ્થરો નો ઢગલો થઈ ગયો હતો અને રસ્તો બંધ થઈ ગયો હતો
આ ઘટના બની એ જ વિસ્તાર ની નજીક ભૂતકાળમાં ગઢ નું રીપેરીંગ કામ કરતી વેળાએ વર્ષો પહેલાં અહીં ગઢની દીવાલ ધરાશાયી થઈ હતી અને 3લોકો આ અકસ્માતમાં મ્રુત્યુ પામ્યાં હતાં
આ ઘટના સમયે બે માસુમ બાળકો ત્યાં રમી રહ્યા હતા અને અચાનક પ્રચંડ અવાજ સાથે દિવાલ ધસી પડી હતી બનાવની જાણ થતાં આસપાસના લોકો સાથે સ્થાનીક આગેવાનો દોડી આવ્યા હતા અને આવી જોખમી ઇમારતો કોઇના મોતનું કારણ બને તે પહેલાં તોડી પાડવાની માંગણી કરી હતી વાયુવેગે મુન્દ્રા માં દિવાલ ધારાશાયી થયાના સમાચાર ફેલાતા લોકો ઘટના જોવા ઉમટ્યા હતા