Home Crime જેન્તી ભાનુશાલીની હત્યામાં સુરજીત ભાઉ ની સંડોવણી? – મહિલા સહિત હજી ૪...

જેન્તી ભાનુશાલીની હત્યામાં સુરજીત ભાઉ ની સંડોવણી? – મહિલા સહિત હજી ૪ શંકાના દાયરા માં

5026
SHARE
રવિવારે રાત્રે ટ્રેનમાં અબડાસાના ધારાસભ્ય જેન્તી ભાનુશાલીની થયેલી હત્યાનો ભેદ પોલીસે ઉકેલી લીધો છે. જોકે, સત્તાવાર રીતે પોલીસ આ સમગ્ર મામલે એક બે દિવસમાં ધડાકો કરે તેવી શકયતા છે રાજ્ય સરકારે સીટની રચના કરીને પોલીસ ટીમો સાથે હત્યારાઓના સગડ શોધવા સઘન પ્રયાસો હાથ ધર્યા હતા. કચ્છ અમદાવાદ, મુંબઈ સુધી તપાસનો દોર લંબાવીને પોલીસે ૫૦ જેટલા લોકોની પૂછપરછ હાથ ધરી હતી.

કોણ ઓળખાયું? કોની છે સંડોવણી?

બિન સતાવાર સૂત્રોમાં થી મળતી માહિતી મુજબ પોલીસે જેન્તી ભાનુશાલીના હત્યારાઓ પૈકીના એક આરોપી સુરજીત ભાઉની ઓળખ કરી લીધી છે. પણ, હજી પોલીસે આ વાત અંગે સત્તાવાર સમર્થન આપ્યું નથી. જોકે, સુરજીત ભાઉ સાથે બીજો હત્યારો પણ શાર્પ શૂટર હોવાનું મનાય છે સૂત્રોના જણાવ્યા પ્રમાણે જેન્તીભાઈની હત્યામાં એક મહિલા સહિત કુલ ચાર વ્યક્તિઓ હજી શંકાના દાયરામાં છે. આરોપીઓ વિશેની સતાવાર માહિતી અને હત્યાનું ષડ્યંત્ર કેવી રીતે રચાયું તે માહિતી પોલીસ તપાસ બાદ જ બહાર આવશે. દરમ્યાન પહેલા જેન્તી ભાનુશાલીની નજીક રહેલી મનીષા ગોસ્વામી હજી સુધી લાપતા છે. પોલીસે તેની શોધખોળ શરૂ કરી છે. જેન્તી ભાઈની હત્યામાં જેની સંડોવણી ખુલી છે તે સુરજીત ભાઉ જેન્તી ભાનુશાલીની નજીક હોવાનું મનાઇ રહ્યું છે. મનીષા ગોસ્વામી અને સુરજીત ભાઉ વચ્ચે પણ બે વર્ષથી સંબધો હોવાનું ચર્ચા માં છે. હવે પોલીસ આવનારા સમયમાં શું ધડાકો કરે છે અને ભાજપના મોટા ગજાના નેતા જેન્તી ભાનુશાલીની હત્યા
માં કોની સંડોવણી છે?, કોનો દોરી સંચાર છે?, હત્યા માટે નું મુખ્ય કારણ શું છે?, આ હત્યા રાજકીય કારણોસર થઈ છે કે પછી વ્યાવસાયિક કારણોસર? આવા અનેક સવાલોના જવાબ પોલીસની તપાસ અને સત્તાવાર ખુલાસા બાદ જ બહાર આવશે.