Home Crime ઓફીસમા પોતા પર ફાયરિંગ કરનાર અંજારના મહેશ આહિરે ફેસબુક પર લખ્યું ...

ઓફીસમા પોતા પર ફાયરિંગ કરનાર અંજારના મહેશ આહિરે ફેસબુક પર લખ્યું હુ બરોબર છુ : કાલે પોલિસે કરી શકે છે પુછપરછ

3195
SHARE
મોડે મોડે પ્રકાશમા આવેલા કચ્છના બહુચર્ચીત આ ફાયરિંગ કિસ્સામાં શુ થયુ હતું ? તેની ઉત્સુકતા પરથી કાલે પડદો ઉંચકાઇ શકે તેમ છે. તારીખ 4ના અંજાર સ્થિત પોતાની ઓફીસમાં પોતા પર જ ફાયરીંગ કરી ઇજાગ્રસ્ત થયેલા મહેશ આહીરે આજે ફેસબુક પર એક પોસ્ટ મુકી છે. જેમાં તેણે તેમના શુભેચ્છકોને પોતે સ્વસ્થ હોવાનો સંદેશો આપવા સાથે કાલે પરત ફરવાનુ કહ્યુ છે. જેથી કાલે અંજાર પોલિસ આ સમગ્ર મામલે તેની પુછપરછ કરી શકે છે. આમતો સ્પષ્ટ રીતે પોલિસે પ્રાથમીક તપાસમાં કહ્યુ હતુ કે મહેશ આહિરે પોતાની લાયસન્સ વાડી બંદુકથી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેના કારણો સહિત ગુન્હો મોડો જાહેર કરવા અંગે કઇ કહેવાનુ ટાળ્યુ હતુ. જો કે હવે કાલે આપઘાતનો પ્રયાસ કે પછી આકસ્મીક રીતે તેની ગનમાંથી ફાયરીંગ થયુ તે સ્પષ્ટ થઇ જશે જો કે આજે તેની ફેસબુક પોસ્ટ સાથે જ તેના શુભેચ્છકોએ તેને ગેટ વેલસુનની શુભેચ્છાઓ પાઠવી હતી.
NSUI ના પુર્વ કચ્છ પ્રમુખ અને સેનેટ સભ્ય એવા મહેશ આહિર અંજાર વિસ્તારમાં કોગ્રેસના યુવા નેતા છે. વિધાનસભા ચુંટણી વખતે તેનુ પ્રબળ દાવેદાર તરીકે નામ પણ ચર્ચાતુ હતુ જો કે અચાનક 7 તારીખે તેણે પોતાની અંજાર સ્થિત ઓફીસમાં સ્વરક્ષણ માટે લીધેલા હથિયાર બંદુકથી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાના સમાચાર વહેતા થયા હતા અને તપાસ કરતા 4 તારીખે તેણે આ પગલુ ભર્યુ હોવાનુ સામે આવ્યુ હતુ. જો કે ત્યાર બાદ અંજાર,ગાંધીધામ અને છેલ્લે તેને રાજકોટની સ્ટર્લીંગ હોસ્પિટલ ખસેડાયા હતા જો કે તેણે 8 તારીખે મોડી રાત્રે ફેસબુક પર એક પોસ્ટ કરી છે. અને તેમા તે સંપુર્ણ સ્વસ્થ હોવાનુ જણાવી કાલે પરત આવુ છુ તેવો સંદેશો તેના શુભેચ્છકોને આપ્યો છે. જેથી કાલે અંજાર આવ્યા બાદ પોલિસ ઘટનાના કારણો અંગે તેના નિવેદન નોંધવા સાથે તેની તબીયત સ્વસ્થ હશે તો પુછપરછ કરી શકે છે .હાલ તો મહેશ આહિરે કરેલા ફાયરીંગનુ રહસ્ય અકબંધ છે ત્યારે તેના હોમટાઉન પરત ફર્યા બાદ પોલિસ તપાસમાં શું બહાર આવેછે તે જોવું રહ્યું